Abtak Media Google News

સાધારણ પરિવારની દીકરીઓ અ1 ગ્રેડથી ઉત્તેજના થઈ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.10ના પરિણામમાં પંચશીલ સ્કુલ આગવું સ્થાન ધરાવે છે. પંચશીલ સ્કુલ રાજકોટ ના ડિરેક્ટર ડીકે વાડોદરિયા અબતકની વિશિષ્ટ વાતચીતમાં જણાવ્યું કે એસએસસી બાળકોના પ્રથમ બોર્ડનું વર્ષ તેમની આવડત અને મહેનત અક્કલ, હોશિયારીથી ખૂબ જ સારું પરિણામ લાવી છે.

પંચશીલ સ્કુલ ના ઘણા વિદ્યાર્થીઓ બોર્ડની ધોરણ 10ની એસએસસીની પરીક્ષામાં અવલ ક્રમે ઉત્તીર્ણ થયા છે, જેમાંના બે વિદ્યાર્થીઓ એ ખૂબ જ સારું પરિણામ લાવ્યા છે. ગુજરાત બોર્ડનું પરિણામ 66.41 ટકા આવ્યું છે જેમાં પંચશીલ સ્કુલ નું પરિણામ 95.26% આવેલું છે જે ખૂબ ગૌરવપૂર્વક વાળી વાત છે.

પંચશીલ સ્કુલ માં 95 થી વધુ પીઆર વાળા 21 વિદ્યાર્થીઓ, 90થી વધુ પીઆર વાળા 38 વિદ્યાર્થીઓ, 80થી વધુ પીઆર વાળા 80 વિદ્યાર્થીઓ સારા માર્કસે ઉત્તીર્ણ થયા છે. વાલીઓના  અભિપ્રાયમાં  વિદ્યાર્થીના વાલીઓએ  ખુબજ ગદગદ થઈને તેમના બાળકોને સહર્ષ  સાથે અવલ્લ  નંબરે આવતા ખુબજ ભાવિ સુધરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

યસ્વી કાલરીયા એસએસસીના બોર્ડ પરીક્ષામાં 99.83ઙછ એ-વન ગ્રેડ મેળવ્યો છે. યસ્વી એ ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવે છે અને તે ખૂબ જ હોશિયાર અને મહેનતુ છે જેને અવ્વલ નંબરે ગુજરાત બોર્ડ માં માર્ક આવ્યા છે જેને સ્કૂલ દ્વારા ખૂબ જ શુભેચ્છા પાઠવવામાં આવી છે.જેને ભવિષ્યમાં  ડોકટર બનવાની ઈચ્છા છે.

હેમાક્ષી એ વરુ પંચશીલ સ્કુલના હોનહાર વિદ્યાર્થી કે જેના પિતા એક ચાની કેબીન તો ધંધો કરે છે. હેમાક્ષી વધુ કેજે 98.53ઙછ સાથે ખુબ જ સરસ રીતે બોર્ડની પ્રથમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.