Abtak Media Google News
  • નરેન્દ્રભાઈ હમેંશા કહે છે કે જનતાના સપ્ના જેટલા મોટા, એટલો મોટો મારો સંકલ્પ: ભુપેન્દ્રભાઇ પટેલ

લોકસભા ચૂંટણી ની તારીખ જાહેર થઇ છે ત્યારે લોકસભામા ફરી એક વાર મોદી સરકાર, 400 થી વધુ બેઠકો પ્રાપ્ત કરવાનો પક્ષનો સંકલ્પ છે   મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમા અમરેલી ખાતે બૃહદ બેઠક યોજાઇ હતી.

Advertisement

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે,   વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા દેશની આર્થિક વ્યવસ્થા મજબૂત થઇ છે.   દેશનુ અર્થતંત્ર ત્રીજા સ્થાને પહોંચવા જઇ રહ્યુ છે.

કોરોના કાળમા વિશ્વના વિકસીત દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઇ હતી પરંતુ મોદીના નેતૃત્વમા દેશની અર્થવ્યવસ્થા મજબૂત રહી હતી. મોદી દેશમા ગરીબી દુર કરવાના મજબૂત પ્રયાસ કર્યા છે. કેન્દ્રમા મોદીની સરકારથી ગુજરાતમા આજે ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે અને ગુજરાતને આનો સંપુર્ણ લાભ મળે છે. દેશમા સૌથી વધુ રોજગારી આપતુ રાજય કોઇ હોય તો તે ગુજરાત છે. ભુપેન્દ્રભાઇ પટેલે વધુમા જણાવ્યું કે, કોંગ્રેસના સમયમા કયુ કૌભાંડ બહાર આવ્યુ તેની ચર્ચા થતી અને આજે મોદીની કેન્દ્ર સરકારમા કયા કૌભાંડીને સજા થઇ તે સમાચાર આવી રહ્યા છે.

મોદી   હમેંશા કહે છે કે જનતાના સ્વપ્ન જેટલા મોટા એટલો મોટો મારો સંકલ્પ. જીએસટીની અત્યાર સુધીની ઐતિહાસીક આવક માર્ચ મહિનામા 1.78 લાખ કરોડની આવક થઇ છે એનો અર્થ એ છે કે ઇન્ડસ્ટ્રીઓ સહિતની ઇકોસિસ્ટમ યોગ્ય દિશામા ચાલી રહી છે. આજે દેશમા એક જ ગેરંટી ચાલે છે એ છે મોદીની ગેરંટી. મોદીએ દેશના યુવાનો પર વિશ્વાસ મુક્યો છે અને મુદ્રા યોજના થકી 30 લાખ કરોડની લોનની સહાય આપી છે. ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી હોય કે ન હોય પણ જનતા સાથે હોય જ છે.  સેમિક્ધડકટરને ભારતમા લાવવા ભારતના ઘણા વડાપ્રધાનઓએ પ્રયત્ન કર્યા જેમા મોદી   સફળ થયા છે.

મોદી  દેશને આત્મનિર્ભર બનવાની દિશા આપી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ગુજરાત ન આવુ પડે તેમ તનતોડ મહેનત કરી છે ગુજરાતમાથી ઐતિહાસીક લીડ સાથે ઉમેદવારોને જીતાડવા પ્રયત્ન કરીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.