Abtak Media Google News

ક્રેડાઈ રાજકોટ બીલ્ડર એસોસિએશન તથા IIID સૌરાષ્ટ્ર ચેપ્ટરના સંયુકત ઉપક્રમે  જાજરમાન આયોજન

સૌથી મોટા પ્રોપર્ટી એકસપોમાં 3,50,000 વધુ લોકો લેશે તેવી અપેક્ષા: વિવિધ સેમીનાર સાથે કોન્ફરન્સનું હાથ ધરાશે: 300થી વધુ સ્ટોલની નોંધણી સંપન્ન

ક્રેડાઈ રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન તથા ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ – સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા આયોજીત પ્રોપર્ટી એકસપો અને શોકેશ -2023 આગામી તા .6 થી 11 જાન્યુઆરી 2023 દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ , રાજકોટ ખાતે આયોજન કરવામાં આવનાર છે . સમગ્ર ગુજરાતનો સૌથી મોટો પ્રોપ્રર્ટી એકસ્પો તા .6 જાન્યુઆરીના રોજ સવારે 10.00 કલાકે ખુલ્લુ મુકવામાં આવનાર છે . જેમાં આશરે 3,50,000 જેટલા લોકો આ એકસ્પોની મુલાકાત લેશે .

Advertisement

પ્રોપર્ટી ડેવલોપર્સ અને નાના – મોટા બિલ્ડર્સ , સેનેટેરીવેર્સ અને બાથ ફીટીંગ્સ , સ્ટોન અને ટાઈલ્સ ઉત્પાદકો , ડોર અને વિન્ડો , હાર્ડવેર અને ફર્નિચર ફીટીંગ્સ , કીચન અને હોમ એપ્લાયન્સીઝ , લાઈટ્સ અને ઈલેકટ્રીક આઈટમ્સ , પ્રીન્ટ અને ક્ધટ્રકશન્સ કેમીકલ્સ , ડેકોરેટીવ ગ્લાસ અને ગ્લાસ ફીટીંગ્સ , એરકંડીશન્સ , બીલ્ડીંગ મટીરીયલ્સ , પ્રોફેશ્નલ અને ડીઝાઈન એકેડેમીક ઈન્સ્ટીટયુટ પણ જોડાયેલ છે.

આ એકસ્પોમાં 300 થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે .

સમગ્ર ઇવેન્ટમાં કોન્ફરન્સ અને સેમિનારનું આયોજન 200 લોકોની બેઠક ક્ષમતા સાથે થશે . એકસ્પોમાં કુલ 50,000 સ્કે . મીટર જગ્યામાં ઉભુ કરાશે . 1500 થી વધુ લોકોની બેઠકની ક્ષમતા ધરાવતા સેન્ટ્રલ પ્લાઝા હશે . ક્રેડાઇ આર.બી.એ અને IIID ના રાષ્ટ્રીય સભ્યો પણ આ પ્રસંગે હાજર રહેશે . આ એકસ્પોમાં 50 જેટલા બિલ્ડરોનાં 150 પ્રોજેકટનું ડીસ્પ્લે , 138 પ્રોપર્ટી સ્ટોલ અને 176 જેટલા ઈન્ટીરીયર સ્ટોલ પ્રોડકટ્સનાં સ્ટોલ આપની સમક્ષ ખુલ્લા મુકવામાં આવનાર છે . જેમાં 150 થી વધારે લોકલ અને નેશનલ કંપનીઓની ઈન્ટીરીયર બ્રાન્ડ પણ આ એકસ્પોમાં જોવા મળશે.

આ એકસ્પોમાં આવનાર મુલાકાતીનાં મનોરંજન માટે ડેઈલી ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં કોમેડી શો , મ્યુઝીકલ શો પણ આ એકસ્પોમાં સામેલ કરવામાં આવેલ છે.

આ એકસપોમાં રાજકોટનાં નામાંકિત 50 થી વધારે બિલ્ડરો દ્વારા 150 થી વધારે પ્રોજેક્ટનું ડીસ્પલે રજુ કરવામાં આવનાર છે જેથી કરીને આપને આપની પસંદગી અને બજેટને અનુરૂપ ચોઈસ કરી શકશો .

તો સાથે સાથે મુલાકાતીઓની સરળતા માટે નામાંકિત બેન્કનાં એકઝીકયુટીવ પણ હાજર રહેશે જેથી આપની પસંદગીની પ્રોપ્રટી ઉપર આપને કેટલી લોન અને કેટલું ડાઉન પેમેન્ટ તે અંગેની જાણકારી ત્વરીત મળી રહે .

આ એકસ્પોમાં સ્પેશ્યલી ડીઝાઈનર ડોમમાં પેઈન્ટીંગ ઝોન , સેમીનાર ડોમ જેમાં દરરોજ નામાંકિત વકતાઓના સેમીનાર , રીક્રીએશન ડોમમાં આર્ટીસ્ટ દ્વારા ભાતીગળ પેઈન્ટીંગની અદ્ભુત કૃતિઓ રજુ કરશે . રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની જનતા માટે આ આ એકસ્પો મુલાકાત લેવી તે એક મહામુલો લ્હાવો છે કારણ કે જ્યાં આપને જોઈતી તમામ પ્રોડક્ટસ એક છત નીચે મળી રહેશે.

ધ ક્ધફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા એટલે કે ક્રેડાઈથી વધુ જાણીતું છે , અને તેના એકભાગ રૂપે રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન એક સંસ્થા છે જે એક બેનર હેઠળ બાંધકામ ઉદ્યોગના વિવિધ શાખાઓને એક સાથે લાવે છે . આ સંગઠન 1990 માં શરૂ થયું હતુ.

તેવી જ રીતે ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ની સ્થાપના 1972 માં કરવામાં આવી હતી . આ સંગઠનનું ઉદ્દેશ તેના સભ્યોમાં સારી વ્યાવસાયીક અને વેપાર પદ્ધતિઓ અને નૈતિકતા અધિષ્ઠા પિત કરવાનું છે .

આ સંસ્થાને ભારતના ઇન્ટિરિયર ડિઝાઇન વ્યવસાયમાં આગળ વધવા માટેના દ્દશ્ય સાથે શરૂઆત કરવામાં આવી હતી ે IIID ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને APSDA- એશીયા પેસિફીક સ્પેસ ડિઝાઇનર્સ એસોસીએશનનું સભ્ય છે.  IIIDપાસે સમગ્ર દેશમાં 31 ચેપ્ટર અને સેન્ટર છે . સૌરાષ્ટ્ર ચેપ્ટર  IIID ના સૌથી સક્રિય ચેપ્ટરોમાંનુ એક છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.