Abtak Media Google News

વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાના ચેકિંગમાં અનેક ક્ષતિઓ પકડાય: મસમોટુ ઘાસચારા કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની કોર્પોરેશન દ્વારા ઢોર પકડીને ઢોર ડબ્બામાં રાખવાની પદ્ધતિ છે તેમજ આ ઢોર ડબ્બામાં ઢોરને રાખવાનું રોજ ના રૂ.૭૦૦/- લેખે ઢોર માલિક પાસેથી વસુલવામાં આવે છે તેમજ આ ઢોરને સારીરીતે ખોરાક આપવો અને સ્વચ્છ જગ્યામાં રાખવું તેમજ પીવાના પાણીની પુરતી વ્યવસ્થા રાખવી વગેરે જેવી અનેક સેવાઓમાં મનપા નું તંત્ર તદ્દન ઉણું ઉતર્યું છે. તેમ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું.

આજે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા આ મસમોટું કોભાંડ પકડવામાં આવ્યું છે જેમાં રોજનું ૫૫૦ મણ થી ૬૦૦ મણ જેટલો ઘાસચારો નાખવામાં આવે છે તેમાં તદ્દન સળી ગયેલો અને બટાઈ ગયેલો લીલા નો જથ્થો પકડવામાં આવેલ છે અને વધુમાં મનપા પાસે છેલ્લા ચાર વર્ષથી માત્ર ને માત્ર એક જ કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવામાં આવતું હોવાથી મનપા ના સ્ટાફ સાથે ક્યાંક સેટિંગ ગોઠવાઈ ગયું હોય અને મીલીભગત ચલાવી લેવામાં આવતી હોય છે અને આ સ્થળે રોજ ના ૫૫૦ થી ૬૦૦ મણ લીલા ની જરૂરીયાત હોવાના પગલે એવરેજ ૪૦ % લીલું તો માત્ર કચરામાં જતું હોય છે અને ઢોર ડબ્બામાં પુરવામાં આવેલ મૂંગા પશુઓ અને ગૌ માતાઓને આ લીલું ખવડાવવામાં આવે છે અને મનપાના તંત્રની પોલ ખોલતા વિપક્ષી નેતાએ જણાવ્યું છે કે આ ઘાંસચારામાં કોઈ મૂંગા પશુઓ આટલું જાડું અને કડક તેમજ કોહવાઈ ગયેલું લીલું ઘાંસચારો કેવીરીતે ખાય ? તેમજ આ લીલું ખાધા પછી ગાય માતાની સું સ્થિતિ થાય તેમજ ઢોર ડબ્બામાં નર્કાગાર જેવી સ્થિતિ હોય છે ત્યારે ગાય માતાને આટલી ખરાબ સ્થિતિમાં આ નર્કાગાર બનેલા ઢોર ડબ્બામાં કેમ રાખી શકાય ? અને મનપાના વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયાએ વધુમાં જણાવ્યું છે કે આ ઢોર ડબ્બામાં હાલ ૮૦૦ થી ૯૦૦ મૂંગા ઢોરને રાખવામાં આવ્યા છે ત્યારે સ્માર્ટ સીટીની ગુલબાંગો વચ્ચે હાલ ગૌ માતાની કફોળી સ્થિતિ  છે ત્યારે ક્યાં છે ભાજપના શાસકો અને ક્યાં ગયા મનપાના અફસરો ? તેવી ગાય માતાની કફોળી સ્થિતિની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.