Abtak Media Google News

ઘણી એવી ગુજરતી ફિલ્મો આવી જેમાં પ્રેમ,રોમાન્સ,કોમેડી જોવા મળે છે.બહુ ઓછા ફિલ્મોમાં થ્રીલર જોવા મળે છે.આવા ફિલ્મો ફિલ્મ રસીયાઓને વધુ જોવા મળે છે.ત્યારે એવી જ એક સસ્પેન્સ ધરાવતી ફિલ્મ આવી રહી છે.ફિલ્મના ટ્રેલર પરથી ફિલ્મ ધમાકેદાર લાગે છે.ફળીમ અભી બાકી હૈ બોસ….ફળીમ રીલીઝ થયા પછી જ ફિલ્મ અંગેના સાચા રીવ્યું જાણવા મળે.

‘આઝાદ’ એક મહત્વાકાંક્ષી ઇન્વેસ્ટિગેટિવ કોપ રણજીતની વાર્તા છે, જે પેટ-હોસ્ટેલની માલિક રક્ષા પટેલની હત્યાનો ઉકેલ લાવવાનો હેતુ શોધે છે. તેની ઇન્વેસ્ટિગેટિવમાં રક્ષા પટેલનું મર્ડર કરનાર ખુદ પોતે જ સરન્ડર કરી દે છે. શું ખરેખર સરન્ડર થનાર મહિલાએ જ રક્ષા પટેલની હત્યા કરી હશે…? આ ફિલ્મ તા.9 સપ્ટેમ્બરના રોજ રીલીઝ થશે.

આ સિરીઝનું નિર્દેશન કેવલ મિસ્ત્રીએ કર્યું છે. તેમાં હેમંત ખેર, વિશાલ શાહ, પ્રેમ ગઢવી, પિંકી પરીખ, નિકિતા શર્મા અને જય ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.પ્રોડ્યુસર તરીકે નાયક જૈન,અભિષેક જૈન,અમિત દેસાઈ,સૂર્યદીપ બસિયા,સ્ટોરી અને સ્ક્રીન્પ્લે કરનારા દ્રુમા મેહતા,ડાયલોગ લેખક કેયુ શાહ,એડિટર કરનાર પ્રયાગરાજ ચોક્સી છે.

‘સ્કેમ 1992’ થી ભારે લોકપ્રિયતા મેળવ્યા પછી અભિનેતા હેમંત ખેર તેની નવી શ્રેણી આઝાદ વિશે પોતાનો અનુભવ શેર કરે છે. “હું ખૂબ જ ઉત્સાહિત અને ભાવુક છું. એવું લાગે છે કે ગુજરાતે મારું લાંબા સમયનું સપનું પૂરું કર્યું છે. મને આ ભૂમિકામાં કાસ્ટ કરવા બદલ હું હંમેશા ઓહો ગુજરાતીનો આભારી રહીશ. હું છેલ્લા 20 વર્ષથી હિન્દી ઉદ્યોગમાં કામ કરું છું અને ત્યારથી મારી અટક ઉત્તર ભારતીય જેવી લાગે છે એક ગુજરાતી તરીકે મને ઓળખની મોટી કટોકટીનો સામનો કરવો પડ્યો છે. લોકો મને બિન-ગુજરાતી માને છે પણ, હું 100% ગુજરાતી છું, સુરત જિલ્લાના કોસંબાનો રહેવાસી છું. અને ચોક્કસ કહું તો હું સુરતી, ગુજરાતી છું. અને તેથી જ મારા લોકોને શ્રદ્ધાંજલિ તરીકે મેં આઝાદમાં મારા પાત્ર માટે સુરતી ઉચ્ચારનો ઉપયોગ કર્યો છે.”

ઓહો ગુજરાતી એ ગુજરાતનું પોતાનું પ્રીમિયમ ગુજરાતી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. તે વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને વિવિધ શૈલીઓમાં તેની મૂળ સામગ્રી સાથે સતત અમારું મનોરંજન કર્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.