Abtak Media Google News

વડાપ્રધાન મોદી સાથે ગુજરાતના વિકાસને લઈને કરી મહત્વપૂર્ણ ચર્ચા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અચાનક દિલ્હીથી તેડુ આવતાં તેઓ દિલ્હી દોડી ગયાં હતાં. તેમની આ મુલાકાતને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. તેમણે દિલ્હી જઈને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે આ બેઠકમાં રાજ્યના વિકાસને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.

Pm Modi Narendra Modi Cm Bhupendra Patel 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક જ આજે દિલ્હી પહોંચ્યા હતા. ત્યાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત લીધી હતી. જેને લઇને તેઓએ ટ્વીટ પણ કર્યું હતું કે આજે નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાતનો અવસર ખૂબ ઊર્જામય રહ્યો. પ્રધાનમંત્રી સાથે રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા કરીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.

તેમની દિલ્હી મુલાકાતને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. આ મુલાકાતને લઈ નવાજૂની એંધાણ હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસને લઈ હાલ રાજકારણમાં પણ ચર્ચા શરૂ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.