Abtak Media Google News

Table of Contents

પ્રભુના પ્રાચીન પગલાને નુકસાન પહોંચાડનાર, થાંભલા અને કેમેરાની તોડફોડ કરનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તેમજ ગેરકાયદે ખનન, દારૂની પ્રવૃત્તિ સહિતના કૃત્યો બંધ કરાવવાની માંગ: મોટી સંખ્યામાં જૈનોએ શેત્રુંજય રક્ષા મહારેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

Dsc 2938

પાલીતાણા તીર્થ સ્થળની સુરક્ષાને લઈને સરકારની ઢીલી નીતિ સામે જૈનો લાલઘૂમ થયા છે. જેને પગલે મોટી સંખ્યામાં જૈનોએ શેત્રુંજય રક્ષા મહારેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. જેમાં પ્રભુના પ્રાચીન પગલાંને નુકસાન પહોંચાડનાર , થાંભલા અને કેમેરાની તોડફોડ કરનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તેમજ ગેરકાયદે ખનન, દારૂની પ્રવૃત્તિ સહિતના કૃત્યો બંધ કરાવવાની માંગ કરાઈ છે.

Dsc 2970

આવેદનમાં જણાવાયું હતુ કે  સમેતશિખરજી બાબતમાં પર્યટન સ્થળનો નિર્ણય જે સરકારે લીધેલ છે. તે બાબતે જૈનોની લાગણી અત્યંત દુભાયેલ છે. જે અનુસંધાને નમ્ર અરજ સાથે વિનંતી કરવામાં આવેલ. આપ નામદાર સાહેબશ્રી તુરત અમારી તરફેણમાં યોગ્ય નિર્ણય લઈ સમસ્ત જૈન સમાજને સંતોષકારક પ્રત્યુતર મળે તેમજ મહાતીર્થની ગરીમાં જળવાઈ રહે તે અંગે અરજ કરવામાં આવેલ છે.

Dsc 2958

રોહીશાળા સ્થિત પ્રભુના પ્રાચીન પગલાં ને નુકશાન કરનાર અસામાજિક સામે તત્વો આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ હોય તેવું જણાતું નથી. આ અંગે તાત્કાલીક પગલાં ભરવામાં આવે,  શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર અમારા ગઢવિસ્તારમાં થયેલી થાંભલા અને સીસીટીવી કેમેરાની ભાંગતુટ દ્વારા સમગ્ર જિન શાસનની આસ્થાના કેન્દ્ર સમાન તીર્થમાં ફેલાવવામાં આવનાર દહેશતના વાતાવરણના જવાબદાર સખ્શો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી થાય.

Dsc 2950

શ્રી શંત્રુજય ગિરિરાજની આસપાસના વિસ્તારોમાં ચાલતું ગેરકાયદેસર ખનન, ગેરકાયદેસર બાંધકામ ગેરકાયદેસર દબાણ, તેમજ સરકારી સેન્ટ્રલ વિભાગની જમીનો જે ગેરકાયદેસર રીતે ખાનગી નામે ચઢાવવામાં આવેલ છે. વિગેરે અંગે પાયાથી સધન તપાસ કરી જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં  લેવામાંઆવે.અસામાજીક તત્વો દ્વારા સ્થાનિક પ્રજામાં ઉશ્કેરણીના માધ્યમથી વૈમનસ્ય અને વર્ગ વિગ્રહ કરવાના પ્રયાસોને કારણે તીર્થમાં ઉદભવતી અશાંતિના માહોલને રોકવા તેમની ઉપર કાયદેસર કાર્યવાહી થાય.

Dsc 2963 સમગ્ર જૈન સમાજની આસ્થાના કેન્દ્ર સમાન તીર્થસ્થાનોના આસપાસના વિસ્તારોમાં સ્થાનીક અધિકારીઓની રહેમરાહે જે દારૂના અડ્ડા અને નોનવેજ વાનગીઓના વેચાણ માટે અમુક હદ સુધી સખ્ત પ્રતિબંધનું પાલન કરાવવામાંઆવે.  તળેટી વિસ્તારમાં બાબુના દેરાસર આસપાસના જે કંઈપણ લેન્ડ ગ્રેબિંગ દબાણો જે કોઈપણ વગદાર શખ્સો દ્વારા કરવામાં આવેલ છે . તેમના વિરૂધ્ધ પગલાં  લેવામાં આવે છે.

સમેત શિખરજીને પ્રવાસન સ્થળમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય પાછો લેવાની માંગ

ઝારખંડના ગિરિડીહ સ્થિત જૈન તીર્થસ્થાન સમેત શિખરજીને પ્રવાસન સ્થળમાં રૂપાંતરિત કરવાના નિર્ણયને પાછો ખેંચવાની દેશભરમાં માંગ ઉઠી છે. આ તીર્થ સ્થળે 23 તીર્થકર છે તેને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાથી ત્યાં અનેક રીતે ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃતિ થઈ શકે તેમ છે માટે તીર્થ સ્થળ સમેદ શિખર જીને બચાવવા વિશ્વ જૈન સંગઠનના બેનર હેઠળ રવિવારે હજારો લોકોએ ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી હતી. બધા રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિને મળીને પોતાની સમસ્યાઓ જણાવવા માંગતા હતા, પરંતુ પોલીસ પ્રશાસને ઈન્ડિયા ગેટ પર જ તેમને રોક્યા. વાસ્તવમાં સકલ જૈન સમાજના તીર્થયાત્રીઓ ઈન્ડિયા ગેટ પર એકઠા થયા હતા. આને જોતા પોલીસે દિલ્હી બોર્ડર, લાલ કિલ્લો, રાજઘાટ, પ્રગતિ મેદાનમાં જ દિલ્હી અને દિલ્હી બહારથી આવતી બસોને રોકી હતી.

શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોએ કરેલી તોડફોડ સામે પ્રશાસન કડક પગલાં ભરે:પંકજભાઈ કોઠારી

Screenshot 1 1 1

મણીયાર દેરાસરના પ્રમુખ પંકજભાઈ કોઠારીએ જણાવ્યું કે, બહુ થયું… અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી શેત્રુંજય પર્વત પર તોડફોડને જરાભી ચલાવી લેવામાં આવશે નહીં. પ્રશાસન તેની સામે કડક પગલાં ભરે એવી સાથોસાથ સમસ્તશીખર તીર્થને પર્યટક સ્થળ તરીકે જાહેર કરે નહિ કે પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરે આ અમારી માંગ છે.મણિયાર દેરાસરથી કલેકટર કચેરી સુધી સમસ્ત જૈન સમાજે શેત્રુંજય રક્ષા મહારેલી યોજી છે.

બધા ધર્મની રક્ષા કરવાની સરકારની ફરજ છે:જયેશભાઇ વસા

Screenshot 2 2 1

જૈન અગ્રણી જયેશભાઈ વસાએ જણાવ્યું કે કોઈપણ ધર્મનું સ્થાનક હોય ત્યાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ ન થવી જોઈએ બધા જ ધર્મની રક્ષા કરવાની સરકારની ફરજ છે. શેત્રુંજય રક્ષા મહારેલીમાં સમસ્ત જૈન સમાજ જોડાયું છે.

એક માસના બાળકથી લઈ 80 વર્ષના વૃદ્ધ શેત્રુંજય રક્ષા મહારેલીમાં જોડાયા છે:વંદિતભાઈ વોરા

Screenshot 3 1 1

જૈન સમાજના વંદિતભાઈ વોરાએ જણાવ્યું કે,સમસ્ત જૈન સમાજની શેત્રુંજય રક્ષા મહારેલીમાં અમે બને દંપત્તિ અમારા એક માસના બાળકને સાથે લઈને જોડાયા છીએ.કારણકે જૈન સમાજમાં ખૂબ એકતા છે.એક માસનું બાળક હોય કે 80 વર્ષના વૃદ્ધ મહારેલીમાં જોડાઈ.શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વો કરેલી તોડફોડ સામે વિરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.