Abtak Media Google News

સદર ઉપાશ્રય ખાતેથી નિકળેલી પૂ. ગુલાબબાઈ મ.સા.ની પાલખીયાત્રામાં બહોળી સંખ્યામાં જૈન-જૈનેતરો જોડાયા

ગોંડલ સંપ્રદાયના વરિષ્ઠ, ચારિત્ર્ય જયેષ્ઠા શ્રમણી શ્રેષ્ઠા સાધ્વી રત્ના ગુ‚ણી મૈયા પૂ. ગુલાબબાઈ સમાધિભાવે તીર્થ સમાન સદર ઉપાશ્રયે કાળધર્મ પામેલ અનેતેમની પાલખી યાત્રા તા.૧૫ના બપોરે ૨ કલાકે સદર ઉપાશ્રયેથી જય જય નંદા, જય જય ભદ્રાના જયનાદ સાથે નીળી હતી. જેમાં બહોળી સંખ્યામાં જૈન જૈનેતરો જોડાયા હતા.

પૂ. ગુલાબબાઈ મ.સ.ની ગુણાનુવાદ સભા તા.૧૬ શનિવારના રોજ સવારના ૯ થી ૧૧ કલાક દરમ્યાન રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંચાલીત સદર ઉપાશ્રયે ૧૫ પંચનાથ પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે. તેમ સંઘ પ્રમુખ ઈશ્ર્વરભાઈ દોશીએ જણાવેલ છે.

રત્નકુક્ષિણી માતા સમરતબાઈ અને ધમે પરાયણ પિતા ભુરાચંદભાઈના આંગણે આજથી ૯૨ વષે પૂર્વે ખીરસરા ગામમાં એક બાળકીનું અવતરણ થયેલ.મુખાકૃતિ અને દેહાકૃતિ એકદમ સોમ્ય અને ગુલાબ જેવી હોવાથી પરીવારજનોએ તેઓનું નામ ગુલાબ રાખ્યું.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે ૧૯૪૭ માં ભારત દેશ આઝાદ થયો ત્યારે માત્ર ૨૧ વષેની ભર યુવાન વયે પોતાના આત્માને ૮ કર્મોથી આઝાદ કરવા ગોંડલની બાજુમાં આવેલ  ” ખીરસરા ” ની ધન્ય ધરા પર વિક્રમ સંવત ૨૦૦૪  મ.સુ.૧૩ ના તેઓએ પૂ.પ્રાણગુરુના શ્રી મુખેથી ” કરેમિ ભંતે ” નો પાઠ ભણી જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી પૂ.ગુરુણી મૈયા ઉજમબાઈ મ સ.નું સાનિધ્ય પ્રાપ્ત કરેલ.Dsc 8375

તેઓએ પ્રથમ ચાતુર્માસ સારકુંડલા અને અંતિમ ચાતુર્માસ સદર સંઘમાં લાભ આપેલ.તેઓએ સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બિહાર,બંગાલ વગેરે પ્રાંતોમાં વિચરણ કરી મહાવીરનો સંદેશો ફેલાવી અભૂતપૂવે શાસન પ્રભાવના કરેલ.૯૨ વષેની ઉંમરમાં ૭૨ વષેના સુદીઘે સંયમ જીવનમાં પૂ.પ્રાણ ગુરુ સહિત અનેક જ્ઞાની પૂ.સંત – સતિજીઓનો ત્રિગુણ સ્થવિરા પૂ.ગુલાબ બાઈ મ.સ.ને અપૂવે મહા લાભ મળેલ. ગોંડલ સંપ્રદાયના અગ્રણી વૈયાવચ્ચ રત્ન ચંદ્રકાન્તભાઈ શેઠે કહ્યું કે પૂ.ગુલાબબાઈ સમયક્ જ્ઞાન ,દશેન,ચાિરત્ર, તપ, ક્ષમા, નિર્લોભતાથી શોભાયમાન હતાં.

મોટા સંઘ અને સદર સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ જણાવ્યું કે લગભગ છેલ્લા ત્રણ દાયકાથી સદર સંઘને પૂ.ગુલાબબાઈ મ.સ.એ સ્થિરવાસનો લાભ આપી સદર સંઘને જંગમ તીથે બનાવેલ. ગુરુણી મૈયા પૂ.ગુલાબબાઈ મ.સ.ની પૂ.તારાબાઈ મ.સ., પૂ.વિજયાબાઈ મ.સ.,પૂ.કુંદનબાઈ મ.સ. એ અગ્લાન ભાવે અપૂવે સેવા – વૈયાવચ્ચ કરેલ. ગોંડલ સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારીએ જણાવ્યું કે પૂ.ગુરણી મૈયા ગુલાબબાઈ મ.સ.=૭એ તો ગોંડલ સંપ્રદાયનું ગૌરવ હતાં.જેઓનો સાત – સાત દાયકાઓના સંયમ પયોયના કારણે તેઓ સંપ્રદાય વરિષ્ઠા અને શ્રમણીઓમાં શ્રેષ્ઠા અને ચારિત્ર જયેષ્ઠા હતાં.Dsc 8369

સદર સંઘના અગ્રણી કિશોરભાઈ દોશી,મધુભાઈ શાહ, તથા જગદીશભાઈ કોઠારી કહ્યું કે પૂ.ગુલાબબાઈ મ.સ. છેલ્લી અવસ્થામાં પણ સ્વાધ્યાયમય રહેતાં.ડોલરભાઈ કોઠારીએ જણાવ્યું કે પૂ.નમ્રમુનિ મ.સા.સમીપે સંયમ અંગીકાર કરનાર મુમુક્ષુ આત્માઓ જયારે પૂ.ગુલાબ બાઈ મ.સ.ના દશેન કરવા પધારેલ ત્યારે પૂ.ગુલાબબાઈ અત્યંત હર્ષિત થઈ કૃપાશીષ આપતા કહેલ કે સંપ્રદાય અને જિન શાસનનું ગૌરવ વધારી સ્વરૂપરનું કલ્યાણ કરજો.

Dsc 8396

પૂ.ગુલાબબાઈ મ.સ.એકદમ સરળતાની મૂર્તિ હતા.નિખાલસતામાં તેઓની તોલે કોઈ આવે નહીં. તેઓ કાયમ પ્રભુ મહાવીરનું આગમ વાક્ય દશેનાર્થીઓને કહેતા કે જયાં સરળતા છે ત્યાં ધમેનો વાસ છે,માટે જીવનમાં સદા સરળતાને અપનાવજો. સંપ્રદાય વરિષ્ઠા પૂ.ગુલાબબાઈ મ.સ.કાળધમે પામતા ગોંડલ સંપ્રદાય અને જિન શાસનને બહુ મોટી ખોટ પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.