Abtak Media Google News

રાજ્ય સરકારની વિસંગતતા ભરી નીતિના કારણે તેમજ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આંદોલનના ભાગરૂપે ગુજરાત જેલ વિભાગના તમામ કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી બેનરો સાથે આંદોલન કરશે

અબતક, ઋષીમહેતા, મોરબી

મોરબી જેલ પ્રસાશનની  યાદીમાં જણાવ્યા અનુસાર જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આગામી દિવસોમાં આંદોલનના ભાગરૂપે માસ સીએલ ઉપર ઉતરશે તેમના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના જેલ ખાતાના કર્મચારી/અધિકારીઓને સને 1967 થી પોલીસ ખાતાના કર્મચારી/અધિકારીઓના પગાર સ્કેલ મુજબ કેડર ટુ કેડર એટલે કે સ્કેલ ટુ સ્કેલ સરખો પગાર કરવામાં આવતો હતો પરંતુ 1986 થી ચોથા પગારપંચ બાદ પોલીસ ખાતાના કર્મચારીઓ તરફથી સરકારમાં રજુઆતો થતા પોલીસ ખાતાના પોલીસ કોન્સ્ટેબલથી પોલીસ ઇન્સ્પેકટર સુધીના કેડરના પગાર ધોરણોમાં ગુજરાત સરકારના ગુહ વિભાગના ઠરાવ ક્રમાંક:મકમ/1078/2362/સ તા.07/08/1987 થી પોલીસ ખાતાના પોલીસ ઇન્સ્પેકટર તથા તેની નીચેની કક્ષાના કર્મચારી/અધિકારીઓને દિલ્હી પોલીસના પગાર ધોરણ મુજબનો સુધારો કરી આપવામાં આવેલ હતો પરંતુ જેલ ખાતાના કર્મચારીઓના પગારમાં તે મુજબનો સુધારો કરેલ ન હતો, આમ આ વિસંગતા ચોથા પાંચમાં તથા છઠ્ઠા પગારપંચમાં પણ ચાલુ રહેલ હતો સને 1987 થી છઠ્ઠા પગારપંચ સુધીની પોલીસ ખાતા તથા જેલ ખાતાના કર્મચારી/અધિકારીના પગારમાં વિસંગતતા રહેલ હતી. જે સરકાર તથા જેલોની વડી કચેરીના અથાગ પ્રયત્નોથી જેલ વિભાગના પગારની વિસંગતતાનો પેચીદા પ્રશ્નનું નિરાકરણ સંદર્ભ-1ના પરિપત્ર મુજબ સને 2014 માં કરેલ હતું.

વધુમાં જણાવ્યું કે,હાલ ગુજરાત સરકાર દ્રારા સંદર્ભ-2 મુજબ ફિક્સ રકમ જાહેર સુરક્ષા પ્રોત્સાહન (ઙીબહશય તયભીશિિું ઈંક્ષભયક્ષશિંદય) પેકેજ જાહેર કરેલ છે તથા સંદર્ભ-3 મુજબ ફિક્સ-પે ના કર્મચારીઓના રજા પગારમાં રૂ.150/-ની જગ્યા પર રૂ.665/-કરવામાં આવેલ છે તથા 4 વોશીંગ એલાઉન્સમાં વધારો કરવામાં આવેલ છે જે પરિપત્રોમાં જેલ વિભાગના કર્મચારીઓનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી જેથી સને 1987 માં થયેલ પોલીસ વિભાગ અને જેલ વિભાગના પગારની વિસંગતતા તરફ લઇ જતો હોય.

પરંતુ તે સમયમાં જેલ વિભાગ તથા પોલીસ વિભાગ અલગ-અલગ વિભાગ તરીકે ગૃહ  વિભાગના અંતર્ગત આવતા વિભાગો હતા. પરંતુ હાલમાં પોલીસ ભરતી બોર્ડ દ્રારા જ આર્મ,અનાર્મ,જેલ તથા જછઙઋ એક જ ભરતી સમાન પગાર ધોરણોથી કરવામાં આવે છે. જે મેરીટના આધારે અલગ-અલગ ખાતાની પસંદગી આપવામાં આવતી હોય છે. જેમા સમાન ધોરણે પગારની ચુકવણી કરવામાં આવતી હોય છે. તથા પ્રતિક્ષા યાદીમાં રહેલ કર્મચારીઓ એક વિભાગમાંથી બીજા વિભાગમાં નિમણુંક આપવામાં આવતી હોય છે. જેથી જેલ વિભાગ પણ પોલીસ વિભાગ તથા જછઙઋ સાથે સંલગ્ન વિભાગ હોય

આવા સંજોગોમાં સરકાર તરફથી બહાર પાડેલ પરિપત્રો સંદર્ભ-2,3 અને 4 માં જો જેલ વિભાગનો સમાવેશ કરવામાં ન આવેલ જેથી વિસંગતતા ઉભી થયેલ અને જેલ વિભાગના કર્મચારીઓને ફરી લાંબા ગાળાની વિસંગતતામાં વિતાવવો પડશે અને કર્મચારીઓમાં આર્થીક અસંતોષ ઉદભવવાની શક્યતાઓ નકારી ન શકાય.

જેલ કર્મચારીઓનું મનોબળ જળવાઇ રહે તથા નિરાશા ઉત્પન્ન ન થાય અને કર્મચારીઓનો ઉત્સાહ અને નૈતીકતા જળવાઇ રહે તે હેતુસર સંદર્ભ-2,3 અને 4 મુજબના પરિપત્ર મુજબના ખાસ ભથ્થા,ફિકસ પગારના કર્મચારીઓનો રજા પગાર તથા વોશીંગ એલાઉન્સ જેલ વિભાગના કર્મચારીઓને મળી રહે તે માટે ગુજરાત રાજ્યના જેલ વિભાગના તમામ કર્મચારીઓ એકસાથે રજા ઉપર ઉતરી બેનરો સાથે આંદોલન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.