Abtak Media Google News

રાજયમાં લવજેહાદના નામે જે ચાલી રહ્યું છે તે ચાલવા નહીં દઈએ: મુખ્યમંત્રીની  સામેના કાયદાની જાહેરાત બાદ સભા સ્થળ ‘જયશ્રી રામ’ના નારાથી ગુંજી ઉઠ્યું

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ લવજેહાદ વિરોધી કાયદો લાવનાર ગુજરાત ત્રીજું રાજ્ય બનશે

લવજેહાદ સામે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા કાયદો ઘડાયા બાદ હવે ગુજરાતની ભાજપ સરકાર પણ લવજેહાદને નાથવા કાયદો લાવો. તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  ખાતે જાહેરસભાને સંબોધન દરમિયાન લવજેહાદનો ખરડો લાવવાની જાહેરાત કરી હતી.

Advertisement

વડોદરાના તર્સલી ખાતે યોજાયેલી જાહેરસભાને સંબોધન દરમિયાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુકે લવજેહાદના નામે જે ચાલી રહ્યું છે તે ચાલવા નહીં દઈએ વિધાનસભામાં લવ જેહાદ સામેનો કાયદો લવાશે. મુખ્યમંત્રી રૂપાણીએ લવજેહાદ સામે કાયદો લાવવાની જાહેરાત કરતા જ સભાસ્થળ ‘જય શ્રી  નારાઓથી ગુંજી ઉઠ્યું હતુ.

ગુજરાત સરકાર લવજેહાદ સામેનો ખરડો લાવશે તો પરાણે ધર્માતરણ સામે કાયદો લાવનારગુજરાત ત્રીજુ રાજય બનશે. ઉત્તર પ્રદેશમાં ગત વર્ષે નવેમ્બર મહિનામાં લગ્નના નામે થતા પરાણે ધર્માંતરણ મુદે કાયદો લાવવામાં આવ્યો હતો. કાયદો અમલમાં આવ્યાની ગણતરીની કલાકોમાં જ સૌ પ્રથમ કેસ પણ નોંધાયો હતો. ત્યારબાદ ચાલુ  જાન્યુઆરીમાં મધ્યપ્રદેશમાં ખરડો આવ્યો હતો અને પ્રથમ 23 દિવસમાં જ 23 કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે, આ કાયદાની અમલવારી બાદ ફરિયાદ નોંધાવનારાઓમાં મહિલાઓનું પ્રમાણ વધુ હતુ. જેમાં ધર્માંતરણ કરવા દબાણ લાવવામાં આવ્યું હોવાનો પણ કિસ્સા બહાર આવ્યા છે. અલાહબાદ હાઈકોર્ટ દ્વારા પણ માત્ર લગ્ન માટે ધર્માંતરણને અસ્વિકાર્ય ગણવામાં  છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વડોદરા ખાતે મસમોટી સભાને સંબોધન દરમિયાન લવ જેહાદને લઈ કરવામાં આવેલી જાહેરાતથી અનેક લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. થોડા સમય પહેલા જ વિજયભાઈ રૂપાણીને રાજ્યમાં અનેક આગેવાનો દ્વારા લવ જેહાદનો ખરડો લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ લવ જેહાદના ખરડા અંગે  રૂપાણીએ જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતી વખતે જ સભા સ્થળેથી લોકોના જયશ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. લોકોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દેશમાં લવ જેહાદનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. કોઈ ચોક્કસ ધર્મનો યુવક ધર્માંતરણ કરાવવાના હેતુથી ચોક્કસ ધર્મની યુવતી સાથે લગ્ન  અને ત્યારબાદ તેને આપીને પરાણે ધર્માંતરણ કરાવે તેવા કિસ્સામાં સરકાર હવે કડક પગલા લેશે. કોર્ટ દ્વારા પણ લવ જેહાદના મુદ્દે ટકોર કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ગત વર્ષે જ લવ જેહાદને રોકવા માટેનો ખરડો પારીત કરીને ગુનેગારોને સજા આપવાનું શરૂ કરી દીધું છે. આવી જ રીતે મધ્યપ્રદેશ સરકારે  ગયા મહિને લવ જેહાદ વિરોધી ખરડો પારીત કર્યો હતો. દરમિયાન હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી જાહેરાતના પગલે ગુજરાત લવ જેહાદ મુદ્દે ખરડો લાવવામાં ત્રીજુ રાજ્ય બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.