Abtak Media Google News

હજ માટે ખુદાના દરબારમાં જતા પહેલા જીવનમાં પાકીજગી અનિવાર્ય, હજ પઢી લીધા પછી હાજી બનીને બદ્દા એ સમાજ માતૃભૂમિ અને કુદરતને વફાદાર રહેવાનો ફરજ હોય છે, હાજી બન્યા પછી ગુના કરનારને અલ્લાહ ક્યારેય માફ કરતો નથી

મુબારક હો તુમ સબકો હજ કામહિના.. સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજ ના પવિત્ર હજ માટેની તૈયારીઓ સાઉદી અરબના મક્કામાં પરિપૂર્ણ થઈ છે ગુરુવારે 10 મી જીલહજ ના રોજ લાખુ મુસ્લિમો પવિત્ર મક્કામાં હજ અદા કરશે,વિશ્વ ભરના તમામ મુસ્લિમો માટે જીવનમાં એકવાર અવશ્યપણે ફરજ થયેલી મકાની હજ કેવા બંદા માટે ફરજ છે,? કોણ હજ પડીને હાજી બની શકે? હજ પડવાના શું નિયમો છે કેવા આચરણ કરવા પડે હજ પઢી આવ્યા પછી  કેવું જીવન જીવવું જોઈએ તેના કુરાન શરીફમાં સ્પષ્ટ નિયમો અને આદેશ છે..

હજ એ ખૂબ જ પવિત્ર ઈબાદત છે તે દરેકના નસીબમાં ન હોય અને તે માટે દરેક યોગ્ય પણ ન હોય આપણા સમાજમાં કહેવત છે કે “સો ચુહે મારકે બિલ્લી હજકો ચલી” હજારો લાખો માંથી જૂજ બંધાવાની હજ કબુલ થાય છે, હજ માત્ર યાત્રા નથી જીવન અને પરમાત્મા અલ્લાહ વચ્ચેનો સેતુ છે હજ માટેના  નિયમ અને ફરજ અદા કરનાર ને જ હજ પડવાનો અધિકાર છે જીવનમાં એકવાર હજ પડવી જોઈએ હાજી બનતા પહેલા ખરા અર્થમાં હજ પડવા જનાર વ્યક્તિને પાક બનવું પડે..

. ઇસ્લામના મૂળભૂત ઈબાદતમાં મહત્વની ગણાતી હજ માટે ની ખાસ શરતોમાં હજ પડવા જનાર વ્યક્તિ પર કોઈ પણ જાતનું કરજ કે આર્થિક મુશ્કેલી ન હોવી જોઈએ, સંતાનોના લગ્નથી લઈને પડોશીઓ અને મદદની ફરજ, જીવનમાં સત્યનું આચરણ ;એક પણ દિવસની ઈબાદત જતી ન હોવી જોઈએ કોઈ સાથે વેર દુશ્મની ન હોવી જોઈએ હોય તો સમાધાન કરી લેવું જીવનભરની નેક કમાઈ માં પરિવાર પત્ની બાળકો ના હક અદા કર્યા પછી શેષ જીવનમાં મોહતાજી ન થાય તેવી વ્યવસ્થા ઉભી કર્યા બાદ જે નાણાં વધે તેનાથી હજ કરવાનો હુકમ છે

હજ કરતા પહેલા જીવનમાં સંપૂર્ણપણે સત્યનું આચરણ  નેકી અને માનવતાના બીજ વવાઈ ગયા હોવા જોઈએ.

હજ કરનારને હાજીનું સન્માન વાચક શિરપાવ મળે છે કેટલા લોકો ખરા અર્થમાં હાજી બને છે?. હજ પઢીને આવનાર વ્યક્તિ સમાજ અને જીવનમાં સત્યનો આચરણ કરનાર હોવો જોઈએ, વ્યાજ જેવી હરામની કમાણી ની પ્રવૃત્તિ કરતો ન હોવો જોઈએ; કોઈ સાથે વેર ન કરે અને ખરા અર્થમાં જે દેશમાં રહેતા હોય ત્યાંની વફાદારી વતન પરિસ્થિતિ હાજી માટે ફરજ હોય છે, હાજી બનીને ગુનાહના કામ કરવા ,માતૃભૂમિ સાથે ગદ્દારી કરવી; ભ્રષ્ટાચાર; બેઈમાની અને હિંસા માં સામેલ વ્યક્તિ હાજી ગણા તો જ  નથી આવી વ્યક્તિ પર અલ્લાહ પણ ખૂબ જ નારાજ હોય છે અને તેને આકરી સજા નો કુરાનમાં પણ ઉલ્લેખ છે, હજ એ પાક મુસ્લિમો જ પડી શકે

હજ યાત્રા માત્ર મક્કા -મદીના ના દીદાર દર્શન પૂરતી મર્યાદિત નથી, બંદા ને સમર્પણ ,વિશ્વ કલ્યાણ, ભાઈચારા અને  સામાજિક ફરજથી સજાગ કરે છે

ઇસ્લામની સંસ્કૃતિ સદીઓ જૂની વિરાસત ધરાવે છે અગાઉ પેલેસ ટાઈમ ઇઝરાયેલમાં જરૂરસલામ ખાતે કાબાનુ પવિત્ર સ્થળ હતું પરંતુ ઇસ્લામ યહૂદી અને ખ્રિસ્તી ધર્મ વચ્ચે ઉભા થયેલા પ્રશ્નોને લઈને વર્તમાન કાબાનું સાઉદી અરબમાં નિર્માણ થયું છે..  વિશ્વભરના તમામ મુસ્લિમ પરિવારો માટે જીવનમાં એકવાર સાઉદી અરેબિયામાં આવેલા પવિત્ર મક્કામાં હજ કરવાની તમન્ના હોય છે .. પાક પરવર દિગાર દ્વારા કરવામાં આવેલી કેટલીક ફરજ ઈબાદતમાં હજ મહત્વની ઈબાદત ગણાય છે.. દરેક પાક મુસ્લિમ ને જીવનની તમામ સામાજિક પારિવારિક ફરજો અદા કર્યા બાદ હક કમાણી માંથી વધેલી રકમ દ્વારા સાઉદી અરબના મક્કા શહેરમાં આવેલ પવિત્ર કાબા ના દીદાર અને જીલહજ મહિનાની 10 મી તારીખે ખાસ નમાજ ના રૂપમાં હજની અદાઈગી કરવાની ફરજ છે..

આ વર્ષે ગુરૂવાર 10 જીલહજ ના રોજ મક્કામાં 20 લાખથી વધુ મુસ્લિમો હજની  કરશે, વિશ્વમાં હજ નો આ પ્રસંગ સૌથી મોટા ધાર્મિક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે

ઇસ્લામના મૂળભૂત પાંચ ફરજ માં હજનું સવિશેષ મહત્વ છે દરેક નેક બંદા માટે જીવનમાં એકવાર હજ કરવાની ફરજ છે. સાધન સંપન્ન સંપૂર્ણપણે કરજમુક્ત હોય તેવા વ્યક્તિને સંપૂર્ણપણે તંદુરસ્ત અને સભાન વ્યવસ્થામાં હજ કરવાથી અલ્લાહ ના ઘર પાસેજઈને પાપ એટલે કે ગુનાઓ થી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે .હજ અલ્લાહના સમીપ અને મુસ્લિમોમાં વૈશ્વિક એકતા નું નૂર એટલે કે પ્રકાશિત કરે છે

સાઉદી રાજ ઘરાના દ્વારા દ્વારા 1920 થી પવિત્ર મક્કા નું સંચાલન અને વૈશ્વિક ધોરણે હજની વ્યવસ્થા ની જવાબદારી સંભાળવામાં આવે છે સરકાર દ્વારા લાખો ડોલર ના ખર્ચે અત્યારે આધુનિક સુખ સુવિધા અને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે 2015માં થયેલી દુર્ઘટનામાં 2400 યાત્રાળુઓના ભાગદોડમાં જાનહાની થયા પછી સંગીન સલામતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ વર્ષે આજથી જ હજના  અર કાન એટલે કે વિવિધ પરંપરાઓ સાથે હજની શરૂઆત થઈ ગઈ છે.

મુસ્લિમ કેલેન્ડર જીલહજ મહિનાની 10 મી તારીખે હજ માટે સમગ્ર વિશ્વના મુસ્લિમો સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં આવે છે અને ત્યાં હજરત મહમદ  સાહેબ થી લઈને હજરત ઈબ્રાહીમ  અને ઈસ્માઈલ  પેગંબર મા ઇબ્રાહીમ અને ઈસ્માઈલ અલયહી સલામ ને ક્રિસ્ચન અને જેવીસ યહૂદી ધર્મ પણ માને છે

કુરાનમાં હજના મહત્વ અંગે દર્શાવાયું છે કે અલ્લાહ એ હઝરત ઈબ્રાહીમ ને પોતાની સૌથી પ્રિય વસ્તુ અલ્લાહ ના નામ ઉપર કુરબાન કરવાનું કહ્યું ત્યારે હઝરત ઈબ્રાહીમે વિચાર્યું અને અનુભવ્યું કે પોતાને સૌથી વધુ પ્રિય પોતાનો પુત્ર ઈસ્માઈલ છે. અલ્લાહ પરના ભરોસા અને કુદરત પરની લાગણી અને અપરંપાર પ્રેમ ને લઈને હજરત ઈબ્રાહિમે પોતાના પુત્ર ઈસ્માઈલની કુરબાની આપવાનું નક્કી કર્યું ,પુત્ર પણ પિતાના નિર્ણય સાથે સહમત થયા, બંને પિતા પુત્ર નદી કિનારે ગયા અને ઇબ્રાહિમે આંખે પાટા બાંધી અલ્લાહની રાહમાં પુત્રની કુરબાની આપી.. ત્યારે અલ્લાહે છેલ્લી ઘડીએ દેવદૂતો  ફરીસ્તાઓને હુકમ કરી હજરત ઈસ્માઈલ ની જગ્યાએ ઘેટો મૂકી દીધો હજરત ઈબ્રાહીમ એ કુરબાની આપી ને જ્યારે આંખ પરથી પટ્ટી હટાવી ત્યારે ઘેટો કુરબાન થયેલો નજરે પડ્યો અને પુત્ર સલામત રીતે સામે ઊભા હતા

આમ અલ્લાહ ની કસોટીમાં બે બે પેગંબર હજરત ઈબ્રાહીમ અને ઈસ્માઈલ પાર ઉતર્યા હતા. પાક પરવર દિગાર કુદરત દ્વારા લેવાયેલી આ કસોટીની પરંપરા ને કયામત સુધી યાદ રાખવા માટે મુસ્લિમો દર વર્ષે હજયાત્રા  કરી પેગંબર હજરત ઈબ્રાહીમ એ આપેલા પુત્ર ઈસ્માઈલ ની કુરબાનીને અંજલી આપે છે હજમાં કાબા ફરતે સાત વખત તવાફ એટલે કે પરિક્રમા અને હ ઈસ્માઈલની માતા એ પિતા પુત્રની શોધમાં બે પર્વતો વચ્ચે દોટ મૂકી હતી તેમ સાત વખત પર્વત વચ્ચે દોટ લગાવવામાં આવે છે .

કુરબાની વખતે હજરત ઈબ્રાહીમ અને ઇસ્માઈલ ને ગેરમાર્ગે દોરવા માટે વચ્ચે આવેલા શેતાનને બાપ દીકરાએ કાંકરીઓ મારીને દૂર કર્યો હતો. આ વિધિ પણ હજી યાત્રા એ ગયેલા યાત્રાળુઓ દ્વારા હજ દરમિયાન કરવામાં આવે છે બકરી ઈદ ના દિવસે પવિત્ર કાબાની મસ્જિદમાં બેરકાત નમાજ પડીને હજ અદા કરવામાં આવે છે.

કેટલાક હાજીઓ મદીનામાં હજરત મહમદ પેગંબર સાહેબના  મજાર ના દીદાર દર્શન માટે પણ જાય છે. હજમાં અલ્લાના બંદા માત્ર કાબા ની પ્રદિક્ષણા અને પૂજા કરતા નથી પરંતુ ખરેખર તે ઇસ્લામ ધર્મ અને અલ્લાહનીર રાહમાં મ કુરબાનીની ભાવના ભાઈચારો નિભાવનાનું સન્માન કરે છે. વિશ્વભરના મુસ્લિમો દરરોજ પાંચ ટાઈમની નમાજ કાબા તરફ સન્મુખ રાખીને જ પડે છે

મધ્યયુગમાં મુસ્લિમ શાસકોએ હજી યાત્રાળુઓ માટે વ્યવસ્થા અને સુરક્ષા ઉપલબ્ધ કરાવી યાત્રાળુઓને રસ્તામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે શસ્ત્ર દડોની રચના કરવામાં આવી રણમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી 1757માં બધાયુનિ ચાચીયાઓએ હાજીના કાફલા પર હુમલો કરીને હજારો યાત્રાળુઓને શહીદ કરી દીધા હતા ત્યારથી મુસ્લિમ સાંજકોએ હજ યાત્રાળુઓ માટેની ખાસ વ્યવસ્થા ઊભી કરી હતી

અજની શરૂઆત પરંપરાગત રીત રિવાજ મુજબ થાય છે દરેક હાજી ઇરહામ માં દાખલ થાય છે ખાસ એકસરખા કપડાઓ પહેરે છે અમીર ગરીબ નો ભેદ રહેતો નથી હજ માટે વાળ મુંડન કરાવવામાં આવે છે અને રણમાં અલ્લાહ એ હજરત ઈસ્માઈલ માટે શરૂ કરેલા ઝરણા આબે ઝમઝમ ના દર્શન કરી પાણીનું આચમન કરે છે હજના છેલ્લા દિવસે ઈદ અજહા એટલે કે કુરબાની ની ઈદ ની ઉજવણી થાય છે, ઇદના દિવસે કાબામા હજની નમાજ થાય છે તે ઘડીએ સમગ્ર વિશ્વની ઈદગાહો અને મસ્જિદોમાં મુસ્લિમો ઇજની નમાજ પડી દરેકને હજ નસીબ થાય તેવી દુઆ કરે છે આ વર્ષે ગુરૂવાર તારીખ 29 મી જુનના રોજ ઇદલ અજહાની ઉજવણી થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.