Abtak Media Google News

વૈશ્વિક અને સ્થાનિક પડકારો હોવા છતાં, ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ઝડપી દરે

વૃદ્ધિ કરવાનું ચાલુ રાખશે: મોંઘવારી મુદ્દે રાજ્યસભામાં નાણામંત્રીની સ્પષ્ટ વાત

અબતક, નવી દિલ્હી

દેશભરમાં વધી રહેલી મોંઘવારી મુદ્દે લોકસભામાં ચર્ચા બાદ મંગળવારે રાજ્યસભામાં ચર્ચા થઈ હતી.  આવશ્યક ચીજવસ્તુઓની વધતી કિંમતો પર ચર્ચાના જવાબમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે.  વિપક્ષના સવાલોના જવાબમાં સીતારમણે કહ્યું કે અમે ભાગી રહ્યા નથી અને કિંમતો વધી રહી છે તે વાતને કોઈ નકારી રહ્યું નથી. રાજ્યસભામાં મોંઘવારી પરની ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કોઈ નકારી રહ્યું નથી.  તેમણે વધુમાં કહ્યું કે અમે ભાગી રહ્યા નથી, અમારી પાસે મોંઘવારી દરની બેન્ડ છે.

હાલમાં મોંઘવારી દર 7 ટકા પર છે.  સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક બંને તેને 6 ટકાથી પણ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે નાણામંત્રીએ એમ પણ કહ્યું કે વૈશ્વિક અને સ્થાનિક પડકારો હોવા છતાં, ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વના મુખ્ય દેશોમાં સૌથી ઝડપી દરે વૃદ્ધિ કરવાનું ચાલુ રાખશે. અમારો પ્રયાસ છે કે કોઈપણ રીતે મોંઘવારી દર 6 ટકાથી નીચે રહે.  નોંધપાત્ર રીતે, દેશમાં છૂટક ફુગાવો ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક કરતા વધારે છે.  આરબીઆઈએ તેને 2 થી 6 ટકાની વચ્ચે રાખવાનું લક્ષ્ય રાખ્યું છે.  ફુગાવાને કાબૂમાં રાખવા માટે આરબીઆઈએ ભૂતકાળમાં સતત બે વખત રેપો રેટમાં વધારો કર્યો છે.  જ્યારે બુધવારથી શરૂ થનારી એમપીસીની બેઠકમાં રેપો રેટમાં વધુ વધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રેપો રેટમાં વધારાની શક્યતા

મોંઘવારી દર સતત 7 ટકાથી ઉપર રહેવાના કારણે ખુદ રિઝર્વ બેન્કના ગવર્નરે તેને અંકુશમાં લેવા માટે રેપો રેટમાં વધુ એક વધારાનો સંકેત આપ્યો છે.  આ સંબંધમાં જાહેર થયેલા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે પોલિસી રેટમાં 0.35 ટકાનો વધારો થઈ શકે છે.  જો આવું થશે તો તેની અસર તમામ પ્રકારની લોન પર પડશે અને તે મોંઘી થઈ જશે.  આ સાથે ઇએમઆઈ પણ વધશે.

દેશમાં મોંઘવારી છે, પણ યુપીએ કાળથી તો ઓછી છે

રાજ્યસભા પહેલા લોકસભામાં મોંઘવારી મુદ્દે ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે વિપક્ષના તમામ સવાલોના જવાબ આપ્યા હતા.  તેમણે સ્વીકાર્યું કે આ સમયે દેશમાં મોંઘવારી છે, પરંતુ તે યુપીએ સરકારના કાર્યકાળ કરતાં ઓછી છે.

ભારતમાં મંદી નહિ જ આવે

દરમિયાન, મંદીના મુદ્દે નાણામંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતમાં મંદીની કોઈ શક્યતા નથી.  દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે અને સારી રીતે આગળ વધી રહી છે. મંદીની કોઈ જ શકયતા નથી. ભારતનું અર્થતંત્ર ધીમું પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે.

ખાદ્યચીજો ઉપર જીએસટી લાગ્યો તે પહેલાં પણ ટેક્ષ તો લાગતો જ હતો

ખાદ્ય ચીજવસ્તુઓ પર ટેક્સના મામલે બોલતા નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે દેશમાં ખાદ્ય પદાર્થો પર ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે.  જીએસટી પહેલા 22 રાજ્યોમાં આ વસ્તુઓ પર વેટ હતો. એવું કહેવું સરળ છે કે આવું પહેલાં ક્યારેય બન્યું નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.