જીમના દરવાજા ખુલ્યા: કસરતવીરો મોજમાં

લોકડાઉનના લાંબા અંતરાલ બાદ આખરે આજે કસરતવીરો માટે સ્વાસ્થ્યવર્ધક સમાચાર છે.

આજે ફરી એકવાર જીમને શરૂ કરવાની પરવાનગી મળી છે ત્યારે શરીર સૌષ્ઠવ પ્રત્યે સભાન યુવક-યુવતિઓએ જીમમાં જઇને પોતાના શરીરમાંથી વધારાનો મેદ કાઢવા તેમજ તેને યોગ્ય ‘શેપ’ આપવા માટેની કવાયત શરૂ કરી દીધી છે જીમ શરૂ થતાં કસરતવીરો આનંદનો અનુભવ કરી રહ્યા છે.