Abtak Media Google News

રાણાવાવમાં સરકારી અનાજનો ગોંડાઉન સીલ કરી દેવાયું

પોરબંદરમાં મસમોટું સરકારી અનાજનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં લગભગ 1 કરોડથી પણ વધારે કિંમતનું સરકારી અનાજ બારોબાર વેચી મરાયું હોવાનું સામે આવી રહ્રાું છે. તો આ કૌભાંડને કારણે રાણાવાવનું સરકારી અનાજનું એ ગોડાઉન પણ સીલ કરી દેવાની કાર્યવાહી કરવામાં આવી છે.

સસ્તા અનાજના દુકાનદારોને જે અનાજ અને ખાંડનો જથ્થો આપવાનો હોય છે તે જથ્થો સરકારી ગોડાઉનમાં રાખવામાં આવતો હોય છે. જેમાં રાણાવાવના સરકારી ગોડાઉનમાંથી 7 હજાર કટ્ટા જેટલો ઘઉં-ચોખાનો જથ્થો અને ર1 કટ્ટા જેટલો ખાંડનો જથ્થો અધ્ધરો અધ્ધર વેચી મરાયો હોવાનું સામે આવી રહ્રાું છે. આ ગોડાઉનના ડી.એસ.એમ. ઉષાબેન ભોંયે ના જણાવ્યા મુજબ જુલાઈ ર0રર માં રાણાવાવના સરકારી અનાજના ગોડાઉનમાં ઓડીટ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ત્યારે જથ્થો પૂરતો હતો, પરંતુ ડિસેમ્બર માસમાં જ્યારે ઓડીટ અને ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે અંદાળત રૂપીયા 1 કરોડથી પણ વધુ કિંમતના ઘઉં, ચોખા અને ખાંડના જથ્થાની ઘટ જોવા મળી હતી. જેથી થર્ડ પાટર્ી ઈન્સ્પેક્શન કરી રહેલી એજન્સીએ ગાંધીનગર પૂરવઠા વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ ગાંધીનગર અને રાજકોટની પૂરવઠા વિભાગની ટીમ પોરબંદર ત્રાટકી હતી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પોરબંદર જિલ્લામાંથી 1 કરોડથી વધારેની કિંમતના ઘઉં, ચોખા અને ખાંડના જથ્થાનું કૌભાંડ સામે આવ્યું છે. સામાન્ય રીતે આ જથ્થો જરૂરીયાતમંદ અને ગરીબ પરિવારો માટે સરકાર ફાળવતી હોય છે. પરંતુ ગરીબોના મોઢામાંથી પણ ઝુંટવી લેનારા આવા શખ્સો કૌભાંડ આચરી રહ્રાા છે. ત્યારે આ અંગે જિલ્લા પૂરવઠા અધિકારી હિરલ દેસાઈએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ કૌભાંડમાં અનેક સવાલો ઉભા થાય છે. કારણ કે જે રીતે પૂરવઠા વિભાગની કચેરી અને જિલ્લાના સરકારી વિભાગોમાં ચચર્ા ચાલી રહી છે, તે રીતે આ કૌભાંડ માત્ર છેલ્લા છ માસમાં આચરવામાં આવ્યું નથી,

પરંતુ વર્ષ 2020 થી આ કૌભાંડ આચરી અને ગરીબોના ભાગનો અનાજનો જથ્થો ચાંઉ કરી જવામાં આવ્યો છે. ત્યારે આ કૌભાંડ અંગે ડી.એસ.એમ. ઉષાબેન એવું જણાવે છે કે જુલાઈ ર0રર સુધી તો અનાજનો જથ્થો પૂરતો જોવા મળતો હતો. ત્યારે આ અંગે જો યોગ્ય અને તટસ્થતાપૂર્વક તપાસ થાય તો સત્ય સામે આવી શકે છે. હાલ તો નાસી છૂટેલા અશ્વિન ભોંયે નામના ગોડાઉન મેનેજર પર શંકાની સોંય તાકવામાં આવી રહી છે. એટલું જ નહીં, પણ અન્ય એક રાહુલ કારાવદરા નામના ડોર સ્ટેપ ડીલેવરીના પ્રતિનિધી અને લખમણ નામના બે શખ્સો સામે પણ આક્ષોપો થતા હોય તે પ્રકારની ચચર્ા જોવા મળી રહી છે. જો કે આ કૌભાંડ સામે આવતા જ સમગ્ર જિલ્લામાં રોષ વ્યાપી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.