Abtak Media Google News

૧૯૪૬માં વાલ્મિકી ફિલ્મમાં નારદનો રોલ કરી અભિનય યાત્રા શરૂ કરનાર રાજકપૂરે ૧૯૪૮માં આગ ફિલ્મથી અભિનેતા તરીકે ફિલ્મયાત્રા શરૂ કરી:આર.કે.ની ટીમે નરગિશ, શંકર, જયકિશન મુકેશ, શૈલેન્દ્ર-હસરત જયપુરી જેવા દિગ્ગજો સાથે શ્રેષ્ઠ ફિલ્મો બનાવી: ૧૯૩૫માં ઈકબાલ ફિલ્મમાં માત્ર ૧૧ વર્ષની વયે રાજકપૂરે કામ કયું હતું

માત્ર ર૩ વર્ષે ‘આગ’ ફિલ્મનું નિર્માણ કરી અભિનય પાત્રા શરૂ કરનાર રાજકપૂરે ઓછા ટેકનોલોજી વાળા યુગમાં આવારા, શ્રી ૪૨૦, બરસાત, જીસ દેશ મે ગંગા બહતી હે જેવી શ્રેષ્ઠ બનાવી. ‘મેરા નામ જોકર’ તેમની જીવન કથની આધારીત ફિલ્મ હતી આ ફિલ્મમાં રશિયન કલાકારોનો કાફલો હતો. બે ઇન્ટરવેલ વાળી લાંબી ફિલ્મ લોકોને પસંદ ન પડી ત્યારે રાજ સાહેબ દુ:ખી થયા હતા. ફિલ્મ ફરી પડદે આવી ત્યારે થોડા લોકોને પસંદ કરી પણ દેણામાં ડૂબેલ રાજકપૂર હિંંમત હાર્યા ન હતા. એક મુલાકાતમાં તેમણે જણાવેલ કે મારી શ્રેષ્ઠ ફિલ્મો તો બધાને પસંદ છે. પણ મારી ન ચાલેલી ‘જોકર’ફિલ્મ મને સૌથી વ્હાલી છે. રશિયામાં તેના ચાહકો હતા ત્યાના પ્રવાસે ગયા ત્યારે રૂસી લોકો મેરા જુતા હૈ જાપાની, પે પતલન ઇગ્લીસસ્તાની રસપે લાલ ટોપી રૂષી… કહેતા હૈ જોકર…. જેવા ગીતો એ જમાનામાં ગાતા જોવા મળતા હતા. જોકર જેવી ફિલ્મોને કારણે તે ગ્રેટ શો મેન કહેવાયા, તેમને ફિલ્મોમાં ગીતો-સંગીત સ્ટોરી દ્રશ્યાંકન વિગેરે પાસાઓની માવજતને કારણે તેઓ મહાન નિર્માતા કહેવાયા, દેશ વિદેશમાં સૌથી વધુ લોકપ્રિય કલાકાર હતા, તેમની જેવી ખ્યાતિ એકપણ કલાકારને મળી નથી તેમની ફિલ્મોમાં નરગીશ, પદ્મની, વૈજન્તીમાલા, પદમીની કોલાપુરી, ઝેબા બખત્યાર જેવી વિવિધ હિરોઇનની બ્રેક આપ્યો હતો.

ફિલ્મ જગતનાં ગ્રેટ શો મેન રાજકપૂર-જુના શ્રેષ્ઠ ફિલ્મો, ગીતો, લવસ્ટોરી વિગેરે વાતો થાય ત્યારે આર.કે.ની વાત સૌથી પહેલા આવે. તેમનો જન્મ ૧૪ ડિસેમ્બર ૧૯૨૪નાં રોજ પેશાવરમાં થયો હતો. પિતા પૃથ્વીરાજ કપુર નાટકો-ફિલ્મો સાથે જોડાયેલા હોવાથી રાજકપૂરને કલાવારસો જન્મથી મળ્યો હતો. ભાઈ શશીકપુર, શમ્મીકપુર પણ ફિલ્મીલાઈનમાં આવ્યા હતા. તેમનું અવસાન માત્ર ૬૩ વર્ષે ૨ જુન ૧૯૮૮માં દિલ્હી ખાતે થયું હતું. ભારતીય સિનેમાના મહાન શો મેન ચાર્લી ચેપ્લિન રાજકપૂર હતા. તેમણે નરગિશ, પદેમીની, વેંજતી માલા વિગેરે હિરોઈન પોતાની ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. રાજકપૂર વિદેશોમાં પણ ખુબ જ લોકપ્રિય હતા. રાજકપૂરની અભિનયયાત્રા ૧૯૩૫માં માત્ર ૧૧ વર્ષની વયે બાલ કલાકાર તરીકે ઈકબાલ ફિલ્મથી થઈ. પછી તે બોમ્બે ટોકીઝ સ્ટુડિયોમાં સહાયક તરીકે જોડાયા બાદમાં કેદાર શર્મા સાથે કામ કરવા લાગ્યા. તેમના પિતા પૃથ્વીરાજ કપૂર માનતા હતા કે રાજ વિશેષ કાર્ય નહીં કરી શકે. આથી તેમણે રાજકપૂરને કલેપર બોય, સહાયક તરીકે કાર્યમાં રાખતા હતા પરંતુ પિતા સાથે રહેતા, શિખતા, કામ કરતા રાજકપૂર, ફિલ્મ, નિર્માણ, દિગ્દર્શન, અભિનય જેવા તમામ પાસા શીખી ગયા હતા. એ વખતે કેદાર શર્માને રાજકપૂરમાં અભિનય ક્ષમતા દેખાયને ૧૯૪૭માં પોતાની ફિલ્મ નિલકમલમાં મુખ્ય નાયક અર્થાત હિરોની ભૂમિકા માટે પસંદ કર્યા. આ અગાઉ રાજકપૂરે ૧૯૪૬માં ફિલ્મ વાલ્મિકીમાં નારદમુનિનો રોલ કર્યો હતો. વાલ્મિકીના રોલમાં પિતા પૃથ્વી રાજકપૂર હતા. નરગિશ સાથે તેના રોમાન્સની બહુ ચર્ચા ચાલી હતી.

ફિલ્મી સફરની શરૂઆતમાં હિન્દી સિનેમાની વીનસ મનાતી સુપ્રસિઘ્ધ અભિનેત્રી મધુબાલા સાથે કરી હતી જેમાં ૧૯૪૬માં નિલકમલ, ચિતોડ વિજય, દિલ કી રાની તથા ૧૯૪૮માં અમર પ્રેમ ફિલ્મ હતી. નરગિસ બાદ મધુબાલા સાથે રાજકપૂરે વધુ ફિલ્મો કરી હતી તેનું સાચુ નામ રણબિર રાજકપુર હતું. બીજી ફિલ્મોની અસફળતાએ ભુલાવી દીધી બાદમાં ૧૯૪૮માં રાજકપૂરે પોતે નિર્માતા, નિર્દેશક, અભિનેતા તરીકે પ્રથમ ફિલ્મ આગ બનાવી પણ આ ફિલ્મ સફળ ન થઈ. સ્થાનિક પરંપરાને અનુકરણ ન કરતી હોવાથી આ ફિલ્મ ચાલી નહીં. આગ ફિલ્મમાં નાયિકા, નરગિસ, પ્રેમનાથ, નિગાર સુલતાના જેવા ધુરંધર કલાકારો હતા. રામ ગાંગુલી જે પૃથ્વી થિયેટરના નાટકોમાં સંગીતકાર હતા તેમણે આપ્યું હતું. ગાંગુલીના વૃંદમાં શંકર-જયકિશન નામના બે યુવાનો વાદક હતા. પ્રથમ ફિલ્મ સફળ ના થઈ પણ મહેબુબ ખાન, શાંતારામ, કેદારશર્મા, બિમલરોય જેવા દિગ્દર્શકોએ નોંધ લીધી હતી. આ ફિલ્મ આજે કલાસિક ગણાય છે.

બીજી ફિલ્મ બરસાત ૧૯૪૯માં જેમાં યુવા સંગીતકાર શંકર જયકિશન જોડાયા સાથે ગીતકાર, હસરત, શૈલેન્દ્રને ગાયક મુકેશ આર.કે.બેનરમાં પ્રવેશ થયાને ફિલ્મને ચાર ચાંદ લાગ્યા શ્રેષ્ઠ ગીતો આજે પણ લોકો યાદ કરે છે. આ ફિલ્મથી આર.કે.ટીમ બની જે અંત સુધી અડિખમ રહી. રાજકપુરની ફિલ્મી સફળતાના મોતીની માળા સમા મણકામાં મુકેશ, મન્નાડે, રફી, લતા, સમશાદ, આશાજી હતા. મ્યુઝિકમાં સેબેસ્ટીયન ડિસોઝા, સંગીત સહાયકોમાં દતારામ હતા. આર.કે.ફિલ્મની ફોટોગ્રાફી અલ્લાઉદીન, રઘુકરમાકર કરતા હતા. આ સમગ્ર ટીમે ૧૯૪૯થી આરંભાયેલા ફિલ્મી સફરે શ્રેષ્ઠ હિન્દી ફિલ્મો આપી જેમાં બરસાત, આવારા, આહ, શ્રી૪૨૦, બુટપોલીસ, જીસ દેશ મેં ગંગા બહતી હૈ, મેરા નામ જોકર જેવી ખ્યાતનામ ફિલ્મો કરી હતી.

છેલ્લે-છેલ્લે ચરિત્ર અભિનેતા તરીકે કલ આજ ઔર કલ, દો જાસુસ, ચાંદી-સોના, અબ્દુલા, ગોપીચંદ જાસુસ, ધરમ-કરમ જેવી ફિલ્મો કરી હતી. તેમના પુત્રો રણધિર કપુર, ઋષિકપુર, રાજીવકપુર પણ ફિલ્મી લાઈનમાં સફળતમ હિરો રહ્યા છે. બે પુત્રી ઋતુ અને રીમા હતી. તેમના પત્ની ક્રિષ્ણા મલ્હોત્રા હતા. ૧૯૮૭માં દાદા સાહેબ ફાલકે પુરસ્કાર એનાયત થયો. જયારે ૧૯૭૧માં પદ્મભુષણથી રાજકપૂરને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત તેને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અનાડી, જીસ દેશ મેં ગંગા બહતી હૈ, સંગમ, મેરા નામ જોકર માટે મળ્યો હતો. નિર્દેશકનો એવોર્ડ રામ તેરી ગંગા મૈલી, પ્રેમરોગ જેવી ફિલ્મોને મળેલ હતો તેનું ફિલ્મમાં મોટાભાગે રાજ કે રાજુનામ હતું.

Febfb1B4A11B48Cce6222C15766F058A

રાજકપૂરની ફિલ્મો તેમના જીવન સાથે જોડાયેલી હતી. તેની મોટાભાગની ફિલ્મોમાં નાયક પોતે જ હતા. રાજકપૂર, દિલીપકુમાર હિન્દી ફિલ્મ જગતનાં બે સ્તંભ હતા. રાજકપૂર જેવી ફિલ્મી ઉંચાઈ કોઈ કલાકારને મળી નથી. રાજકપૂરને સંગીતની ઉંડી સુઝ હોવાથી તેની ફિલ્મના ગીતોમાં તે બહુ જ રસ લેતા. ગાયક મુકેશને તે પોતાનો આત્મા કહેતા. મેરા નામ જોકર તેમના જીવનની શ્રેષ્ઠ ફિલ્મ બનશે તેમ માનતા રાજકપૂર ફિલ્મ ફલોપ જતાં ખુબ જ ઉદાસ થઈ ગયા હતા. આ ફિલ્મ તેમને બહુ જ ગમતી હતી.

ગીતકાર શૈલેન્દ્રએ બનાવેલી તિસરી કસમ ફિલ્મ તેમને બહુ જ ગમતી હતી. વિતેલા વર્ષો દર વર્ષે રાજકપૂરને એવોર્ડ અચુક મળતો હતો. હિન્દી ફિલ્મ જગતનું મયુરપંખ રાજજીને લોકો સદૈવ યાદ કરે છે. તેમની ફિલ્મોમાં લવસ્ટોરી, માદક દ્રશ્યોને કારણે ખુબ જ ચર્ચાઈ હતી. તેમના પુત્રને ચમકાવવા બોબી બનાવી જેમાં ઋષિ કપૂર તો રામ તેરી ગંગા મેલીમાં રાજીવકપુરને તક આપી હતી. તેમણે પોતાની ફિલ્મો સિવાય અન્ય નિર્માતા નિર્દેશકો સાથે પણ કામ કરીને શ્રેષ્ઠ ફિલ્મો આપી હતી.

હિન્દી ફિલ્મ જગતના સુવર્ણયુગ નિર્માણમાં રાજકપૂરનો ફાળો અમુલ્ય છે. તેમણે સુંદર હેતુલક્ષી અને સામાજીક ફિલ્મો નિર્માણ કરી હતી. સાથોસાથ હિન્દી ફિલ્મ જગતનાં શ્રેષ્ઠગીતો રાજકપૂરે આપ્યા છે. તેઓ કહેતા કે સંગીત જ મારું જીવન છે. જીના યહાં મરનાં યહાં ઈસકે સિવા જાના કહા તેમનો જીવનમંત્ર હતો જે એમની ફિલ્મોમાં જોવા મળતો હતો. જાને કહા ગયે વો દિન…વો ગીત…વો સંગીત

રાજકપૂરની ફિલ્મો

નીલકમલ, આગ, અમરપ્રેમ, અંદાજ, સુનહરે દિન, બરસાત, પરિવર્તન, જાન પહેચાન, દાસ્તાન, પ્યાર, બાવરે નૈન, ર્ભંવરા, સરગમ આવારા, બેવફા, આશિયાના, અંબર, અનહોની, પાપી, આહ, ધુન, બુટપોલીશ, શ્રી૪૨૦, ચોરી ચોરી, જાગતે રહો, શારદા, ફિર સુબહ હોગી, મેં નશેમે હું, દો ઉસ્તાદ, કનૈયા, અનાડી, છલિયા, શ્રીમાન સત્યવાદી, જિસ દેશ મેં ગંગા બહતી હૈ, નજરાના, આશિક, દિલ હી તો હે, એક દિલ, સો અફસાને, દુલ્હા-દુલ્હન, સંગમ, તિસરી કસમ દિવાના, એ રાઉન્ડ ધ વર્લ્ડ, સપનો કા સોંદાગર, મેરા નામ જોકર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.