Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લાના જોરાવરનગર પો.સ્ટે. વિસ્તારમા કટુડાગામની સીમમાંથી જુગાર રમતા કુલ – ૭ ઇસમો વિરુધ્ધ રોકડા રૂ.૧૨,૦૦૦, મોબાઇલ ફોન-૫ કિ.રૂ.૫,૦૦૦ તથા મોરટ સાયકલ-ર કિ.રૂ.૬૦,૦૦૦ મળી

કુલ રૂ.૭૭,૦૦૦ ના મુદ્દામાલ સાથેનો જુગારકેસ દાખલ કરાવતી
આર.આર.સેલ રાજકોટ રેન્જ ટીમ

રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે શ્રી ડી.એન.પટેલ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ રાજકોટનાઓએ કૃણાલ પટેલ પો.સબ.ઇન્સ શ્રી. આર.આર.સેલ નાઓને કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સેલના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે સુરેન્દ્રનગર જીલ્લાના જોરાવરનગર પો.સ્ટે. વિસ્તારમા કટુડાગામની સીમમાં અમુક લોકો ભેગા મળી જુગાર રમે છે.

જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ સ્ટાફ સાથે પહોચી રેઇડ કરતા આરોપીઓ (૧) ધનશ્યામ હરજીભાઇ રાખશીયા રે.કટુડા (ર) અશ્વીન ત્રીભોવનભાઇ રાઠોડ રે.કટુડા (૩) દિપક ચુનીલાલ પઢારીયા રે.સુરેન્દ્રનગર (૪) મુકેશ મનજીભાઇ વાટુકીયા રે.દુધરેજ (૫) સુરેભા રઘુભા ઝાલા રે.કટુડા વાળાઓને નશીબ ઉપર આધારીત ગંજીપતાના પાના અને પૈસા વતી તીનપતીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા કુલ રૂ.૧૨,૦૦૦/-, મોબાઇલ ફોન-૫ રૂ.૫,૦૦૦/- તથા મો.સા.-ર રૂ.૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૭૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી તેમજ નાશી જનાર (૬) ભુપતસિહ બહાદુરસિહ વાઘેલા રે.કટુડા (૭) ધનશ્યામ ગોવીંદભાઇ કમેજળીયા રે.દુધરેજ મળી તમામ સાત આરોપીઓ વિરુધ્ધ જોરાવરનગર પો.સ્ટે ગુન્હો રજી. કરાવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.