Abtak Media Google News

ટ્રક અને 41700 કિલો સળીયા મળી રૂ. 32.95 લાખનો મુદામાલ કબ્જે

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના નવા ધનાળા ગામની સીમમાં ચાલતુ ટ્રકમાંથી લોખંડના સળીયા કાઢવાનું કૌભાંડ પકડી પાડી મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એલ.સી.બી.ની ટિમ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ખાનગી રાહે તેઓને હકીકત મળેલ કે, માળીયા મી. હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઇનોવીન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમા અમુક ઇસમો ગેર કાયદેસર રીતે હાઇવે રોડ ઉપરથી લોખંડના સળીયા ભરી પસાર થતી ટ્રકના ડ્રાઇવરો સાથે સંપર્ક સાધી ટ્રકને ઇનોવીન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમાં આવેલ પડતર જગ્યા તથા ગાડા માર્ગે લઇ જઇ ટ્રકમાં લોખંડના સળીયા ભરેલ ભારીઓ ટ્રાન્સપોર્ટર તથા માલ મંગાવનાર પાર્ટીને ધ્યાનમાં ન આવે તે રીતે ચોરી છુપીથી કાઢે છે. જે હકીકતના આધારે રેઇડ કરતા હકિકત વાળી જગ્યાએથી રૂ. 10 લાખ ની કિંમતનું જીજે 12 બિવાય 2094 નંબરનું ટેઇલર તથા રૂ.22,95,150/-ની કિંમતના 41,730 કિ.ગ્રા. અલગ અલગ એમ.એમ.ની સાઇઝના લોખંડના સળીયા મળી કુલ રૂ.32,95,150/- નો મુદામાલ ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલ્કત તરીકે ગણી મુદામાલ કબ્જે કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.