Abtak Media Google News

અન્ય ખેડૂતો પણ લાભ લઈ શકે તે માટે પોતાના મોબાઈલમાં લાઈવ પ્રસારણ માટેની લીન્ક ગોઠવી

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામના એક ખેડૂતે ઓર્ગેનિક ખેતી તરફ પહેલ કરી છે. તેમણે પોતાની દોઢ વિઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટની ઓર્ગેનિક ખેતી કરી છે તથા અન્ય ખેડુતોને પણ આ ખેતીનો લાભ મળી શકે તે માટે પોતાના મોબાલમાં લાઈવ પ્રસારણ માટે લીન્ક ગોઠવી છે.

હડિયાણા ગામના ખેડૂત દેવીનભાઈ ટપુભાઈ નકુમ તેમની બાલાચડી અને હડિયાણા ની વચ્ચે ની સીમમાં પોતાની વાડી આવેલી છે.. આ વાડી માં વર્ષોથી જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા. અને મોટા ભાગે નુકસાની થતી હતી. જેના અનુસંધાન હાલમાં ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આ વાડી માલિકે પોતાની વાડી મા દોઢ વીઘા ની જમીન માં ડ્રેગનફ્રુટ ની ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ ફળ દેશી દવા તરીકે પણ કામ આવે છે. અને હાલમાં આ ખેતી માં એક વર્ષ માં આશરે ૨૫૦૦ કિલ્લો નું ઉત્પાદન થાય છે.અને આ ફળની ખેતી આશરે લગભગ ૨૫ વર્ષ સુધી ખેતી થાય છે. અને એક જ વખતે શરૂઆત માં ખર્ચ થાય છે. અને લાંબા સમય સુધી ફરી થી ખર્ચ કરવો પડતો નથી. અને દર વર્ષે ઉત્પાદન માં વધારો થાય છે. અને આવકમાં વધારો થાય છે.અને તેની ખેતીમાં તેને સીસીટીવી કેમેરા ગોઠવેલા છે. જેથી કોઈ પણ અજાણી વ્યક્તિ આ ફળ ને નુકસાન ન કરે કે ચોરી ના બનાવ ન બને તે માટે લગાવ્યા છે. તેમનું લાઈવ પ્રસારણ પોતાના મોબાઈલ લીન્ક ગોઠવી છે કે ઘરે બેઠા બેઠા પણ જોઈ શકાય છે અને આ ફળમાં વિવિધ પ્રકારના પૌષ્ટિક તત્વો અને ગુણ છે. અને હાલમાં લગભગ દેશી ઔષધી તરફ આગળ વધતા જાય છે. અને મોટા ભાગના ગુણકારી ફાયદા ઓ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.