Abtak Media Google News

ગૌ પર્યાવરણ તથા અધ્યાત્મ ચેતના યાત્રા પ્રખર પ્રણેતા સાધ્વીજી આરાધના દીદી અને નિષ્ઠાદીદીનું રાજકોટમાં આગમન

31 વર્ષીય ગૌ પર્યાવરણ અને આધ્યાત્મ ચેતના યાત્રા  કે જે 4 ડિસેમ્બર , 2012 નાં સમયગાળાથી આરંભ થઈ હતી તેનાં પ્રખર પ્રણેતા પરમ તપસ્વી ગોભક્ત સંત પરમ પૂજ્ય સાધ્વીજી આરાધનાદીદી અને પરમ પૂજ્ય સાધ્વીજી નિષ્ઠાદીદી રાજકોટ પધાર્યા છે . તેમની ગૌ પર્યાવરણ અને આધ્યાત્મ ચેતના યાત્રા 3 ડિસેમ્બર , 2043 નાં સમયગાળા દરમિયાન પૂર્ણ થશે . આ સમયે દરમિયાન તેઓ ગામે ગામ કરીને સૌને ગૌસેવાનો અને એ થકી રાષ્ટ્ર સેવાનો ઉપદેશ આપી રહ્યા છે .

સાધ્વીજી આરાધના દીદીનો જન્મ ઇ.સ. 1998 માં રાજસ્થાન રાજ્યનાં ઝાલાવાડ ગામનો મનોહરથાના ગામનાં એક નાનકડા ગામમાં થયો હતો . તેઓએ છેલ્લા સાડા 6 વર્ષોથી પોતાના ઘર પરિવારનો ત્યાગ કર્યો છે . તેમણે 5 વર્ષોથી અન્નનો પણ ત્યાગ કર્યો છે . સાધ્વીજી નિષ્ઠાદીદીનો જન્મ ઇ.સ. 1993 માં ઉદયપુર જિલ્લાનાં કાનોડ ગામમાં એક સામાન્ય બ્રામણ કુટુંબમાં થયો હતો . તેમણે ઉદયપુરમાં જ બી.એસ.સી અને ડી ફાર્માનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો . અભ્યાસ પૂર્ણ કર્યા પછી પોતાની કારકીર્દી અને ભવિષ્યનાં વિષયમાં ઊંડાણ પૂર્વક વિચાર મંથન ન કરી , તેઓએ પોતાના ભગવાનની પ્રેરણા લઈને 4 વર્ષો પહેલાં જ પોતાનું ગૃહ ત્યાગ કર્યું અને પોતાનું જીવન ગૌ તથા રાષ્ટ્ર સેવાને સમર્પિત કર્યું .

સાધ્વીજી 4 વર્ષોથી ગૌ સેવા અર્થે 100 થી પણ વધુ કથાઓ કરવામાં અને એ દ્વારા દરેક નાનામાં નાના ગામ કે શહેરમાં વસતા લોકો સુધી ગૌ સેવાનો મહિમા પહોંચાડ્યો છે તેમજ ઘણા ઘરોમાં પહેલાંની જેમ ગૌમાતાને ફરી સ્થાન અપાવા માટે નિમિત્ત પણ બન્યા છે . સાધ્વીજી ગૌમાતાનો મહિમા પ્રગટ કરતા જણાવે છે કે ગાય પ્રાણી નથી પરંતુ વૈદિક ધર્મનો પ્રાણ છે . જે ગાયને જગત નાથ એવા ઠાકોરજી ચરણ પાદુકા પહેર્યા વગર જંગલમાં ચરાવવા લઈ જતાં એ સામાન્ય હોય જ ન શકે . ગૌમાતાનું તો દેવતાઓ પણ પૂજન કરે છે . માત્ર હરતું ફરતું તીર્થં જ નહીં પરંતુ હરતું ફરતું ઔષધાલય પણ છે . ગૌમાતાનાં દર્શનમાં ફક્ત તીર્થો અને દેવોનું દર્શન નથી , ગૌમાતા અસાધ્ય રોગોની ઔષધિ પણ પોતાનાં ભક્તોને કોઈ પણ ફી વસુલ્યા વગર આપી દે છે .

તેમણે પોતાના વક્તવ્યમાં વ્યક્ત કર્યું કે ગૌમાતા સૃષ્ટિની ધરી છે . ગૌમાતા જ નહીં બચે તો આ સૃષ્ટિ પણ નહીં બચે . સૃષ્ટિનો સમગ્રપણે નાશ થશે . તેમણે કહ્યું હતું કે સૃષ્ટિમાં માત્ર ગૌમાતા જ છે જેમનાં મળ, મૂત્રને પવિત્ર માનવામાં આવે છે અને તેને પૂજાની સામગ્રીમાં પણ ઉમેરવામાં આવે છે ઉપરાંત તેને ભગવાનને પણ અર્પણ કરવામાં આવે છે . ગૌમાતાનો મહિમાને માત્ર સમજવાની અને અનુભવવાની આવશ્યકતા છે . જેવી રીતે ઇલેક્ટ્રોનિક તારોમાં વહેતો કરંટ દેખાતો નથી , એને માત્ર પ્રકાશ રૂપે અનુભવવામાં આવે છે એવી જ રીતે ગૌમાતાની પણ વિલક્ષણ મહિમાને મહેસૂસ કરવાની આવશ્યકતા છે . માણસ માટે તો જન્મથી લઈને મૃત્યુ સુધી ગૌમાતા ઉપયોગી છે . આ જ કારણોસર માણસે ગૌ રક્ષણ કરવું કરજિયાત બની જાય છે.

આવા માન તપસ્વી, ક્રાંતિકારી રાષ્ટ્રભકત, ગૌભકત, ભૈરવની ઉપાસના કરનાર ગ્વાલ સંત સાધ્વીજી 75000 કિલોમીટરની  યાત્રા કરતા કરતા 18000થી પણ વધુ ગામો, કસબાઓ, શહેરોમાં ગૌસેવા, પ્રાણીસેવા, વૃક્ષ સેવા, જન સેવાની પ્રેરણા  આપતા આપતા આપણા શહેરમાં પધાર્યા છે.  રાજકોટ ખાતેની તેમની વ્યવસ્થા માટે એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, રમેશભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી, ધર્મેશભાઈ કકકડ સહિતની ટીમે જહેમત ઉઠાવી રહ્યા છે. આ બાબતે પત્રકારોને માહિતી  આપવા રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુંહતુ.આ યાત્રાની શરૂઆત રાજસ્થાનમાં  હલ્દીઘાટીથી કરવામાં આવી હતી 31 વર્ષની આ યાત્રા દુનિયામાં સૌ પ્રથમ વખત યોજવામા આવી છે. ગૌ પર્યાવરણ તથા અધ્યાત્મ ચેતના યાત્રા ટુંક સમયમાં જ ગુજરાતમાં   પ્રવેશ કરશે. ભારત દેશમાં એક દિવસમાં જ 1000થી વધુ ગાયોનાં કત્લ થાય છે. જેને રોકવા માટે  આ યાત્રા દ્વારા સંદેશો ફેલાવવાનું બિડુ ઝડપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.