Abtak Media Google News

હનુમાન જયંતિ નિમિતે હાલમાં સાદગીથી ઉજવણી, ઘરે સ્થાપના કરી કરાશે પૂજા 

કહેવાય છે કે હનુમાન જયંતીના દિવસે કરેલ જપ, તપ, પૂજા, દાન,  અનેકગણુ  ફળદાઈ છે.હનુમાન ચાલીસાની ચોપાઈમાં લખેલ છે ‘નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીરા’ હનુમાનજીનું  દરરોજ  નામ લેવાથી પૂજા ઉપાસના  કરવાથી  બિમારીઓ દૂર થાય છે.

આ દિવસે હનુમાનજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન હનુમાનની શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો જીવનના દરેક સંકટ દૂર થઈ જાય છે. હનુમાનજીની પૂજા લાલ સિંદૂરથી કરવામાં આવે તો દરેક કામ સફળતાપૂર્વક પાર પડે છે. હનુમાનજીની પૂજા કરવાથી શનિનો પ્રકોપ દૂર થાય છે. દર મંગળવાર અને શનિવારના રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી શનિ કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જીવનમાં જો ધનની ખામી હોય તો તે પણ દૂર થાય છે. હનુમાન જયંતીનું વ્રત કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને ભગવાન શ્રીરામ, માતા સીતા અને હનુમાનજીનું સ્મરણ કરી વ્રત કરવાનો સંકલ્પ કરવો. આ દિવસે હનુમાનજીને જનોઈ અને સિંદૂર ખાસ ચઢાવવા. પૂજા કર્યા બાદ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરવો. હનુમાનજીની આરતી કરવી અને ભોગ ધરાવવો. આ દિવસે સંધ્યા સમયે સુંદરકાંડનો પાઠ કરવો પણ ઉત્તમ ગણાય છે.  આ દિવસે પ્રસાદ તરીકે ભગવાનને ગોળ અથવા ચણાના લોટના લાડૂ ચઢાવી શકાય છે. આ રીતે પૂજા કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્તિના આશીર્વાદ આપે છે.

હનુમાનજી રામનાં દુત છે. રાજા પાસે જવુ હોય તો દુતની પરવાનગી મેળવવી પડે.  એમ રામ છે તે પૂર્ણ ઈશ્વર છે.  હનુમાનજી છે તે તેનાં પૂર્ણ ભકત છે.   ભગવાન પાસે જવું હોય તો ભકતની પ્રાર્થના કરવી જોઈએ અને ભકતની પ્રાર્થનાથી જ ભગવાન રીઝે છે.  એમ પ્રાર્થના કરવાંથી ભકત અને ભગવાનની બન્નેની કૃપા પ્રાપ્ત થાય છે.  ભગવાન કહે છે કે મારા કરતા મારો ભકત મોટો છે એટલે હનુમાનજીની ઉપાસના કરવાથી લેોકીક અને અલેોકીક આ બન્ને બંધનમાંથી મુકત થાય છીએ અને જન્મ મરણનો ફેરો ટળી જાય છે.  આ દેશ અને દુનીયા કોરોનાં સંકટમાં ઝઝુમી રહી છે તો હનુમાન જયંતીનાં દિવસે વિશેષ્ પૂજા કરવાથી આ સંકટમાંથી મૂકત થઈ શકીએ છીએ.

 

અભિજીત મૂર્હૂત

અભિજિત મૂર્હૂત બપોરે 12.18 થી 1.10  રહેશે ઉપરાંત  પ્રાંતકાલ સવારે  6.17 થી  8.52 સાર્યકાલ સાંજે  4.36 થી  7.11 પ્રદોશકાળ રાત્રે  7.11 થી  9.24 સુધી રહેશે. આ બધા સમયમાં હનુમાનજીનીપૂજા  ઉપાસના કરવી ઉતમ ફળદાઈ છે.

હનુમાન જયંતીની પૂજા કેમ કરશો

હનુમાનજયંતીના દિવસે  ઘરે બાજોઠ પર ઘઉની ઢગલી કરી તેના પર  આગળ ગણપતી રાખવા  પાછળ હનુમાનજી છબી રાખવી સરસવના તેલનો દિવો અથવા ઘીનો દીવો કરવો ગણપતીદાદા તથા શ્રી રામ ચંદ્ર ભગવાનનું નામ લઈ અને હનુમાન જયંતીના દિવસે  11-21-31 અથવા 108 હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા સુંદરકાંડના પાઠ કરી શકાય તે ઉપરાંત  ‘ ૐ નમો હનુમંતે ભય ભજનાય સુખ કુરૂ ફટ સ્વાહા’ મંત્રના જપ  કરી શકાય. પાઠ અથવા જપ પૂર્ણ થયા બાદ ઉથાપન કરવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.