Abtak Media Google News

સ્વતંત્રતાનો બંધારણીય અધિકાર મહિલાને અપાયો પરંતુ વારસદાર ઇચ્છુક પરિવારની મંજુરી જરૂરી

મોટા લોકશાહી દેશ ભારતમાં બંધારણમાં વાણી અને વ્યક્તિ સ્વતંત્રતાને ઘણું મહત્વ આપવામાં આવ્યો છે. સમાન ન્યાય અને સમાન કાયદાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેના કારણે ઘણી વખત કાયદાકીય ગુચ ઉભી થાય છે. ગર્ભ પરિક્ષણ ગેર કાયદે છે પરંતુ અપરિણીત મહિલા ગર્ભ ધારણ કરે ત્યારે તેને ગર્ભપાત અંગે બંધારણીય સ્વતંત્રતા આપવામાં આવી હોવાની સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા સાથે કેટલાક સવાલો સામે આવ્યા છે. પરિણીત અને અપરિણીત મહિલા વચ્ચેના ભેદ અને આવનાર બાળકના પિતા સંતાન પ્રાપ્તી ઇચ્છતા હોય ત્યારે ફરી કેટલીક કાનૂની ગુચ ઉભી થાય તેવી સ્થિતી સર્જાય છે. શુ ભ્રુણ હત્યા માત્ર સામાજીક જ પાપ છે. કાયદાકીય પાપ નથી સહિતના કેટલાક સવાલો ઉભા થયા છે.

દિલ્હીની યુવતી પોતાના બોય ફ્રેન્ડ સાથે લીવ ઇન રિલેશન શીપમાં રહેતી હતી અને પોતાની સમંતિથી બોય ફેન્ડ સાથે બાંધેલા શરીર સંબંધના કારણે ગર્ભવતી બની હતી. તેણીએ ગર્ભપાત માટે દિલ્હી હાઇકોર્ટમાં મંજુરી માગી હતી પરંતુ આ યુવતીને દિલ્હી હાઇકોર્ટે ગર્ભપાતની મંજુરી આપી ન હતી.

પરિણીત અને અપરિણીત મહિલા વચ્ચે ભેદ રાખવામાં આવશે તો કાયદાનો હેતુ સિધ્ધ નહી થાય

સુપ્રીમ કોર્ટ દ્વારા અપરિણીત મહિલાના ગર્ભપાતના કેસ અંગે થયેલી અરજી અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બંધારણના અનુછેતમાં આપવામાં આવેલી સ્વતંત્રાને ધ્યાને રાખી ગર્ભપાત માટે સ્વતંત્રા હોવાનું ઠરાવ્યું છે. અપરિણીત યુવતીને 24 સપ્તાહના ગર્ભનું એબોર્શન કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા મંજુરી આપવામાં આવી છે. જસ્ટીશ ડી.વાય.ચંદ્રચુડની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચ દ્વારા જાહેર કરાયેલા મહત્વના ચુકાદામાં જણાવ્યું કે, દિલ્હી હાઇકોર્ટે મેડિકલ ટરર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એકટની જોગવાયને બીન જરૂરી રીતે વળગી રહેવાનું વલણ બતાવ્યું છે. જેના કારણે અવિવાહીત યુવતીને ગર્ભપાતની પરવાની મળી ન હતી. પરંતુ 2021 મેડિકલ એકટમાં કરવામાં આવેલા સુધારા કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાએ પાર્ટનર શબ્દનો ઉપયોગ કર્યો છે. પતિ નહી પરંતુ પાર્ટનર દ્વારા ગર્ભધારણ થયુ હોય તેવી પરિસ્થિતીમાં અવિવાહીત યુવતીને આ એકટનો લાભ મળવો જરૂરી જણાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે, મહિલાને આ સુધારા પછી કાયદાથી વંચિત રાખી શકાય નહી સંસદે કાયદો બનાવ્યો છે. આ કાયદાની પરિભાષા પરથી જણાય આવે છે કે, કાયદાનો હેતુ માત્ર વિવાહીત જીવનથી રહેલા અઇચ્છીત ગર્ભનુ એબોર્શન સુધી સિમીત નથી જો પરિણીત અને અપરિણીત મહિલાને બે ભાગમાં જુદા પાડવામાં આવશે તો કાયદો બન્યો છે તેનો હેતુ સિધ્ધ થશે નહી.

  • સોનોગ્રાફી ટેકનોલોજીથી ગર્ભ પરિક્ષણની છુટ અપાશે?
  • ભ્રુણ હત્યા એ શું સામાજીક પાપ છે? કાયદાકીય નહી?

સુપ્રીમ કોર્ટ દ્વારા અવિવાહીત યુવતીને ગર્ભપાતની છુટ આપવાની આપતો મહત્વના ચુકાદાની સાથે સોનોગ્રાફિ ટેકનોલોજીથી ગર્ભ પરિક્ષણને છુટ આપવામાં આવશે તેવો સવાલ થઇ રહ્યો છે. ગર્ભમાં રહેલા બાળકની શારિરીક સ્થિતી જાણવા માટે તબીબ દ્વારા લખી આપવામાં આવે ત્યારે તેનું ગર્ભ પરિક્ષણ કરવામાં આવે છે પરંતુ લીંગ પરિક્ષણ જાહેર કરવાની મનાઇ છે. સુપ્રીમ કોર્ટના ચકાદાથી લીંગ પરિક્ષણ કાયદાને અસરકરતા છે કે કેમ તેવો સવાલ થઇ રહ્યો છે. ભ્રુણ હત્યાએ શુ સામાજીક અપરાધ છે કાયદાકીય નહી તેવો પણ સવાલ થઇ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મેટરનિટી હોમ ચલાવતા તબીબોને આ કાયદા હેઠળ છુટછાટ આપવામાં આવશે કે કેમ તે અંગે ઉઠેલા પ્રશ્ર્નનું નિકારણ લાવવું જરૂરી બન્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.