Abtak Media Google News

ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.  11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 સુધી પરીક્ષા યોજાશે.  11 માર્ચ 2024થી 22 માર્ચ 2024 વચ્ચે બોર્ડની પરીક્ષા યોજાશે.  ધોરણ 10ની પરીક્ષાનો સમયે સવારે 10થી બપોરે 1.15 વાગ્યાનો રહેશે.

ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરે 3થી સાંજના 6.15 વાગ્યાનો રહેશે. ધોરણ 12 કામર્સનું પ્રથમ પેપર નામાના મૂળતત્વોનું રહેશે. ધોરણ 12 સાયન્સનું પ્રથમ પેપર ફિઝિક્સનું રહેશે.

ધોરણ-12 પછી લેવાતા ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના રોજ લેવાશે: ધોરણ 10ની પરીક્ષાનો સમયે સવારે 10થી બપોરે 1.15 વાગ્યાનો જયારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરે 3થી સાંજના 6.15 વાગ્યાનો રહેશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિવેદનમાં જણાવાયુ છે કે ધોરણ 10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની માર્ચ 2024ની પરીક્ષા તારીખ 11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઈટ ઠઠઠ. ૠજઊઇ.જ્ઞલિ પર મુકવામાં આવેલ છે.

ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે. જોકે, ધોરણ-12 પછી લેવાતા ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના રોજ લેવાશે. આ ઉપરાંત ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે.

તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે.ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલ 2024 ના રોજ લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાઈ છે.

ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા લેવાશે.

ભૌતિક વિજ્ઞાન , રાસાયણિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને પેરા મેડિકલ શાખાઓમાં જવા માટે ગુજકેટની પરીક્ષા ખૂબ જ મહત્વની છે.

ગુજકેટની પરીક્ષા 02-04-2024 મંગળવારના રોજ સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેંદ્રો ખાતે યોજાશે.

 ધોરણ 10નું ટાઈમ ટેબલ

  • 14 માર્ચ- ગુજરાતી
  • 16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
  • 17 માર્ચ- બેઝિક ગણિત
  • 20 માર્ચ- વિજ્ઞાન
  • 23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
  • 25 માર્ચ- અંગ્રેજી
  • 27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
  • 28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ

  • 14 માર્ચ- નામના મૂળતત્વ
  • 15 માર્ચ- તત્વ જ્ઞાન
  • 16 માર્ચ- આંકડાશાસ્ત્ર
  • 17 માર્ચ- અર્થશાસ્ત્ર
  • 20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
  • 21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
  • 24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
  • 25 માર્ચ- હિન્દી
  • 27 માર્ચ- કોમ્પ્યુટર
  • 28 માર્ચ- સંસ્કૃત
  • 29 માર્ચ- સમાજ શાસ્ત્ર

12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ

  • 14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
  • 16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
  • 18 માર્ચ- જીવ વિજ્ઞાન
  • 20 માર્ચ- ગણિત
  • 23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
  • 25 માર્ચ- કોમ્પ્યુટર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.