Abtak Media Google News

આઈશ્રી સોનલમાઁ  કેરિયર ડેવલપમેન્ટ એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા તથા વિદેશ અભ્યાસ માટે સેમિનાર સહિતના કાર્યક્રમ યોજાયા

5 15

પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે ગઢવીના પ્રથમ મહિલા ડીવાયએસપી ઋતુબેન અમરસિંહભા રાબાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સાથો સાથ આઈશ્રી સોનલમાં કેરીયર ડેવલોપમેન્ટ એકેડમી રાજકોટ દ્વારા ચારણ (ગઢવી) સમાજના યુવાનો યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા તથા વધુ અભ્યાસ ર્એ વિદેશ જવા અંગેનો ફ્રિ સેમીનાર પણ યોજાયો હતો.

જેમાં આઈશ્રી કંકુકેશર માં આશિર્વચન આપવા ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે દિલીપભાઈ ગઢવી (આઈએએસ) મેનેજીંગ ડિરેકટર ગુજરાત રાજય, શેડયુલ કાસ્ટ ડેવલોપમેન્ટ કોર્પો. ગાંધીનગર જેઓ યુવાનો-યુવતીને વધુ અભ્યાસ માટે વિદેશ જવા અંગેની માહિતી આપી. મનિષભાઈ ગઢવી બંધારણ અને કાયદાનાં નિષ્ણાંત, શૈલેષભાઈ લાંબા સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી અંગેની માહિતી, જીતેનભાઈ ઉધાસ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી અંગેની માહિતી આપી. જગતદાન રત્નુ (સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની માહિતી આપી.3 20

‘અબતક’ સોની વાતચીતમાં ઋતુબેન રાબાએ જણાવ્યું કે, તેઓ ગર્વમેન્ટ લેબર ઓફિસર અમદાવાદ ખાતે ફરજ બજાવે છે. તેઓએ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પુલીસનું પદ મેળવ્યું છે. ૨૦૧૨ી સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની તૈયારી કરી રહ્યાં હતા. જીપીએસસીમાં ૨૧૦મો રેન્ક મેળવેલ. સેક્ધડ એડમન્ટમાં તેઓએ ડીવાયએસપીની પોસ્ટ મળી ઉપરાંત ફેમીલી દ્વારા પણ સારો એવો સપોર્ટ તેમને મળેલો જેથી તેઓ આજે આ મુકામ સર કર્યું છે.

તેમની જીપીએસસીની તૈયારી તેમણે સરદાર પટેલ ભવન ખાતે કરેલી હતી. ત્યારબાદ તેમને અમદાવાદ સ્પીપામાં પણ એડમીશન મેળવી તૈયારી ચાલુ કરી હતી. ઉપરાંત તેમના મંતવ્યો જણાવ્યા કે કલાસીસ કરવા તે જરૂરી છે. સેલ્ફ સ્ટડી પણ ખૂબજ અગત્યનું છે.1 30

શૈલેષભાઈ લાંબાએ જણાવ્યું કે, રાજકોટ સમસ્ત ચારણ (ગઢવી) સમાજ દ્વારા યુવા ટીમે ખૂબજ સારી જહેમત ઉઠાવી છે. ગઢવી સમાજમાં એજયુકેશનનું સ્તર ઓછું રહ્યું છે તો હવે તેની અવેરનેસ ફેલાય ઉપરાંત વિર્દ્યાીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની માહિતી મળી રહે તે માટે ફ્રી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગઢવી સમાજના દરેક દિકરા-દિકરીઓ વધુ શિક્ષણ મેળવતા થાય તેવી આશા વ્યકત કરી.

મુન્નાભાઈ ગઢવી કાર્યકર્તા ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું કે, કાર્યક્રમનું આયોજન ઉમંગ અને ઉત્સાહભેર કરવામાં આવ્યો છે. સોનલમાંના આદેશી અને કંકુકેશર આઈની પ્રેરણાી ચારણ (ગઢવી) સંગઠને જાગૃતતા બતાવી છે. ચારણ સમ્માનના ગૌરવરૂપી પહેલ કરનાર ઋતુબેન રાબાનું સન્માન સમારોહ યોજાયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.