Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત માટે હવે આર્થિક મહાસત્તાબનવાનું લક્ષ્ય હવે હાથ વેત જ છેટુ છે,

અર્થતંત્ર  વિકાસદર સતત વૃદ્ધિ સાથે પુરપાટ આગે કુચ કરી રહ્યું છે, કૃષિક્ષેત્ર,ઉદ્યોગો, વિજ્ઞાનટેકનોલોજી સંશોધનથી લઈને અવકાશક્ષેત્રે પણ ભારત “દિનદુગની રાત ચોગુની” પ્રગતિ કરી રહ્યું છે. 21 મી સદીના વિશ્વમાં વિકસિત અને સમૃદ્ધ દેશો અનેક અંતરાયો નો સામનો કરીને વિકાસ દર યથાવત રાખવા રીતસરના હાફી રહ્યા છે, ત્યાર,ભારતે કોરોના મહામારી નું સંકટ લોકડાઉન ઉદ્યોગિક મંદી જેવા પડકારોને સહજ રીતે પાર પાડવામાં સફળતા મેળવી છે,

કોરોનાના રોગચાળામાં રસીના નિર્માણથી લઇ દેશના પ્રત્યેક નાગરિકને રસીના સુરક્ષા કવચ પહોંચાડવા નું જે કાર્ય કર્યું છે તેનાથી સમગ્ર વિશ્વ એ ભારતની શક્તિ ને શિરે ચડાવી છે ,સમગ્ર વિશ્વના ઔદ્યોગિક દેશો ભારતમાં પોતાના એકમો સ્થાપવા માટે તત્પર છે ભારત નો હેલ્થ સેક્ટર હવે વિશ્વના દર્દીઓ માટે ઈલાજનું વિશ્વાસપાત્ર સ્થળ બની ગયું છે ,અનેક વિકસિત દેશોના વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરવા આવે છે,

ભારતની કૃષિ ટેકનોલોજી સોફ્ટવેર એજ્યુકેશન અને સ્પેસ એજ્યુકેશન વિશ્વના વિદ્યાર્થીઓ માટે’ લાઈફ એચયુમેન્ટ” વિષય બન્યો છે ત્યારે સમગ્ર વિશ્વ ભારત ભણી તાકીને બેઠું છે તેવા સંજોગોમાં ભારતનું બુદ્ધિ ધન અમેરિકા જેવા વિકસિત દેશમાં જવા માટે સતત તત્પર રહે છે આ વિષય ખરેખર વિચાર માંગતો કોરડો છે ,અમેરિકા એ એચ વન બી વિઝા માટે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે ડોમેસ્ટિક વર્ક વિઝા રેન્યુઅલ પ્રોગ્રામ હેઠળ ભારતીયોને સૌથી વધુ ફાયદો મળશે તેવા અહેવાલથી ભારતીયોમાં આનંદ થવાયો છે,

દેશનું બુદ્ધિ ધન પરદેશમાં શા માટે જાય ?સમગ્ર વિશ્વ અત્યારે ભારત ભણી મિટ માંડીને બેઠું છે, ભારતમાં ઔદ્યોગિક શૈક્ષણિક વૈજ્ઞાનિક પૂરેપૂરી તકો ઉપલબ્ધ છે તો ભારતના યુવાનોને ઘર આંગણે પોતાના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રહિતમાં કરવો ન જોઈએ ?ભારતીયો સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને અમેરિકા બ્રિટન ફ્રાન્સ જેવા દેશોમાં વર્ચસ્વ ધરાવતા થયા છે, તે ભારતીયો માટે ગૌરવની વાત છે આપણા યુવાનો મલ્ટીનેશનલ કંપનીઓનું સુપેરે સંચાલન કરે તે ગૌરવની વાત છે, પરંતુ સાથે સાથે આપણા દેશમાં પણ એવું વાતાવરણ હોવું જોઈએ ક્ધટ્રી ટેલેન્ટ પ્રદેશ ન જાય ,

દેશના યુવાનો પરદેશ કમાવવા જાય ત્યાંથી કમાવીને નાણા વતન જ મોકલે દેશમાં વિદેશી ઉમિયામણ આવે તે સારી બાબત છે પરંતુ હવે એવા સંજોગો ઊભા કરવાની જરૂર છે કે દેશનું દેશમાં જ રહી વધુ સારું ઉપાર્જન કરી શકે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.