Abtak Media Google News

સિવિલમાં કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગ ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: મુસાફરોના પરિવહન માટે 25 ઇલેક્ટ્રિક

આજે રાજકોટમાં સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પ્રસ્થાન થયું હતું ત્યારે સૌથી પહેલા સિવિલમાં કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખુલ્લો મુક્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે, કેથ લેબમાં હૃદયરોગના જટિલ ઓપરેશન તેમજ હૃદય સંબન્ધિત બીમારીઓનું નિદાન તેમજ સારવાર ઉપલબ્ધ બનશે.

રાજકોટ મહાનગરપાલિકાના રૂ.333.12 કરોડના જુદાજુદા વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહુર્ત તેમજ ઇલેક્ટ્રિક બસ અને રાજકોટ દર્શન બસનો આજે શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.આ અવસરે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા સાથે સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી, અશ્વિનભાઈ મોલીયા,ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બસોને પ્રસ્થાન કરાવ્યું, બાંધકામ વોટર વર્કસ તેમજ ડ્રેનેજના 11 કામોનું લોકાર્પણ સાથોસાથ 27 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત

ઉપરાંત મુખ્યમંત્રી ઈલેક્ટ્રીક બસને લીલીઝંડી આપી હતી અને ઘણા સમયથી શહેરીજનોની માંગ હતી કે, રાજકોટ શહેરના ઐતિહાસિક અને મનોરંજન સ્થળો જોવા માટે એક બસ શરૂ કરવામા આવે જેથી રાજકોટ દર્શનના નામથી સીટીબસ શરૂ કરવામા આવશે. આ બસમાં બેસી શહેરીજનો શહેરમાં આવેલા ઐતિહાસિક સ્થળો તેમજ શહેરની બહાર આવેલા મનોરંજન સ્થળોનો પ્રવાસ એક મુસાફરીમાં કરી શકશે. રાજકોટ દર્શન બસની ટીકીટના દર હજુ જાહેર કરવામા આવ્યા નથી. પરંતુ આ બસના કારણે લોકોને તમામ સ્થળો એક સમયે અને એક સાથે એક જ દિવસમાં જોવા મળી શકશે. રાજકોટની ભાગોળે તૈયાર થનાર એઈમ્સનું કામ મોટાભાગનું પૂર્ણ થઈ ચુક્યું છે. તેમજ અમુક વિભાગ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એઈમ્સની મુલાકાત લઈ કામગીરીની સમિક્ષા કરી હતી.  તેવી જ રીતે અમુક વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી આગામી દિવસોમાં થનારા પ્રોજેક્ટ તેમજ અન્ય બાબતો અંગે ચર્ચાવિચારણા પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.