Abtak Media Google News

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી…

જન્માષ્ટમીના દિવસે  એકટાણુ  અથવા ઉપવાસ કરવાથી મળે છે: લાભ અને યશ

આજે શીતળા સાતમ છે. આ દિવસે  શીતળા માતાજી ની પૂજા કરવાનું મહત્વ વધારે છે તથા ટાઢુ ખાવાનું મહત્વ છે.આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી શીતળા માતાજી ની કુલેર બનાવી અને શ્રીફળ તથા કુલેર લઇ શીતળા માતાજીના મંદિરે સહ પરિવાર જવું ત્યારબાદ માતાજીને દિવો અથવા અગરબતી કરવી. શ્રીફળ વધેરવું. કુલેર ધરવી અને પ્રાર્થના કરવી. મારી તથા મારા બાળકો કુટુંબીજનો નું બીમારી થી  રક્ષણ કરજો. શીતળા માતાજી શીતળના એટલે કે, ઠંડકના દેવી છે. ધરમાં લોકો વારંવાર બીમાર પડતા હોય તો બીમારી દુર થાય છે અને ધરમાં આવ નવાર ખોટા ઝગડા રહેતા હોય તો પણ માતાજીને પ્રાર્થના કરવાથી ઘરમાં શાંતિ થાય છે.

Advertisement

આથી શીતળા સાતમના દિવસે આખા પરિવારે ભેગા મળી અને માતાજીનું પુજન કરવું. આ દિવસે ટાઢુ ભોજન કરવું કોઈ પણ ગરમ રસોઇ રાંધવી નહીં સમાજમાં એક ખોટી માન્યતા છે કે શીતળા માતાજી જો રિસાઈ તો શીતળા ની બીમારી આપે પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે માતાજી ટાઢક ના દેવી છે માતાજી જીવનમાં શાંતિ આપે છે અને બીમારીમાંથી રક્ષણ આપે છે

ખાસ કરીને જે લોકોને કોઈ મોટી બીમારી હોય  કોઈપણ દવા પણ લાગુ ન પડતી હોય તો આ દિવસે માતાજીને પ્રાર્થના કરવી જોઈએ મારી બીમારી માતાજી દૂર કરો પૂજા કરવી જોઈએ   આ દિવસે ઉપવાસ અથવા એકટાણું રહેવું જોઈએ.

કાલે શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમી છે. ભારતના બધા જ પ્રમુખ કૃષ્ણ મંદિરમાં તા. 7.9.23 ગુરૂવાર નાં દિવસે જ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે.

એક માન્યતા પ્રમાણે કૃષ્ણ ભગવાન નો જન્મ આ જન્માષ્ટમી થી 5249 વર્ષ પહેલા થયેલો એટલે કે આ વર્ષે 5249 મી જન્માષ્ટમી ઉજવાશે

વર્ષમાં ચાર મહાશિવરાત્રી આવે છે. કાલરાત્રી એટલે કાળી ચૌદશની રાત, મહારાત્રી એટલે મહાશિવરાત્રી, મોહરાત્રી એટલે જન્માષ્ટમીની રાત્રી, દારૂણરાત્રી એટલે હોળી ની રાત્રી. આચાર મહારાત્રી દરમ્યાન કરેલ પૂજા-પાઠ, અનુષ્ઠાન તુરંત ફળદાયી બને છે.આમ પુરાણ પ્રમાણે પણ જન્માષ્ટમીની રાત્રીનું મહત્વ વધારે રહેલું છે.

જન્માષ્ટમી ની રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ચોખાની ઢગલી કરી દિવો કરી તેનાં ઉપર બાળ ગોપાલ  શ્રીકૃષ્ણ ભગવાનની છબી પધરાવવી. આગળ એક પાત્રમાં ભગવાનને રાખી અને જળ પંચામૃત, સાકરવાળા દુધથી અભિષેક કરવો ત્યારબાદ ભગવાન ને બાજોઠ ઉપર રાખી વસ્ર મુકુટ પહેરાવી અને ચંદન ચોખા કરી ફુલ અર્પણ કરી અબીલ-ગુલાલ ચડાવવા, નૈવેદ્ય માં મીઠાઈ માખણ ધરવું અથવા દહી ધરી શકાય, આરતી કરવી, પગે લાગવું આમ ઘર નાં સભ્યો ભેગા મળી શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવાથી ઘરમાં શાંતિ મળે છે અને સંપ રહે છે.

તે ઉપરાંત જન્માષ્ટમીની રાત્રેૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જપ કરવાથી માનસીક શાંતિ મળે છે. 1 અથવા 11 માળા કરવી. શ્રી કૃષ્ણ ભગવાનની જન્મ તિથી આઠમ અને રાત્રીનાં આઠમા પહેરમા તથા વિષ્ણુ ભગવાનનાં આઠમાં અવતાર તરીકેથયેલો. જે લોકોને જીવનમાં કામ કર્યા છતાં યશ ન મળતો હોય તો જન્માષ્ટમીની રાત્રે શ્રીકૃષ્ણ ભગવાનની છબી સામે દેવો અવા અગરબતી કરીઅને ૐ કલીમ્ કિષ્ણાય નમ: મંત્ર ની 11 માળા કરવાથી લાભ અને યશ મળશે.જન્માષ્ટમીનાં દિવસે એકટાણુ અથવા ઉપવાસ જરૂર રહેવો.

– શાસ્રી રાજદીપ જોષી (વૈદાંત રત્ન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.