Abtak Media Google News

ગુજરાતી ગરબા એટલે..   લગભગ સાડા પાંચેક હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં રાસ ગરબા રમી , માનવ જાતને રાસની સંસ્કૃતિ અર્પણ કરી હતી, અલબત્ત એવું કહેવાય છે કે ગરબાની પરંપરા તો એથી પણ પ્રાચીન છે.   ગરબાની ઉત્પતિ નો કોઈ ચોક્કસ યુગ ઉલ્લેખ નથી પરંતુ માનવ સભ્યતામાં “ગરબો’ અતિ પ્રાચીન સંસ્કૃતિનું ’ધોતક’ .માનવામાં આવે છે આધુનિક યુગમાં ગરબાનો ગરાસ ગુજરાત પાસે રહ્યો છે.  નવરાત્રી મહોત્સવ ગુજરાતની ’પરંપરા’ ગણાય છે, આ ગુજરાતી ગરબાને હવે આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે “યુનેસ્કો”ની કલ્ચર હેરિટેજ ટેગની માન્યતા મેળવનાર ગરબો હવે આંતરરાષ્ટ્રીય ઓળખ બની છે,

ભારતની સભ્યતા સંસ્કૃતિ વિશ્વ સ્વીકારતું થયું છે, અગાઉ ભારતીય યોગ પરંપરા ને વિશ્વ એ આવકારી 21 મી જૂને વિશ્વ યોગ દિવસની જાહેરાત કરવામાં આવી હતી હવે ગુજરાતના ગરબા ને આંતરરાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત થઈ છે આમ 21 મી સદી ના વિશ્વનું નેતૃત્વ ભારતના હાથમાં અને ગુજરાતમાં તેનો સિંહ ફાળો હોવાની આગાહી હવે સાચી પડતી જાય છે… યુનેસ્કોની ઇન્ટેનજી બલી કલ્ચર હેરિટેજ તે ટેગ મેળવનાર ગરબો માત્ર માતાજીની સ્તુતિ અને રાસ રાસ સુધી જ મહત્વ નથી ધરાવતું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે પણ ગરબા સાથે રાસ લેવામાં ખૂબ જ ફાયદા છે ..

ગાતા ગાતા રમતા રમતા નૃત્ય કરવું એ તંદુરસ્તી માટે  પણ ખૂબ જ ફાયદાકારક છે શરીરની ધમની અને શિરાઓના બિંદુ હથેળી અને પગના તળિયામાં હોવાથી પગ, હાથ ને પછડાટ લગતા તેમાં ઉર્જાનો સંચાર થાય, લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે જળવાઈ રહે ,ગાવાથી ફેફસા મજબૂત થાય, આમ  ગરબા લેવાથી શરીરને સંપૂર્ણ ઉર્જા અને વ્યાયામ મળે છે સાથે સાથે આધ્યાત્મિકતાનો પણ સંચાર થાય છે ,આમ ગરબો માત્ર ધર્મ સંસ્કૃતિ સાથે જ નહીં પરંતુ શરીર વ્યાયામ સાથે સીધો સંબંધ રાખે છે. ગરબાને બ્રહ્માંડની પ્રતિકૃતિ પણ માનવામાં આવે છે ગરબાને હેરિટેજ ટેગ મળતા હવે વિશ્વને ગરબાની મહતા સમજાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.