Abtak Media Google News

એમ.ડી. સોનલ મિશ્રાએ રાજયભરનાં એસ.ટી.અધિકારીઓ-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા

એસ.એસ.આર.ટી.યુ. દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માટે પુરસ્કૃત પ્રોડકવીટી એવોર્ડ, ગુજરાત રાજય એસ.ટી. નિગમને એનાયત કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી. નિગમનું એક વાહન પર ડે ૪૨૦ કિ.મી. ચાલે છે અને પર કિ.મી. સૌથી ઓછા રૂ.૨૩નો ખર્ચ કરે છે. ઉપરાંત એસ.ટી.ના દરેક વાહનથી એવરેજ પણ સૌથી વધુ છે.

Advertisement

ઉપરોકત તમામ બાબતોમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ ગુજરાત રાજય એસ.ટી.નિગમના એમ.ડી.સોનલ મિશ્રાને તાજેતરમાં ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયા હતા.

ગુજરાત એસ.ટી. નિગમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થતા એમ.ડી. સોનલ મિશ્રાએ રાજયનાં તમામ એસ.ટી.ના અધિકારીઓ, સુપરવાઈઝરો, ડ્રાઈવર, કંડકટરો, મિકેનીક તથા વહીવટી સ્ટાફને અભિનંદન પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.