Abtak Media Google News
  •  માલવાહકમાં લિફ્ટમાં ફસાઈ જવાથી ૧૭ વર્ષીય તરુણનું મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી

જામનગર ન્યૂઝ : રણજીત નગર પટેલ સમાજના પ્રસંગ દરમિયાન કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા માલવાહક લિફ્ટમાં માલ સામાન પહોંચાડવા માટેની કાર્યવાહી ચાલી રહી હતી . જે દરમિયાન કેટરિંગના કર્મચારી તોસિફ અહેમદભાઈ મકવાણા કે જે લિફ્ટમાં ફસાયો હતો અને ગંભીર રીતે ઘાયલ થવાથી તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું. જેથી ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

આ બનાવને લઈને કેટરિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓ તથા અન્ય લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ કરાતાં પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે માતમ છવાયો છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.