Abtak Media Google News

હળવદનાં મેરૂપર ગામે આવેલ સીમમાં જવાના રસ્તે આડા મારગ પાસે આવેલ ખરાબાની જગ્યામાં આવેલ છગનભાઇ અમરશીભાઇ પરમારના ડેલામાંથી મોરબી એસઓજી પોશ ડોડાનો જથ્થો ઝડપી પાડી એક શખ્સની અટકાયત કરી છે. તેમજ પૂછપરછ દરમિયાન વધુ એક શખ્સનું નામ સામે આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે હળવદના મેરૂપર ગામે રહેતા ભુપતભાઇ ઉર્ફે મંગલભાઇ અમરશીભાઇ પરમાર નામના શખ્સે વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશ ડોડાનો જથ્થો વેચાણ માટે મંગાવ્યો છે જેને આધારે પોલીસે તેઓએ મેરૂપર ગામે આવેલ સીમમાં જવાના રસ્તે આડા મારગ પાસે આવેલ ખરાબાની જગ્યામાં છગનભાઇ અમરશીભાઇ પરમારના ડેલામાં રેઇડ કરી આરોપીને ગેરકાયદેસર રીતે વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશ ડોડાનો જથ્થો 7 કિલો 660 ગ્રામના રૂ.22,980/- ની કિંમતના જથ્થા તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.27980/- ના મુદામાલ સાથે ભુપતભાઇ ઉર્ફે મંગલભાઇ પરમારને ઝડપી પાડવામાં આવ્યો છે.

તેમજ  ખુમાનભાઇ રજપૂત (રહે.પાંડાતિરથ તા.હળવદ જી.મોરબી)નુ રેઇડ દરમ્યાન નામ ખુલતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.