Abtak Media Google News
  • મેસ્કોટ “સાવજ” લાઈવ નિદર્શન: નેશનલ ગેમ્સની યજમાની કરવાનો મોકો આપવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરતા મેયર-કલેક્ટર
  • નેશનલ ગેમ્સ અન્વયે રાજકોટના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં ખેલાડીઓએ વિવિધ ગેમ્સમાં પોતાનું કૌવત બતાવ્યું

36મી નેશનલ ગેમ્સ અન્વયે રાજકોટના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય અવેરનેસ કેમ્પનો પ્રારંભ થયો હતો, જેની થીમ -“સેલિબ્રેટિંગ યૂનિટી થ્રૂ સ્પોર્ટસ્’ (એકતાની ઉજવણી રમતોને સંગ) નિયત કરાઈ છે.

Photo 2022 09 15 13 32 14 1Vlcsnap 2022 09 15 11H45M36S611Vlcsnap 2022 09 15 11H51M53S614Vlcsnap 2022 09 15 11H51M35S312Vlcsnap 2022 09 15 11H48M57S225Vlcsnap 2022 09 15 11H45M36S611

આ પ્રસંગે મેયર પ્રદીપભાઈ ડવએ પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટના ખેલાડીઓને વિવિધ રમત-ગમતોમાં શ્રેષ્ઠ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ રમતોને પ્રોત્સાહન આપવા માટે કરાઈ રહેલી પ્રવૃત્તિઓનો ચિતાર આપતા મેયર પ્રદીપભાઈએ ખેલાડીઓને ખેલદિલીની ભાવના થકી જીવનમાં આગળ વધવાની શીખ આપી હતી, સાથે રાજકોટ ખાતે યોજાઈ રહેલી હોકી તથા સ્વિમિંગની સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ખેલાડીઓને શુભકામના પાઠવી હતી.

Photo 2022 09 15 13 32 13Photo 2022 09 15 13 32 16Photo 2022 09 15 13 32 17Vlcsnap 2022 09 15 11H55M23S789

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવોને આવકાર્યા હતા અને નેશનલ ગેમ્સની યજમાની કરવાનો મોકો આપવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયેલી વિવિધ શેરી રમતો તથા વિસરાયેલી રમતોનું નિદર્શન મહાનુભાવોએ નિહાળ્યું હતું તથા આ રમતો રમીને બાળપણ તાજું કર્યું હતું.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ડોર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આમંત્રિતોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. શહેરના ઉભરતા ખેલાડીઓએ વિવિધ રમતોનું ઉપસ્થિતો સમક્ષ નિદર્શન કર્યું હતું. નેશનલ ગેમ્સના મેસ્કોટ “સાવજ”એ ઇન્ડોર હોલમાં લાઈવ નિદર્શન કરીને પ્રેક્ષકોને અને ખેલાડીઓને રોમાંચિત કર્યા હતા. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ, શાળા-કોલેજોનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર તથા પુરસ્કારના ચેક આપી બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, ડી.સી.પી.પ્રવીણ કુમાર મીના, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, રમત-ગમત અધિકારી વી.પી. જાડેજા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.પી.દિહોરા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણી, વિવિધ ભવનોના વડાઓ, વિવિધ રમતોના પ્રશિક્ષકો તથા મોટી સંખ્યામાં છાત્રો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • મંત્રી રૈયાણી અને કલેકટરે બેડમિન્ટનમાં હાથ અજમાવ્યો

Photo 2022 09 15 13 32 14

36મી નેશનલ ગેમ્સ અન્વયે રાજકોટના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય અવેરનેસ કેમ્પનો પ્રારંભ થયો હતો. જેમાં રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણી અને જિલ્લા કલેકટરે બેડમિન્ટનમાં હાથ અજમાવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને ડી.સી.પી.પ્રવીણ કુમાર મીનાએ પણ બેડમિન્ટન ખેલી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.