Abtak Media Google News

વડાપ્રધાનના વિકાસ મંત્રનો ગુજરાત સરકાર દ્વારા પ્રતિસાદ

ગુજરાત રાજયના વિશાળ દરિયાકાંઠા અને મોટી નદીઓમાં સી-પ્લેન સર્વિસી લોકોને ટુરીઝમ માટે આકર્ષવા પ્રયાસ કરાશે

રાજયમાં સી પ્લેન ટુરીઝમનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકારે નવી પોલીસી ઘડવાનું નકકી કર્યું છે. સી પ્લેનના કારણે જળ પરિવહન અને ઉડ્ડયન સસ્તુ પડશે તેવું માનવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ સી પ્લેનને મહત્વ આપવા માટે આહવાન કર્યું છે. ત્યારે ગુજરાત આ મામલે એક ડગલુ આગળ રહી સી પ્લેન ટુરીઝમને લગતી પોલીસી ઘડવા તૈયાર થયું છે.

Advertisement

કેન્દ્રીય બજેટમાં પણ સી પ્લેન માટે જોગવાઈ ઈ હતી. આંતર રાજય કનેકટીવીટી વધારવા તેમજ આંતર માળખાને મજબૂત બનાવવા માટે સી પ્લેન અંગે પોલીસી ઘડવી જરૂરી બની હતી. સી પ્લેન આંતર રાજય વ્યવહારો માટે ખૂબજ મહત્વનું માધ્યમ બની શકે તેમ છે. ટુરીઝમને પણ સી પ્લેનને કારણે અઢળક ફાયદો ઈ શકે છે. ગુજરાતને વિશાળ દરિયાકાંઠાનો લાભ મળતો હોવાી સી પ્લેન યોગ્ય સાધન માનવામાં આવે છે.

સી પ્લેન માટે રાજય સરકારે વાયબ્લીટી ગેપ ફંડીંગ સહિતના પ્રોત્સાહનો આપવા માટેની તૈયારી બતાવી છે. આ મામલે કેન્દ્ર સરકારના સુચન પણ લેવામાં આવશે. સાબરમતી રીવર ફ્રન્ટ, ધારોઈ ડેમ, સરદાર સરોવર ડેમ, સોમના, બેટ દ્વારકા, સાપુતારા, ગાંધીનગર, રાજકોટનો આજીડેમ, માંડવી સહિતના કેટલાક સ્ળોએ સી પ્લેન આધારીત સુવિધાનો વિકાસ ઈ શકે તેવી પરિસ્થિતિ છે.

એમફીબીએસ પ્રકારના પ્લેનના કારણે જે સ્ળે એરપોર્ટનો વિકાસ ની તેવા સ્ળે સસ્તા રસ્તે ટુરીઝમનો વિકાસ ઈ શકે છે. સી પ્લેન માટે વિશાળ ઈન્ફ્રાસ્ટ્રકચરની જરૂરીયાત રહેતી ની માત્ર નાની જેટી જ જરૂરી છે. સરકારે આ પ્રોજેકટ માટે પ્રારંભીક તબકકે રૂ.૧ કરોડ ફાળવ્યા છે. આ ફાળવણી સી પ્લેનની શકયતાઓ તપાસવા પાછળ કરવામાં આવી છે.

વિગતો મુજબ વાયબ્લીટી ગેપ ફંડીંગ સહિતની પ્રોત્સાહક યોજનાઓ પાછળ રાજય સરકારને દર વર્ષે રૂ.૫ થી ૭ કરોડ સબસીડીની જ‚ર રહેશે. ટુરીઝમને બુસ્ટર ડોઝ આપવા સી પ્લેન ખૂબજ મહત્વનું સંશાધન બની શકે છે. લોકોને સી પ્લેનની સસ્તી સફર ગુજરાતના પ્રવાસન સ્ળોએ ખેંચી લાવશે. દર વર્ષે ગુજરાતમાં લાખો પ્રવાસીઓ દરિયાકાંઠે ટુરીઝમ માટે આવતા હોય છે. માટે દરિયાકાંઠે તેમજ નદીઓમાં સી પ્લેની લોકોને આકર્ષવામાં સરળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.