Abtak Media Google News

આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ડબલ એન્જિન સરકારને બુલેટ ગતિ આપતું આત્મનિર્ભર બજેટ રજૂ કર્યું હતું આજના બજેટ પુસ્તક ના લાલ કલરના મુખપુષ્ટ ઉપર મોઢેરાનું પ્રાચીન સૂર્યમંદિર નું ચિત્ર નું આંકલન કર્યું છે

અંદાજપત્રમાં મુખ્ય પાંચ સ્તંભ પર ભાર મૂકાયો: રૂ.916.87 કરોડની પુરાંત: તમામ વિભાગો માટે માતબર જોગવાઇ: આત્મનિર્ભર ગુજરાતની થીમ પરનું બજેટ

અમૃતકાળના 25 વર્ષ માટે રાજ્યના વિકાસની દિશા નિર્ધારિત કરતા બજેટમાં મૂડી ખર્ચમાં 91 ટકાનો તોતીંગ વધારા સાથે રૂ.72,509 કરોડની જોગવાઇ

અબતક, રાજકોટ: ગુજરાત વિધાનસભાની ગત ચુંટણીમાં જનતા જર્નાદને ભાજપને ઐતિહાસિક જીત અપાવી છે. નવી સરકાર દ્વારા આજે પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કદની દ્રષ્ટિએ ઐતિહાસિક એવા રૂ.301022 કરોડના બજેટમાં ગુજરાતની જનતા પર એકપણ રૂપિયાનો કરબોજ લાદવામાં આવ્યો નથી.

Advertisement

બજેટની મુખ્ય થીમ આત્મનિર્ભર ગુજરાત હોય તેવું લાગી રહ્યું છે. 916.87 કરોડની પુરાંત વાળા વર્ષ-2023-2024ના બજેટમાં તમામ વિભાગો માટે માતબર નાણાની જોગવાઇ કરવામાં આવી છે.  વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરતી વેળાએ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે દેશની કુલ વસતીના 5 ટકા વસતી ધરાવતા ગુજરાતનો વર્ષ-2021-2022ની દેશની કુલ જીડીપીમાં 8.36 ટકા જેટલો ફાળો રહ્યો હતો. દેશના મોટા રાજ્યોમાં છેલ્લા દશકામાં સરેરાશ 12.56 ટકાના દરે વાર્ષિક વિકાસ થયો છે. ગુજરાતે દેશના ગ્રોંથ એન્જિંનનું બિરૂદ મેળવ્યું છે.

આગામી સમયમાં દેશના અર્થતંત્રમાં ગુજરાતનો ફાળો 10 ટકા કે તેથી વધુ રહે અને દરેક ક્ષેત્રને વિકાસની વેગ આપવા ગુજરાત સરકારની મુખ્ય નેમ છે. ગુજરાતના વિકાસને વધુ વેગવાન બનાવવા માટે વર્તમાન સરકાર પર મુખ્ય પાંચ સ્તંભ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં વિકાસનો પહેલો સ્તંભ સમાજના ગરીબ અને જરૂરીયાતમંદ વર્ગને પાયાની સુવિધાઓ સાથે સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો છે. તેઓ વિકાસ યાત્રામાં સહભાગી થાય તે માટે સરકારની પ્રથમ ભાગીદારી છે. સમતોલ વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે માનવ સંશાધનનો વિકાસ દ્વિતીય સ્તંભ છે.

જનસુખાકારી તેમજ આર્થિક સમૃદ્વિને વધારે સુદ્રઢ બનાવવા વિશ્ર્વસ્તરીય, આંતર માળખાકીય  સવલતો ઉભી કરવી તે અમારો તૃતીય સ્તંભ છે. ખાનગી રોકાણોને પ્રોત્સાહન આપી કૃષિ, ઔદ્યોગીક અને સેવા ક્ષેત્ર ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ થકી રોજગારીની નવી તકોનું સર્જન કરવું તે વિકાસ યાત્રાનો ચોથો સ્તંભ છે. જ્યારે પાંચમો સ્તંભ ગ્રીન ગ્રોંથ થકી પર્યાવરણની જાળવણી માટે ઉપલબ્ધ સંશાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો રહેશે. છેલ્લાં બે દશકામાં ગુજરાતમાં સર્વ સમાવેક વિકાસનો મજબૂત પાયો નાંખવામાં આવ્યો છે. આ પાયા પર અમૃતકાળ માટે ગુજરાતના સામાજીક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારિત કરતું બજેટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તેઓએ ઉમેર્યું હતું કે ગરીબ અને જરૂરીયાતમંદ વર્ગ માટે પાયાની સુવિધાઓ સહિત સામાજીક સુરક્ષા માટે આગામી પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. બજેટમાં નાણામંત્રીએ મુખ્યમંત્રી, આદિજાતી, સર્વાંગી વિકાસની જાહેરાત કરી હતી.

દ્વિતીય સ્તંભ એવા માનવ સંશાધન વિકાસ માટે પાંચ વર્ષમાં ચાર લાખ કરોડ, દ્વિતીય સ્તંભ વિશ્ર્વકક્ષાની આંતર માળખાકીય સવલત ઉભી કરવા માટે પાંચ વર્ષમાં પાંચ લાખ કરોડ, ચતુર્થ સ્તંભ કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક વિકાસ માટે પાંચ વર્ષમાં બે લાખ કરોડ અને પંચમ સ્તંભ એવા ગ્રીન ગ્રોંથ માટે આગામી પાંચ વર્ષમાં બે લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આવનારી પેઢીના ભવિષ્ય માટે વિવેકપૂર્ણ અને ગુણવત્તારૂપ રોકાણ સ્વરૂપે બજેટની જોગવાઇમાં 23.38 ટકાનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

મૂડી ખર્ચમાં વધારો કરી રૂ.72509 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે ગત વર્ષના બજેટ કરતા 91 ટકા વધુ છે. અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજ્યના વિકાસની દિશા નિર્ધારિત કરતું અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થતું વર્ષ-2023-2024નું રૂ.3 લાખ, એક હજાર અને 22 કરોડનું બજેટ આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની જનતા પર એકપણ રૂપિયાનો નવો કરબોજ લાદવામાં આવ્યો નથી. તમામ વિભાગો માટે માતબર જોગવાઇ કરાઇ છે.

પુષ્પાવતી નદીના કિનારે આવેલ સૂર્યમંદિર તેને સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા ઇ.સ. 1026-1027 દરમિયાન બનાવવામાં આવેલ સૂર્યમંદિર પ્રાચીન સંસ્કૃતિ  ધર્મ ધરોહર વિજ્ઞાનની સાથે ઉર્જા શક્તિ નું પ્રતીક છે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનાર મોઢેરાના સૂર્યમંદિર થી ગુજરાતની કીર્તિ સમગ્ર વિશ્વમાં ફરીથી સજીવન થઈ છે સંસ્કૃતિ ધર્મના પ્રતીક જેવા મોઢેરાના સૂર્યમંદિર ને રાજ્યના બજેટ ના મુખ પુષ્પ પર

મોઢેરા સૂર્યમંદિરનું આ પ્રતીક વિકાસના પ્રકાશની સાથે સાથે સૂર્ય ઉર્જા ની મહત્તા અને સંસ્કૃતિ ની વિરાસતની ખેવના જેવા અનેક સ્પર્શી સંદેશા આપે છે બજેટ પર સૂર્ય મંદિરના પ્રતીક ને વિકાસ માટે શક્તિ અને ધર્મ સંસ્કૃતિ નો ભાવ અને લક્ષ્મી શક્તિ અને ઉજાસ નો પર્યાય બજેટ બની જાય તેવો સંકેત અપાયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.