Abtak Media Google News

ગુજરાતમાં શિક્ષણ મેળવવું હોય તો ગુજરાતી ફરજિયાતપણે ભણવું પડશે:સરકારનો સ્પષ્ટ સંદેશો

રાજ્યમાં ગુજરાતી ભાષાને ફરજિયાત કરવામાં આવી છે. ગુજરાતી ભાષાનો લોપ થઈ રહ્યો હોવાની કાગારોળ અને વાલીઓનો પોતાના સંતાનોને ઈંગ્લિશ મીડિયમમાં ભણાવવાના ક્રેઝને પરિણામે, ગુજરાતી ભાષા પ્રત્યે ગુજરાતમાં જ ઓરમાયું વર્તન થતું હોવાની ફરિયાદ વચ્ચે સરકારે હવે ગુજરાતી ભાષાને ફરજિયાત કરી દીધી છે. આ અંગે ટૂંક સમયમાં જ ગૃહમાં જાહેરાત કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં આગામી સત્રથી તેનો અમલ પણ શરૂ કરવામાં આવશે.

Advertisement

આ નિર્ણય અંતર્ગત હવેથી નવા સત્ર એટલે કે જુન ૨૦૧૮થી અથવા તો જે શાળાઓમાં સત્ર વહેલું શરૂ થતું હશે એવી શાળાઓમાં બીજા સત્રથી ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે.

આ ઉપરાંત CBSE, ICSE, IB, CISCE, IGCSEની સાથે સાથે ગુજરાતી માધ્યમની અન્ય શાળાઓમાં ધોરણ ૧થી ૮માં ભણતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.