સિનેમાઘરોમાં ધમણે મચાવી ધુમ: દર્શકો આફરિન

પ્રથમવાર 6 ભાષામાં ગુજરાતી મુવી રિલીઝ કરવામાં આવ્યું

ગુજરાતી સિનેમા વિશ્વ ફલક પર પહોંચ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી મુવી નવા વિષયો સાથે સિનેમા ઘરમાં રિલીઝ થઈ રહ્યા છે.ત્યારે એવું જ એક મૂવી ધમણ હેસ્ટેગ સેવીયર સિનેમા ઘરોમાં રિલીઝ થયું છે દેશભક્તિ તેમજ દેશના રિયલ હીરો ફોજી છે.સૈનિક માટે સમગ્ર દેશ સરહદ છે.એવા મેસેજ સાથે મુવી સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે.લોકો અને મૂવીરસિકોને મુવી ખૂબ પસંદ પડી રહી છે.

ધમણ મુવીનું આખું શૂટ રાજકોટના અલગ અલગ સ્થળો પર કરવામાં આવ્યું છે.જેથી રાજકોટીયનને વધુ મુવી પસંદ પડ્યું છે.મુવીના મેઈન લીડમાં આરજવ ત્રિવેદી,કથા પટેલ,જયેશ મોરે,અનંગ દેસાઈ,ભાવિની જાની,નિલેશ પંડ્યા ,કિશન ગઢવી છે.મુવીના દિગ્દર્શક રાજેન વર્મા તેમજ નિર્માતા શોભનાબેન ભુપતભાઇ બોદર,વૃંદા બ્રહ્મભટ્ટ છે. ગુજરાતી, તમિલ,તેલગુ,કન્નડ,ભોજપુરી, હિન્દી ભાષામાં મુવીને સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. નીડરતા અને દેશપ્રેમના મેસેજ વાળી ગુજરાતી મુવી ધમણને લોકો પાસેથી ખૂબ સરો પ્રતિસાદ મળી રહ્યો છે.

લોકોને પ્રેરણારૂપ બનશે ધમણ: રાજેન વર્મા (ડાયરેકટર)

ગુજરાતી મુવી ધમણના ડાયરેક્ટર રાજનવર્મા એ જણાવ્યું કે ગુજરાતીમાં આર્મી ના જવાન પર એક સારી મુવી બનાવવાનો પ્રયાસ કર્યો છે. કેમકે સૈનિક માટે માત્ર શરદ નહીં સમગ્ર દેશ શરદ છે અને તે નિષ્ઠાપૂર્વક તેની સેવામાં રહે છે. મુવી ની પટ કથા લોકોને પસંદ પડી રહી છે. સિનેમા ઘરોમાંથી લોકો બહાર નીકળશે ત્યારે મુવી માંથી પ્રેરણ મેળવીને જશે એવો અમારો પ્રયાસ સફળ થઇ રહ્યો છે.

રાજકોટમાં શૂટ કરવાની ખૂબ મજા આવી: કથા પટેલ (અભિનેત્રી)

ગુજરાતી મુવી ધમણના અભિનેત્રી કથા પટેલે જણાવ્યું કે રાજકોટમાં મુવીના શૂટિંગમાં તેઓને ખૂબ મજા પડી છે.એક થી બે વાર જ રાજકોટમાં તેઓ આવ્યા છે.ત્યારે રાજકોટના વિવિધ સ્થળો પર શૂટ કરી રાજકોટને એક્સપ્લોર કર્યું છે. મુવીમાં તેમના પાત્રને ભજવી ખૂબ આનંદ મળ્યો છે.

વર્દી પહેરતા જ પાત્ર ભજવા મોટું પ્રોત્સાહન મળ્યું: આરજવ ત્રિવેદી (અભિનેતા)

ગુજરાતી મુવી દમણના અભિનેતા આરજવ ત્રિવેદીએ જણાવ્યું કે મુવીની સ્ક્રીપટ મને ખૂબ ગમી તેમજ આ પાત્ર ભજવવા વર્દીએ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે.50 ટકા મારી તૈયારીઓ વર્દી પહેરતા જ શરૂ થઈ ગઈ હતી.આ પાત્ર મારા કરિયર માટેનું અગત્યનું પાત્ર છે.

મુવી નો વિષય મને ખૂબ ગમ્યો: ભુપતભાઈ બોદર (જિલ્લા પંચાયત, પ્રમુખ)

જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવ્યું કે,ડાયરેક્ટર રાજન વર્મા અને અમારી ટીમ જ્યારે મારી પાસે વિષય લઈને આવી ત્યારે મને આ વિષય ખૂબ ગમ્યું અને મેં નક્કી કર્યું કે આ મુવી જરૂર બનાવી જ જોઈએ દેશભક્તિ તેમજ રાષ્ટ્રભાવના માટે લોકોને પ્રેરણા રૂપ બનશે ધમણ મુવી.

દેશ ભકિત અને એક્શનથી ભરપૂર મુવી જોઈ મજા પડી: દર્શકો

ધમણ મુવી જોવા ગયેલા દર્શકોએ જણાવ્યું કે,ગુજરાતી મુવી માં સૈનિક પર મુવી બનાવી છે. એક્શન અને દેશભક્તિથી ભરપૂર છે. મુવી ખૂબ સારો મેસેજ આપી રહી છે. સમગ્ર દેશ સૈનિક માટે સરહદ છે તેમજ સામાન્ય નાગરિકે પણ દેશમાં સૈનિક તરીકે રહી અને આસપાસથી ગુનાખોરી ખતમ કરવા માટે નીડર બનવું જરૂરી છે.