GTU દ્વારા VVP કોલેજને “સર્ટિફિકેટ ઓફ એપ્રિસીએશન” એનાયત

VVP એન્જિનિરીંગ કોલેજની  યશગાથામાં વધુ એક પ્રસંગનો ઉમેરો થયો: નરેન્દ્રભાઈ દવે

જીટીયુ દ્વારા 15માં સ્થાપના દિવસની  ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો  ગુ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી,  રાજ્ય શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર, ટેક્નિકલ એજ્યુકેશન વિભાગના ડિરેક્ટર  જી. ટી. પંડ્યા, જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ, બીઓજી મેમ્બર અમિત ઠાકર જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેર  ની હાજરી માં  વિવિધ કર્મચારીઓ અને સંસ્થાઓને સન્માનિત  કરી બિરદાવમાં આવ્યા હતા આ તકે  વીવીપી એન્જિનિરીંગ કોલેજ ને ઉચ્ચ શિક્ષણ માં આઉટ સ્ટેન્ડિંગ  કંટ્રીબ્યુશન આપવા બદલ અને એક સાથે ચાર બ્રાંચ માં એમબીએ એક્રેડિટેશન મેળવવા બદલ સર્ટિફિકેટ ઓફ એપ્રિસીએશન આપવામાં આવ્યું હતું

વીવીપી ના ટ્રસ્ટી  નરેન્દ્રભાઈ દવે એ જણાવ્યું હતું કે  વીવીપી એન્જિનિરીંગ કોલેજ ને ઉચ્ચ શિક્ષણ માં આઉટ સ્ટેન્ડિંગ  કંટ્રીબ્યુશન આપવા બદલ અને એક સાથે ચાર  બ્રાંચમાં એમબીએ એક્રેડિટેશન મેળવવા માટે  સર્ટિફિકેટ ઓફ એપ્રિસીએશન મળવું તે વીવીપીનાં પ્રિન્સિપાલ ગઇઅ કોર્ડીનેટર્સ, કો-કોર્ડીનેટર્સ,  તજજ્ઞ પ્રાધ્યાપકો, સેમિટીચિંગ, નોન ટીચિંગ સ્ટાફ ના અથાગ પરિશ્રમ અને ટીમવર્ક તથા વિદ્યાર્થીઓ અને વાલીઓનો વીવીપી પર સંપૂર્ણ વિશ્વાસ દર્શાવે છે.  તથા વીવીપી  એન્જિનિરીંગ કોલેજની  યશગાથામાં વધુ એક પ્રસંગ નો ઉમેરો થયો છે.

આ પ્રસન્ગે સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કેોશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા,  હર્ષલભાઈ મણીયાર તથા ડો. નરેન્દ્રભાઈ દવેએ આચાર્ય જયેશભાઇ દેશકર તથા વિદ્યાર્થીઓ અને  કર્મચારીઓ ને શુભેચ્છા આપી હતી.