ગુજરાતી ફિલ્મ “ધમણ” શૂટિંગનું ધમાકેદાર મુહૂર્ત

પ્રોડ્યુસર શોભનાબેન ભૂપતભાઈ બોદર, કો-પ્રોડ્યુસર વૃંદા બ્રહ્મભટ્ટ, ડાયરેક્ટર રાજન. આર. વર્માની અનોખી ફિલ્મ

શિવમ-જૈમીન એન્ટરપ્રાઈઝ પ્રા.લી પ્રોડક્ટશન હાઉસ દ્વારા ચોથી ફિલ્મ ધમણના શૂટિંગની ભવ્ય શરૂઆત

 

અબતક, રાજકોટ

બોલિવૂડના પગલે ગુજરાતી અર્બન ફિલ્મના ટ્રેન્ડે યુવા વર્ગને ઘેલું લગાડ્યું છે.અગાઉની એક સરખી ગુજરાતી ફિલ્મની સ્ટોરીને કારણે ગુજરાતી ફિલ્મોથી લોકો દૂર ભાગતા હતા.ફિલ્મ “છેલ્લા દિવસ”ની ભવ્ય સફળતા બાદ ગુજરાતી ફિલ્મ પ્રત્યે યુવા વર્ગ આકર્ષાયો છે.બોલીવુડના નિર્માતાઓ પણ હવે ગુજ્જુ ફિલ્મમાં રોકાણ કરી રહ્યા છે.

અર્બન ગુજરાતી ફિલ્મ નિર્માણમા સૌરાષ્ટ્રના ફિલ્મ નિર્માતાનો હાથ હાલ ઉંચો રહ્યો છે.ઘણી સારી અર્બન ફિલ્મ સૌરાષ્ટ્રના કાઠિયાવાડી નિર્માતાઓએ બનાવી છે.રાજકોટના પણ ઘણા નિર્માતાઓએ ખુબજ સુંદર ગુજરાતી ફિલ્મો નું નિર્માણ કરી યુવાઓને ગુજરાતી ફિલ્મ પ્રત્યે આકર્ષણ જમાવ્યું છે. જેને કારણે લોકો અત્યારે ગુજરાતી ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની રાહ જોઈ રહ્યા છે.આવા જ એક ફિલ્મ નિર્માતા દંપતી એટલે ભૂપતભાઈ બોદર અને  શોભનાબેન બોદર .શિવમ-જૈમીન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લી. પ્રોડક્શન હાઉસની ચોથી ગુજરાતી ફિલ્મ ” ધમણ ” ના શૂટિંગનું આજે રાજકોટ શહેરમાં મુહૂર્ત થયું હતું.આગામી 6 મહિનામાં ગુજરાતના તમામ થિયેટર્સમાં આ ફિલ્મ લોકો પરિવારજનો સાથે નિહાળી શકશે. શોભનાબેન ભૂપત ભાઈ બોદર આ ફિલ્મના પ્રોડ્યુસર છે જ્યારે  વૃંદા બ્રહ્મભટ્ટ આ ફિલ્મના કો-પ્રોડ્યુસર છે.ફિલ્મ ડાયરેક્ટર તરીકે રાજન આર.વર્મા છે જ્યારે લીડ રોલ એક્ટર ત્રિવેદી અને કથા પટેલ એક્ટ્રેસ છે.ફિલ્મમા સાથી એક્ટર્સમાં જયેશ મોરે જેઓ મેઈન ઢોલીના રોલમાં હેલારો ફિલ્મમાં હતા તેમજ  આનંદ દેસાઈ કે જેઓ ખીચડીમાં બાપુજીના રોલમાં હતા.સાથેજ અનેક ગુજરાતી ફિલ્મોમા કામ કરી ચૂકેલા ભાવિની જાની અને કિશન ગઢવી પણ ધમણ ફિલ્મમાં જોવા મળશે.

 

સાઉથના ફિલ્મ જેવીજ એક્શનથી ભરપૂર ગુજરાતી ફિલ્મ છે ધમણ: આર્જવ ત્રિવેદી (એક્ટર)

અનેક ગુજરાતી ફિલ્મમાં કામ કરી લોકોના ચહિતા બનેલા એક્ટર આર્જવ ત્રિવેદી ધમણ ફિલ્મમાં લીડ એક્ટરનો રોક નિભાવી રહ્યા છે.આર્જવ સિનિયર કે.જીથી એક્ટિંગ સાથે જોડાયેલ છે.ડોક્યુમેન્ટરી તેમજ અનેક શોર્ટ ફિલ્મ કરી છે.પહેલી ફિલ્મ તેમની છેલ્લો દિવસ હતી.બાદમાં શુભારંભ, દુનિયાદારી, શું થયું ? હેલ્લારો સહિતની ફિલ્મમાં કામ કરી ચુક્યા છે.

આર્જવ ત્રિવેદીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશ માટેનું કર્તવ્ય આપણે નિભાવવું જોઈએ.એવા જ પ્રકારનો હીરો ધમણ ફિલ્મ માં છે..દેશમાં જે પ્રકારે ગંદકી હોઈ બધા લોકો પોતાની શક્તિ પ્રમાણે આ ગંદકીને દૂર કરી શકે છે .આપણે દેશ પ્રત્યે આપણી ફરજ નિભાવવી જ જોઈએ.સસ્પેન્સ, થ્રિ લર,એક્શન,રોમાન્સ થી ભરપૂર આ ફિલ્મ છે.ધમણ ફિલ્મ અને મારી એક્ટિંગને લોકો વધુ પસંદ કરશે.

બધાને નાની યાદ અપાવી દે તેવું ફિલ્મમાં મારું કેરેક્ટર છે : કથા પટેલ (એક્ટ્રેસ)

ધમણ ફિલ્મની એક્ટ્રેસ કથા પટેલ છેલ્લા 5 વર્ષથી મોડેલિંગ ક્ષેત્રે સારી નામના ધરાવે છે.સ્વાગતમ ફિલ્મ માં મલ્હાર ઠકકર સાથે કામ કરી ને હવે બીજી ફિલ્મ ધમણ માં એક્ટ્રેસનો લિડ રોલ કરી રહી છે.એક્ટ્રેસ કથા પટેલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધમણ ફિલ્મમાં મારું ખુબજ બબલી કેરેક્ટર છે.ગ્લેમરસ ગર્લ ફિલ્મમાં બતાડવામાં આવી છે.હિરોઈન બધાને આ ફિલ્મમાં ટોપી જ પહેરાવતી હોઈ છે.ગુજરાતીઓને આ ફિલ્મ જરૂરથી પસંદ આવશે.

 

જેસ્સુ જોરદાર બાદ અમારી ફિલ્મ “ધમણ” ધૂમ માચાવવા આવી રહી છે: રાજન આર.વર્મા (ડાયરેક્ટર)

ધમણ ફિલ્મના શૂટિંગ ની શરૂઆત રાજકોટ શહેરમાં થઈ ચૂકી છે .ફિલ્મના ડાયરેક્ટર રાજન.આર.વર્માએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફિલ્મ જેસ્સુ જોરદાર ની જબરદસ્ત સફળતા બાદ ” ધમણ ” ફિલ્મ લઈ ને અમે આવી રહ્યા છીએ.ધમણ ફિલ્મ રોમાન્સ,કોમેડી અને એક્શનથી ભરપૂર છે. કાંઈક નવું લઈ ને અમે આવ્યા છીએ..સાઉથના ફિલ્મની જેમ જ એક્શન ફિલ્મ લઈ ને આવી રહ્યા છીએ.આ ફિલ્મ ની હિરોઈન તમામ ને તેની નાની યાદ અપાવી દે તેવી છે.જે માતા પિતા એ તમને જિંદગી આપી છે તે માતા પિતાને ગઢપણમા પણ સાચવવા જોઈએ તેવો પણ એક મેસેજ ફિલ્મ દ્વારા અમે આપીશું.

 

ધમણ ફિલ્મમાં તમામ સુપર સ્ટાર્સ: જૈમીન બોદર

જૈમીન બોદરે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફેમિલી સાથે બેસીને ફિલ્મની મજા માણી શકે તેવી આ ફિલ્મ અમે બનાવવા જઈ રહ્યા છીએ.શિવમ-જૈમીન એન્ટરપ્રાઈઝ પ્રા.લી. પ્રોડક્શન હાઉસની આ ચોથી ફિલ્મ છે. ધમણ ફિલ્મ લોકોને ખુબજ ગમશે અને લોકો ભરપેટ વખાણ પણ કરશે.લોકોના ચહિતા તમામ સ્ટાર્સ ધમણ ફિલ્મમાં છે.ફિલ્મનું શૂટિંગ આજથી શરૂ થઈ ચૂક્યું છે.રાજકોટ શહેરમાં જ તમામ લોકેશન પર આ ફિલ્મનું શૂટિંગ થશે.આશરે 6 મહિના બાદ ગુજરાત ના તમામ મલ્ટીપ્લેક્ષ થિયેટર્સ માં આ ફિલ્મ રજૂ થશે. તમામ ગુજરાતીઓ એક વખત આ ફિલ્મ જરૂર જુએ.

 

ફિલ્મ “ધમણ” લોકો ખૂબ પ્રેમ આપશે શોભનાબેન બોદર (પ્રોડ્યુસર)

ધમણ ફિલ્મના પ્રોડ્યુસર શોભનાબેન બોદરે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલા જ અમારી ફિલ્મ જેસ્સું જોરદારને લોકોએ ખુબજ પ્રેમ આપ્યો છે.તેવી જ રીતે અમારી આગામી ફિલ્મ “ધમણ” ને પણ ગુજરાતની તમામ જનતા જરૂર જુએ.ફિલ્મ આશરે 6 મહિના બાદ ગુજરાતના થિયેટર્સમાં રિલીઝ થશે. આજે ફિલ્મના શૂટિંગનું મુહરત કરવામાં આવ્યું હતું . ધમણ ફિલ્મ એક્શન,સસ્પેન્સ, રોમાન્સ,થ્રિલરથી ભરપૂર છે તેમજ લોકોને એક સારો મેસેજ મળે અને પરિવારજનો સાથે ફિલ્મ નિહાળી શકો તેવી આ ફિલ્મ બની રહી છે.