Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી નુ માન ધરાવતા ભારત ના અર્થતંત્ર નેપાંચ ટ્રીલિયન અમેરિકન ડોલર નું કદ આપવાના રોડ મેપ પર વિકાસ વેગવાન બની ચૂકયું છે ત્યારે દેશનું અર્થતંત્ર ખરા અર્થમાં પ્રગતિશીલ બની રહ્યું હોય તેમ એપ્રિલ માસમાં જ જીએસટી નું અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન નો આંક 1.7 લાખ કરોડે પહોંચ્યો છે જીએસટીની આવકમાં 20 ટકાનો વધારો નોંધાયો છે અને હજુ આ આવકમાં સતત વૃદ્ધિ થાય તે નિશ્ચિત મનાઇ રહ્યું છે, વિકાસ માટે સક્ષમ અર્થતંત્ર હોવું જરૂરી છે, આવક સામે ખર્ચનું સંતુલન જાળવવું જરૂરી છે કોઈપણ સુવિધા નાણાં ખર્ચ્યા વગર મળે નહીં, યોગ્ય વ્યવસ્થા માટે યોગ્ય ભંડોળ પણ અનિવાર્ય છે, ત્યારે દેશના અર્થતંત્ર માટે મહેસુલી આવક વધારવી અનિવાર્ય છે, તેવા સંજોગોમાં વિકાસ માટેના રૂપિયા ઉભા કરવા માટે અત્યારે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ ની આવક સરકાર માટે કમાઉ દીકરો સાબિત થઇ રહી છે,

Advertisement

વિકાસના વેગીલા રોડ મેપ પર જીએસટી ની આવક પણ સતત પણે વધતી જાય છે હાલના તબક્કે ભારતની આવક ઉત્તરોત્તર વધી રહી છે દુનિયાભરમાં જ્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી ના કારણે ઊભી થયેલી આર્થિક કટોકટી ને લઈને મોટા મોટા પદેશોનું અર્થતંત્ર ખાડે ગયું હતું,તેવી સ્થિતિમાં ભારતે લાંબાગાળાના આયોજન, કોરોનાના મુકાબલાની સાથે સાથે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, ક્રૂડ ઓઇલના વધતા જતા ભાવો, કોરોના ની કામગીરી ના ખર્ચ , વેપાર-ઉદ્યોગ નું સંતુલન સાધવામાં ભારે ચીવટતા દાખવીને પડકારજનક પરિસ્થિતિમાં પણ દેશના અર્થતંત્રમાં સંતુલન જાળવવામાં સફળતા મેળવી છે, હવે જ્યારે બધું રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે જીએસટીની આવકમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે 1.7 લાખ કરોડની જીએસટી ની આવક હજુ વધશે ..દેશના વિકાસના રોડમેપ માટે જીએસટી મુખ્ય પ્લેટફોર્મ બની જાયતે સંભવ બન્યું છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.