Abtak Media Google News

રાજ્ય સરકારે સામાન્ય જનતા માટે વધુ એક નિર્ણય કર્યો છે. જેમાં ST બસ સ્ટેશન પર પે એન્ડ યુઝ કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં વસુલવા અંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત .

જેના પર આગામી દિવોસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે . સરકારે ગુજરાતના તમામ બસ પોર્ટ અને આસપાસના શૌચાલય ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સાથે ગુજરાત સરકારે દર મહિને રુપિયા 10 લાખની આવક જતી કરી છે, જે પે એન્ડ યુઝ ટોયલેટ થી રાજ્ય સરકારને મળી છે. જે હિસાબે સરકાર વર્ષે સવા કરોડની આવક જતી કરશે.

આ માટે ગુજરાતના તમામ બસ પોર્ટના પે એન્ડ યુઝ કોન્ટ્રાક્ટરર્સને નોટિસ પાઠવી માર્ચ સુધીમાં છુટા કરવામાં આવશે અને બાદમાં શૌચાલયને ફ્રી કરવામાં આવશે. ગુજરાતના તમામ બસ પોર્ટ પર શૌચાલય ફ્રી કરવાના નિર્ણયનો અમલ માર્ચ મહિના બાદ કરવામાં આવશે

એસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો આજથી આરંભ થયો છે. ત્યારે તમામ એસટી બસમાં ડસ્ટબિન મુકવાની જાહેરાત પણ કરવામાં આવી છે. બસ સ્ટેશન પર સ્વચ્છતામાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.