Abtak Media Google News

ટ્રેનને હોલ્ટ કરવા, યોગ્ય સ્ટોપેજ આપવા, લેડીઝ કમ્પાર્ટમેન્ટ, લીફટની યોગ્ય વ્યવસ્થા અને ઈમરજન્સી કવોટાની ફાળવણી અંગે રજૂઆત

અત્રેથી તા.૧૪ના રોજ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઈ વોરાની આગેવાની હેઠળ ઉપપ્રમુખ કાંતીભાઈ જાવીયા, માનસસહમંત્રી સંજયભાઈ મહેતા તથા સૌરાષ્ટ્ર પેસેન્જર એસો.ના પ્રમુખ કિરણભાઈ શુકલનું બનેલ એક પ્રતિનિધિ મંડળ ડી.આર.એમ. રાજકોટ ડીવીઝન પી.બી. નિનાવેની રૂબરૂ મુલાકાત લઈ રેલવેને લગતા મહત્વના પ્રશ્નો રજૂ કર્યા જેમાં ભકિતનગર રેલવે સ્ટેશન ખાતે અહીસા એકસપ્રેસ સોમનાથ જબલપુર, પોરબંદર હાવડા જેવી લાંબા અંતરની મહત્વની ટ્રેઈનોને અપ અને ડાઉનમાં હોલ્ટ આપવા અંગેની પડતર રહેલ માંગણી દોહરાવવામાં આવી.

ભકિતનગર પ્લેટ ફોર્મ ૨૩ ડબ્બાની ટ્રેઈન માટે સક્ષમ રહેલ છે. તેમ છતાં કેટલીક ટ્રેઈનોને યોગ્ય સ્ટોપે જ સુધી લઈ સ્ટોપ કરવાની બદલીમાં આગળ પાછળ સ્ટોપ કરતા હોવાને કારણે લગભગ ૩ ડબ્બા પ્લેટ ફોર્મની બહાર એટલે કે લક્ષ્મીનગરના નાલા પર આવે તેવી રીતે સ્ટોપ થતી હોવાથી ઉતરનાર ચડનાર પેસેન્જરોને ખૂબજ મુશ્કેલી પડે છે.તેથી આવી ટ્રેઈનો યોગ્ય દર્શાવેલ સ્ટોપેજના માર્કીંગ સુધી એન્જીન લઈ સ્ટોપ કરવું જોઈએ જે અંગે ડીઆરએમ પ્રત્યુતરમાં તાત્કાલીક જે તે અધિકારીઓને પ્રતિનિધિ મંડળની હાજરીમાં બોલાવી યોગ્ય સુચના આપવામાં આવી.

રાજકોટ ડીવીઝનથી શરૂ થતી કેટલીક ટ્રેઈનોમાં લેડીઝ માટે અલગ કમ્પાર્ટમેન્ટ રાખવાની સુચના હોવા છતાં રાખવામાં આવતો ન હોવા અંગે રજૂઆત કરતા તાત્કાલીક યોગ્ય સુચના આપવામાં આવેલ.કેટલીક નવી લાંબા અંતરની ટ્રેનો રાજકોટ સુધી લાવવા અંગેની માંગણી રજૂ કરતા ડીઆરએમ તરફથી જણાવવામાં આવેલ કે, આ બાબત રેલવે બોર્ડ સમક્ષ કે જનરલ મેનેજર વેર્સ્ટન રેલવે સમક્ષ યોગ્ય સ્તરે માંગણી કરવી જોઈએ અને આ માંગણી અંગે જરૂરી જણાય ત્યાં ડી.આર.એમ. તરફથી ભલામણ કરવામાં આવશે અને પૂર્ણ સહકાર આપવા ખાતરી આપવામાં આવી.

લક્ષ્મીનગર એટલે કે નાનામવા રોડ ઉપરના નાલાને પહોળુ કરવા બાબતે રજૂઆતમાં જણાવ્યા મુજબ ડી.આર.એમ. રાજકોટ તરફથી આ નાલાની ડિઝાઈન અંગેની પ્રોસેસ ચાલી રહી છે. અને મ્યુ. કોર્પોરેશન તથા ડી.આર. એમ.ના સંયુકત સહકારથી આ નાલુ સત્વરે પહોળુ કરવાની પ્રક્રિયા થઈ રહી છે.

રાજકોટ જંકશન સ્ટેશન પ્લેટ ફોર્મ નં. ૨ અને ૩ વચ્ચેની આવેલી લીફટ વ્યવસ્થીત રીતે સમયસર કાર્યરત રહેતી ન હોય, જરૂરતના સમયે લીફટ ઓપરેટર લીફટ બંધ કરી ચાવી પોતા પાસે રાખી હાજર રહેતા નથી તેથી લીફટનો ઉપયોગ થઈ શકતો નથી. તેવી રજૂઆતના પ્રત્યુતરમાં ડીઆરએમએ તાત્કાલીક જે તે અધિકારીઓને સખત શબ્દોમાં સુચના આપી લીફટ સમયસર ચાલુ રહે તે અંગે અધિકારીઓએ અવાર નવાર ચેકીંગ કરવા જણાવવામાં આવ્યું.

આ ઉપરાંત કેટલીક ટ્રેનોમાં રાજકોટ ડીવીઝનના ઈમરજન્સી રીર્ઝવેશન કવોટા ન હોવાને કારણે આવી ટ્રેનોમા ઈમરજન્સીમાં મુસાફરી કરનાર પેસેન્જરોને મુશ્કેલી પડતી હોય છે. તેથી તેવી ગાડીઓમાં ઈમરજન્સી કવોટા ફાળવણી કરવી જોઈએ તેમજ અમદાવાદથી શરૂ થતી લાંબા અંતરની કેટલીક ગાડીઓમાં રાજકોટ ડીવીઝનના ઈમરજન્સી રીઝર્વેશન કવોટાની ફાળવણી કરવી જોઈએ જે અંગે વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે.આમ એક ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા, ઉપપ્રમુખ કાંતીભાઈ જાવીયા તથા કિરણભાઈ શુકલ પ્રમુખ સૌરાષ્ટ્ર પેસેન્જર એસો. દ્વારા જણાવવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.