Abtak Media Google News

કંપનીના નિષ્ણાંતોએ ખેડુતોને સારી ઉપજ માટે કાયાકલ્પની મદદથી સ્વસ્થ જમીન, સ્વસ્થ પાક બનાવવા માટે શિક્ષીત કર્યા

‘કાયાકલ્પ’ એક જૈવિક ઉત્પાદન છે જે ખેડુતોને ખર્ચના પ્રમાણમાં પૂરેપૂ‚ વળતર આપે છે

ઈન્સેકિટસાઈડ્સ ઈન્ડિયા લી. આઈઆઈએલના ઓર્ગેનીક ઉત્પાદન કાયાકલ્પના ઉપયોગથી ગુજરાતમાં મગફળીના પાકની ઉપજમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કાયાકલ્પથી માત્ર ઉપજમાં જ ૨૦ ટકા સુધીનાં વધારો તો થયો જ સાથે સાથે માટીના રંગ અને બંધારણમાં પણ સ્પષ્ટ સુધારો થયો છે. કાયાકલ્પના ઉપયોગ પછી મગફળીના છોડ પહેલા કરતા વધુ તંદુરસ્ત અને લીલા નજર આવી રહ્યા છે.

કાયાકલ્પ માટીના જૈવિક ક્ષમતા વધારવાના મામલે એક કુદરતી અસરકારક પરિબળ તરીકે કામ કરે છે.તથા તેમાં પોષક તત્વોની માત્રા વધારે છે. અને માટીને સ્વસ્થ બનાવવા માટે એક ટોનિકની જેમ કામ કરે છે જેનાથી ભારતીય ખેડુતોને પાતેની ઉપજ વધારવામાં મદદ મળે છે. પાણીની અછત દરમિયાન ખેડુતોને મદદ કરે છે કારણ કે તે જમીનને પોચી બનાવે છે. જેનાથી જમીનની પાણી શોષવાની ક્ષમતા વધે છે. અને ભેજનો વધુ સમય માટે સંગ્રહ કરે છે. આ પ્રોડકટ દરેક પ્રકારની તપાસ પ્રક્રિયામાથી પસાર થઈ છે. અનેતેને નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક ફાર્મિંગ મિનિસ્ટ્રિ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર, ભારત સરકારની ભલામણ પણ પ્રાપ્ત થઈ છે.

આઈઆઈએલના વાઈસ પ્રેસીડેન્ટ પી.સી.પબ્બીએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેવડાના આ ખેડુતોએ આઈઆઈએલ દ્વારા દેવડામાં ખેડુતો માટે યોજાયેલા એક ખેડુત શિબિરમાં પોતાના અનુભવ વહેંચ્યા હતા કાર્યક્રમના આજના સત્રમાં આશરે ૨૫૦ ખેડુતોએ ભાગ લીધો હતો. જે ખેડુતોએ કાયાકલ્પનો તેમના ખેતરોમાં પહેલેથી ઉપયોગ કર્યો છે. તેઓ પરિણામોથી ખૂબજ જ પ્રભાવિત થયા છે. તથા તેઓ આગામી પાક દરમિયાન પણ આ સંશોધનાત્મક ઉત્પાદન કાયાકલ્પનો ઉપયોગ કરશે.

આઈએલ ના એજીઅલ માર્કેટ ડેવલપમેન્ટ સંજય સિંઘે જણાવ્યું કે, વિવિધ પ્રકારની જમીનોમાં અમે કાયાકલ્પની ચકાસણી કરી હતી અને તેના પરિણામોથી સંપૂર્ણ પણે સંતુષ્ટી થઈ હતી હવે ખેડુતોના આ સકારાત્મક પ્રતિભાવોએ અમને વધારે પ્રોત્સાહિત કર્યા છે. અમે આવી વધુ શિબિરોનું આયોજન કરી રહ્યા છીએ. જેથી વધુને વધુ ખેડુતો અમારા ઉત્પાદનનો લાભ લઈ શકે તથા પોતાની જમીનને જીવંત બનાવી તેની કુદરતી શકિત પાછી લઈ શકે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.