Abtak Media Google News

હળવદ મામલતદાર કચેરી ખાતે યોગ વળતરની માંગ સાથે આઉટસોર્સિંગ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

હળવદમાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ દ્વારા વિવિધ પડતર માંગણીઓ સાથે હળવદ પ્રાંત અધિકારીને બુધવારે  લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું જેમાં તેમણે વિવિધ માંગણીઓ જણાવી ન સંતોષાય તો તારીખ 22/9 ગુરૂવાર થી હળવદ મામલતદાર કચેરીએ અચકોસ મુદત હડતાળ પર ઉતરશે જણાવ્યું હતું.

આઉટસોર્સિંગ કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મીઓને કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા અથવા યોગ્ય પગાર નીતિ બનાવવા રજૂઆત કરી હતી.હળવદમાં આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કર્મચારીને મળતા લાભો આપવા  તેમણે જણાવ્યું હતું કે, તમામ કચેરીઓમાં આઉટસોર્સિંગ ફરજ બજાવતા કર્મચારીઓને સરકાર દ્વારા આઉટસોર્સિંગ એજન્સીઓને અંદાજીત 15 હજાર સુધીની ચુકવણી કરવામાં આવે છે. પરંતુ એજન્સીઓ દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓને માત્ર 4 હજારથી 8 હજાર સુધીનું વેતન ચુકવવામાં આવે છે. તેમજ પીએફ પણ કેટલીક એજન્સીઓ દ્વારા આપવામાં આવતું નથી. આઉટસોર્સિંગ કર્મચારીઓ ચૂંટણી કામગીરી, સેવાસેતુ, કોરોના કામગીરી તેમજ પુર રાહત સહિતની કામગીરી કરી છે.

તેમ છતાં વર્ષોથી પગારમાં એકપણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. અને મહિનાના દિવસોમાં રજા કાપી પગાર ચૂકવવામાં આવે છે. જેથી હાલ મોંઘવારીના સમયમાં ગુજરાન ચલાવવું ખુબ જ મુશ્કેલ બન્યું છે. આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ વેતન આપવામાં આવતું નથી. જેથી આઉટસોર્સિંગ કર્મચારીઓને સરકાર દ્વારા એજન્સીઓ મારફત ચુકવવામાં આવતું વેતન ડાયરેક્ટ કર્મચારીઓના ખાતામાં ચુકવવામાં આવે તેવી માંગ કરી છે. અને જો પડતર માંગણીઓનું નિરાકરણ નહીં  આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતાં અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.મામમલતદાર કેચરી માં  આઉટસોર્સિંગ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં ટેબ્લો ખાલી એમ નજરે પડીયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.