Abtak Media Google News

જૂનાગઢ એગ્રી યુનિવર્સિટી, એગ્રી મશિનરી મેન્યુ. એશો. કૃષિ મંત્રાલય દ્વારા રાજકોટમાં યોજાનાર એગ્રી વર્લ્ડ એકસ્પો-2022 બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ કસ્ટમર માટે બનશે એક સશક્ત પ્લેટફોર્મ

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના રોડમેપ પર દેશનો વિકાસ આગળ ધપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સાર્થક બનાવવા અર્થતંત્રને કૃષિ ક્ષેત્રનું પીઠબળ અપાવવા માટે આયોજનબધ્ધ રીતે ગતિવિધીઓ તેજ કરી દેવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર અને એન્જીનીયરીંગ મેન્યુ ફેક્ચરમાં વર્ષોથી દમામ ભોગવતા રાજકોટમાં યોજાનારા એગ્રી વર્લ્ડ એકસ્પો-2022 ગુજરાતનું સૌથી મોટું ‘કૃષિ પ્રદર્શન’ આધુનિક ભારતનું વડાપ્રધાનનું સ્વપ્નું પુરૂં કરવા નિમિત બનશે અને જૂનાગઢ એગ્રી યુનિવર્સિટી, એગ્રી મશિનરી મેન્યુ. એશો. કૃષિ મંત્રાલય દ્વારા રાજકોટમાં યોજાનાર એગ્રી વર્લ્ડ એકસ્પો-2022 બિઝનેશ ટુ બિઝનેશ અને બિઝનેશ ટુ કસ્ટમર માટે એક સશક્ત પ્લેટફોર્મ બનશે. રાજકોટ ખાતે તા.16, 17, 18 સપ્ટેમ્બર-2022ના રોજ યોજાનારા એગ્રી વર્લ્ડ એકસ્પો માહિતી માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ ડો.સુરેન્દ્રસિંહ, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ડીન ડો.નરેન્દ્ર ગોનટીયા, સ્પાર્ક મીડીયાના સીઇઓના ચિંતન ભટ્ટ આ પત્રકાર પરિષદમાં ઉ5સ્થિત રહી પત્રકારોને એગ્રી વર્લ્ડ એકસ્પો-2022ની વિગતો આપી હતી.

રાજકોટના લીમડા ચોક પાસે આવેલ શાસ્ત્રી મેદાનમાં ત્રિ-દિવસીય પ્રદર્શન તા.16, 17, અને 18ના આ એકસ્પો ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ પ્રદર્શન બની રહેશે. જેમાં કૃષિ ઇનપુટ, નેચરલ ઓર્ગેનીક ફાર્મીંગ, ડેરી, ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી માટે માહિતી અને વેપાર-વ્યવહાર માટે આ એકસ્પો મહત્વનું પ્લેટફોર્મ બની રહેશે.

આ પ્રદર્શનમાં બિઝનેશ ટુ બિઝનેશ અને બિઝનેશ ટુ કસ્ટમરનો સેતુ સધાશે. જે કૃષિ, ઓર્ગેનીક, ઉત્પાદનો, સૂર્ય ઉર્જા, ફૂડ પ્રોસેસીંગ, પેકેજીંગ મટીરીયલ્સ પ્રોસેસિંગ અને કૃષિના વિકાસ માટે જરૂરી ચીજવસ્તુઓનું પ્રદર્શન-નિદર્શન અને વેપાર વ્યવહાર થશે. સામૂહિક વિકાસના વિશ્ર્વાસના આધારે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય તે આ વર્લ્ડ એકસ્પો-2022નો મુખ્ય હેતુ છે અને આ પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધુનિક ભારતનું સ્વપ્નું પુરૂં કરવા માટે નિમિત બને તેવા પ્રયત્નો થશે.

આ પ્રદર્શનમાં રાજકોટ એન્જી.એશો., નેશનલ સિડ એશો. ઓફ ઇન્ડિયા, ગુજરાત એગ્રી મશીનરી મેન્યુ.એશો., એગ્રી ઇનપુટ ડીલર એશો. ઓફ ઇન્ડિયા, પંપ ક્લબ, લઘુ નાના મધ્યમ ઉદ્યોગ વિભાગમાં જોડાયેલી આ સંસ્થાઓ દ્વારા ટેકનોલોજીનો પ્રદર્શન, ગ્રાહકોને લેટેસ્ટ જાણકારી, ડીલરો-વિતરકો અને સલાહકારો સાથે ઉત્પાદકોનો સિધો સંપર્ક, લાઇવ ડેમોટ્રેશન, બ્રાન્ડ વેલ્યૂમાં વધારો, સંજીવ ખેતી અંગે જાગૃતિ, કિશાન કાર્ડ યોજના, એફપીઓ અને રોજગારી સર્જનને પ્રોત્સાહન આપવા જેવા અનેક હેતુ આ પ્રદર્શનથી સિદ્વ થશે.

એગ્રી વર્લ્ડ એકસ્પો-2022 તમામને એક મંચ પર લાવવા નિમિત બનશે

રાજકોટ ખાતે યોજાનારા શાસ્ત્રી મેદાનના આ પ્રદર્શનમાં બિઝનેશ ટુ બિઝનેશ એટલે કે ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને વપરાશકાર ખેડૂતો વચ્ચે સિધો સંવાદ રચાશે. જેનાથી પ્રદર્શન દરમિયાન જ વ્યવહારો શરૂ થઇ જશે. આ પ્રદર્શનમાં કૃષિ ઉદ્યોગની આધુનિક ટેકનોલોજીથી વેપારીઓ અને ખેડૂતો બંને માહિતગાર બનશે.

ગુજરાતનું સૌથી મોટું પ્રદર્શનનો યશ રાજકોટને

રાજકોટ એન્જીનીયરીંગ ક્ષેત્રે વર્ષોથી એક હથું શાસન કરે છે. આ પ્રદર્શન ગુજરાતનું સૌથી મોટું પ્રદર્શન બની રહેશે અને તમામ પ્રકારની ચીજવસ્તુઓનું એક જ જગ્યાએ પ્રદર્શન કરવાનો ઇતિહાસ રચાશે. એગ્રી મશીનરી મેન્યુ.એશો.ના પ્રમુખ સુરેન્દ્રસિંહે આ પ્રદર્શનને ભાવિ વિકાસની ચાવી ગણાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.