કેન્દ્રિય રાજ્યમંત્રી દર્શનાબેનની જન આશિર્વાદ યાત્રાનું પારડી ખાતે ભવ્ય સ્વાગત

મોરારજી ઓડીટોરિયમ પારડી ખાતે કેન્દ્રીય રાજ્ય મહિલા મંત્રીએ પ્રાપ્ત કર્યા જનતાના આશિર્વાદ

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર-ઠેર ‘જન આશિર્વાદ યાત્રા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્યકક્ષાના કેન્દ્રીય રેલ અને કાપડ મંત્રી દર્શનાબેનની જન આશિર્વાદ યાત્રા પારડીના મોરારજી ઓડીટેરિયમ ખાતે આવી પહોંચી હતી.

વિશાળ જન સમુદાય દ્વારા જન આશિર્વાદ યાત્રાનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી દર્શનાબેને જનતાના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

મોરારજી ઓડીટોરિયમ પારડી ખાતે યાત્રા પ્રસંગે રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી, ગણપતભાઇ વસાવા, મંત્રી રમણભાઇ પાટકર, જિલ્લા પ્રદેશ મંત્રી અને વલસાડના પ્રભારી શિતલબેન સોની, પ્રદેશ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, સાંસદ કે.સી. પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઇ કંસારા, જિલ્લા પ્રભારી મધુભાઇ કથીરીયા તેમજ  તમામ ધારાસભ્યો નગરપાલિકાના પ્રમુખો, અન્ય હોદ્ેદારો, કાર્યકરો વગેરે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે સંઘાણી બસ સ્ટેન્ડ ખાતે ગામના સૌ આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી દર્શનાબેનની જન આશિર્વાદ યાત્રા બીલીમોરા ખાતે પહોંચી હતી. ત્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય સ્વાગત, સન્માન કરાયું હતું.