Abtak Media Google News

અમેરિકાના પ્રમુખના બંદોબસ્ત માટે રાત-દિવસ એક કરનાર ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અભુતપૂર્વ સંકલન સાથે નેશનલ કક્ષાને ઈવેન્ટનો અનુભવ કર્યો

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અને ગુજરાતમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પૂર્વે છેલ્લા ૧ મહિનાથી ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ચુસ્ત બંદોબસ્ત માટ રાતદિવસ એક કરી અતિથી દેવો ભવની ભાવના અને અભૂતપૂર્વ સંકલન કરી બંદોબસ્તને સફળ બનાવી ઈન્ટરનેશનલકક્ષાની ઈવેન્ટનો ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના સ્ટાફે અનુભવ મેળવ્યો હતો.

ગુજરાતમાં અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અમદાવાદ ખાતે આવવાના હોય અને અમદાવાદમાં રોડ શો, મોઢેરા સ્ટેડીયમમાં જનમેદનીને સંબોધવા સહિતના ભરચક કાર્યક્રમ દરમ્યાન ગુજરાતભરમાંથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય સ્ટાફને છેલ્લા ૧ મહિનાથી બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવી હતી.

રોડ શો દરમ્યાન તમામ પોલીસ સ્ટાફના મોબાઈલો પર સુપરવાઈઝીંગ કરવામાંઆવ્યું હતુ તમામ સ્ટાફને વોકીટોકીઆપવામાં આવ્યા હતા. અમેરિકન પ્રમુખનીઆ મુલાકાત દરમ્યાન ચકલુ પણ ન ફરતે તેવી ઝડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અમેરિકન પ્રમુખની આ મુલાકાત દરમ્યાન તેઓ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ ગયા હતા અને ત્યાંથી રોડ શો યોજાયો હતો ત્યાંથીતેઓ મોઢેરા સ્ટેડીયમ ખાતે ૧ લાખથી વધુની જનમેદનીને સંબોધન કર્યું હતુ આ આખા કાર્યક્રમની સરાહનીય કામગીરી ગુજરાત પોલીસે બાખુબી રીતે નિભાવી હતી.  કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સીનીયર આઈપીએસ શમશેરસીંગ, અ‚ણકુમાર તોમર, આશીષ ભાટીયા સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઈન્ટરનેશનલ કક્ષાની ઈવેન્ટનો અનુભવ કર્યો હતો અને ખરા અર્થમાં અમદાવાદના લોકોએ નિભાવેલી અતીથીદેવો ભવોની ભાવનાથી અભૂતપૂર્વ સંકલન શકય બન્યું હતુ. અમેરિકાથી પ્રમુખના સુરક્ષા એજન્સીના અધિકારીઓએ પણ ગુજરાત પોલીસની આ સુવ્યવસ્થા નિહાળી આશ્ર્ચયચકિત થયા હતા. તેઓને પણ ભારતમાં ગુજરાત પોલીસનો સારો અનુભવ કરવાનો મોકો મળ્યો હતો. ગુજરાત પોલીસે છેલ્લા ૧ મહિનાથી રાત દિવસ એક કરી સોપવામાં આવેલી તમામ જવાબદારીઓ ઉચ્ચ અધિકારીઓએ બાખુબી નિભાવી ગુજરાતનું નામ રોશન કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.