Abtak Media Google News

ધાર્મિક સ્થળના નિર્માણ કે મરામત માટે સરકાર કરદાતાઓના નાણા ખર્ચ શકે નહીં: વડા અદાલતની અપીલ

વર્ષ ૨૦૦૨ મા થયેલા રમખાણોમાં નુકશાન પામેલા ધાર્મિક સ્થળોના વળતર મામલે સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના એક નિર્ણયને ઉલટાવી નાખ્યો છે. સુપ્રિમે સ્પષ્ટ કર્યુ છે કે, કોઇપણ ધાર્મિક સ્થળના નિર્માણ કે મરામત માટે સરકાર કરદાતાઓના નાણા ખર્ચી શકે નહીં. અગાઉ હાઇકોર્ટે આવા નુકશાનીની ભરપાઇ માટે રાજય સરકારને આદેશ કર્યો હતો.સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિમ દિપક મિશ્રા અને જસ્ટિક પી.પી. પંતની બનેલી બેચે ગુજરાત સરકારને મોટી રાહત આપી છે. ધાર્મિક સ્થળોના નુકશાનની ભરપાઇ અંગે ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે આ ચુકાદાને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે કોઇપણ ધાર્મિક સ્થળના નિર્માણ કે મરામત માટે સરકાર કરદાતાઓના નાણાં ખર્ચી શકે નહી. જો સરકાર વળતર આપવા ઇચ્છતી હોય તો તેણે મંદીર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ વગેરેને ઇમારત માનીને તેના નુકશાનને ભરપાઇ કરી શકે છે. ગુજરાત સરકારે એવી યોજના બનાવી હતી કે નુકશાન ગ્રસ્ત ઇમારતોને વધારેમાં વધારે ‚ા ૫૦ હજારનું વળતર આપવામાં આવશે. સરકારના જણાવ્યાનુસાર ધાર્મિક સ્થળ કે મસ્જિદને ધર્મના નામે નહીં પરંતુ ઇમારતા તરીકે વળતર આપવામાં આવે.. આ અગાઉ સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં ગુજરાત સરકારના જવાબને રેકોર્ડ પર લઇને ઇસ્લામિક રિલીફ કમીટી ઓફ ગુજરાતને ૧ મે સુધી લેખીત જવાબ આપવા આદેશ કર્યો હતો. બેન્ચે સ્પષ્ટ કર્યુ હતું કે આ જવાબમાં સાંપ્રદાયિકતાનીબૂ આવવી જોઇએ નહીં.અદાલતે ગુજરાત સરકારની એ અરજી પર સુનાવણી કરી હતી કે જેમાં ૨૦૧૨ના હાઇકોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે ગોધરા કાંડ બાદ રાજયમાં થયેલા રમખાણોમાં નુકશાન પામેલા ધાર્મિક સ્થળોને લઇને સરકારને વળતર આપવા આદેશ કર્યો હતો. હાઇકોર્ટે રાજયના તમામ ર૬ જીલ્લાઓમાં રમખાણો દરમ્યાન નુકશાન પામેલા ધાર્મિક સ્થળોની એક યાદી તૈયાર કરવા જણાવ્યું હતું.હાઇકોર્ટમાં અરજદાર ઇસ્લામિક રીલીફ સેન્ટર તરફથી એવો દાવો કરાયો હતો કે આવા સ્થળોની સંખ્યા લગભગ ૫૦૦ છે. જયારે રાજય સરકારનું માનવું છે કે તેની સંખ્યા ઘણી ઓછી છે. ઇસ્લામિક રિલીફ સેન્ટર ગુજરાત વતી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી રીટના અનુસંધાનમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને ૫૦૦ થી વધુ ક્ષત્રીગ્રસ્ત ધાર્મિક સ્થળોની મરામત કરવા આદેશ કરાયો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતુંઢ કે હિંસા દરમ્યાન ધાર્મિક સ્થળોનું જે નુકશાન થાય છવે તે સરકારની જવાબદારી છે અને તેની સરકારે મરામત કરાવવાની રહેશે.રાજય સરકારે એવી પણ દલીલ કરી હતી કે તેને વળતર આપવા માટે કહેવું એ અયોગ્ય છે. સુનાવણી દરમ્યાન ગુજરાત સરકાર વતી હાજર રહેલા વકીલી જણાવ્યું હતું કે, બંધારણના અનુચ્છેક ર૭ હેઠળ કરદાતાને એ અધિકાર પ્રાપ્ત  છે. કે તેમની પાસેથી કોઇ ધર્મને પ્રોત્સાહન આપવા માટે ટેકસ લેવામાં આવતો નથી. આ સંજોગોમાં ધાર્મિક સ્થળોના નિર્માણ માટે સરકારી તિજોરીમાંથી નાણા આપવા અયોગ્ય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.