Abtak Media Google News

મોરબીના મચ્છુ-1,ર તથા બ્રાહ્મણી-1,રમાં પણ પાણી જૂન મહિના સુધી ચાલશે

જૂનાગઢના ફૂલજર, ઓઝત, આંબાજળ, ધ્રાફડ વિયરમાં 21 જૂન સુધી તેમજ જામનગરના ઉંડ-1, સસોઇમાં 21 જુલાઇ તથા પન્ના અને ફૂલજરમાં ર1 એપ્રિલ સુધી પાણી ચાલશે

ભાદરમાં જૂનના અંત સુધી ચાલે તેટલુ પાણી, ભોગાવો-1 અને ભોગાવો-2માં પાણીની સ્થિતિ સારી

સૌરાષ્ટ્રમાં પાણીનો પ્રશ્ન હંમેશાથી વિકરાળ રહ્યો છે, અલબત્ત રૂપાણી સરકારની દૂરંદેશી અને છેલ્લા બે વર્ષથી સામાન્ય જેટલો વરસાદ પડતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચાલુ વર્ષે પાણીની સમસ્યા સર્જાશે નહીં. ખાસ કરીને સૌરાષ્ટ્રના જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવાના કારણે ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો લોકોને કરવો પડશે નહીં. આંકડા મુજબ સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકીના એક ભાદરમાં ચાલુ વર્ષે જૂન મહિનાના અંત સુધી ચાલે તેટલું પાણી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના આજીમા પણ પૂરતું પાણી છે.

Advertisement

આજી 1માં સૌની યોજના મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ભાદરમાંથી રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો અને જેતપુરમાં પાણી પૂરું પાડવામાં આવે છે આ ઉપરાંત ફોફળમાંથી ધોરાજી, ફોફળ જૂથ 1, ફોફળ જૂથ 2, મોજમાંથી ઉપલેટા, ભયાવાદર જૂથ યોજનામાં પાણી પૂરું પડવામાં આવે છે. આ ડેમમાં પણ જૂન મહીનાના અંત સુધી ચાલે તેટલું પાણી છે.

ઉપલેટા અને જૂથ યોજના માટે પાણી પૂરું પડતા વેણુ 2માં પણ પૂરતું પાણી હોવાથી પાણીની સમસ્યા રહેશે નહીં. ભાદર 2માંથી માણાવદર અને ધોરાજી પાણી પુરવઠા યોજનામાં પાણી અપાય છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા ન્યારી-1 મા જો દરરોજ 60 એમએલડી પાણી ઉપાડવામાં આવે તો પણ મે મહિનાના અંત સુધીમાં પાણી ચાલશે.

આવી જ રીતે સુરેન્દ્રનગરના વઢવાણ ભોગાવો 2 ધોળીધજા, લીંબડી ભોગવો 1 થોરિયાળી દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ લખતર જૂથ યોજના તેમજ સાયલા ગ્રામ પંચાયતમાં પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત ભોગાવો બ2માં તો નર્મદા યોજના દ્વારા પાણી ભરવામાં આવે છે. પરિણામે આ બંનેમાં જૂન મહિનાના અંત સુધી પાણીની કોઇ તંગી રહેશે નહીં. જામનગરના આજી 3 જેમાંથી ધ્રોલ જોડિયા જૂથને પાણી અપાય છે તેમાં પણ સમયાંતરે સૌની યોજના મારફતે પાણી આપવામાં આવે છે. આવી રીતે મચ્છુ-1 મા પાણી 31 જુલાઈ સુધી ખૂટશે નહીં, મચ્છુ 2માં 30 જુન સુધી પાણી રહેશે બ્રહ્માણી 1 અને 2માં પણ 30 જૂન સુધી પાણી રહેશે તેવા અંદાજ છે.

જૂનાગઢને પાણી પૂરું પડતા ઓજત, આંબાજળ, ધ્રાફડ અને વિયરમાં  21 જૂન સુધી ચાલે તેટલું પાણી છે. ફુલજરમાં 21 જુલાઈ સુધી ચાલશે.  બીજી તરફ જામનગર જિલ્લામાં પાણી આપતા ઉંડ 1 અને સસોઈમાં 21 જુલાઈ જ્યારે પન્ના અને ફુલઝર માં 21 એપ્રિલ સુધી ચાલી સામે તેટલું પાણી ચાલી છે.

ભાદરના દરવાજા બદલવાની કામગીરી પૂરજોશમાં

Bhadar 1

ભાદર ડેમના 29 દરવાજા બદલવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 2015માં આવેલા અતિભારે પૂર સામે ભાદર ડેમના 3 દરવાજા ક્ષતિગ્રસ્ત થયા હતા. ત્યારબાદ સર્વે સહિતની કામગીરી થઇ હતી. થોડા સમય પહેલા સિંચાઈ વિભાગ દ્વારા ડેમના તમે દરવાજા બદલવાની કામગીરી શરુ કરવામાં આવી હતી જે પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી આગામી મે મહિના સુધીમાં પૂરી થઇ જાય તેવી સિંચાઇ વિભાગને અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.