Abtak Media Google News

કોરોનાની મહામારીમાં લાંબા સમય સુધી મીટર ગેજ લાઇનની બંધ રહી હતી. જેમાં હવે વેરાવળથી અમરેલી ટ્રેન સહિત 3 નવી વિશેષ ટ્રેનો આગામી 18 માર્ચથી શરૂ થનાર છે. આ વિશેષ ટ્રેનોનું ભાડુ મેઇલ-એકસપ્રેસ ટ્રેનની અનરીઝર્વેટ ટિકિટ જેટલું રહેશે. યાત્રિકોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ર્ચિમ રેલવે દ્વારા 18 માર્ચથી ટ્રેન નંબર 09291 તથા 09292 વેરાવળ-અમરેલી-વેરાવળ દૈનિક વિશેષ (મીટર ગેજ) ટ્રેન શરૂ થશે.

Advertisement

આ ઉપરાંત ભાવનગર ડિવીઝન પર ત્રણ જોડી (અપડાઉન) નવી પેસેન્જર ટ્રેનો દોડવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ પેસેનજર ટ્રેનોનું ભાડુ મેઇલ તથા એકસપ્રેસ ટ્રેનની અનરિઝર્વ ટિકિટ જેટલું રહેશે. 18ને ગુરૂવારથી શરૂ થનારી 3 ટ્રેનોમાં ટ્રેન નં.09572 ભાવનગર- સુરેન્દ્રનગર દરરોજ 8:35 વાગ્યે ઉપડશે અને 12:35 વાગ્યે સુરેન્દ્રનગર-ભાવનગર દૈનિક વિશેષ સુરેન્દ્રનગરથી દરરોજ બપોરે 4:10 વાગ્યે ઉપડશે. રાત્રિના 8:25 વાગ્યે ભાવનગર ટર્મિનલ પહોંચશે. ટ્રેન નંબર 09525 તથા 09526 ભાવનગર, મહુવા, ભાવનગર દૈનિક વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનલથી દરરોજ 9:30 વાગ્યે ઉપડશે અને 2:10 વાગ્યે મહુવા પહોંચશે.

આગામી દિવસોમાં દેલવાડા-જૂનાગઢ તાકીદે શરૂ કરવા માગ

સવની, તાલાલા, ચિત્રાવાડ, સાસંણ, સતાધાર, વિસાવદર, જેતલાવાડ, ભાદર, ધારી, તલાલા અને અમરેલી પહોંચશે. 17 માર્ચથી ટ્રેન નંબર 09292 અમરેલીથી વેરાવળ ટ્રેન શરૂ કરવામાં આવે. જેથી લોકોના સસ્તા ભાડાની મુસાફરીનો લાભ મેળવી શકે તેવી માગ તાલાલા તાલુકાના લોકોમાંથી ઉઠી છે.

તાલાલા જંકશન ફરી ધમધમશે

જેમાં વેરાવળ-અમરેલી દૈનિક વિશેષ ટ્રેન દરરોજ વેરાવળથી સવારે 9:45 વાગ્યે ઉપડશે અને બપોરે 2:50 વાગ્યે અમરેલી પહોંચશે. તેમજ અમરેલીથી દરરોજ સવારે 8:45 વાગ્યે ઉપડશે અને બપોરે 1:45 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેનો બંને દિશામાં સવની, તલાલા, ચિત્રાવડ, સાસણ ગીર, કાંસીયા નેસ, સતાધાર, વિસાવદર, જેતલવાડ, ભાદર, ધારી, ચલાલા અને અમરેલી પર સ્ટેશનો પર રોકાણ કરશે. દૈનિક વિશેષ ટ્રેન શરૂ થતા તાલાલા જંકશન ફરી ધમધમશે.

ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાંથી માત્ર એક વેરાવળ તાલુકા સુધી જ બ્રોડગેજ ટ્રેનની સુવિધા છે. જયારે અન્ય 5 તાલુકામાં મીટરગેજ રેલ્વે લાઇન છે. જે કોરોના મહામારીનાં કારણે બંધ કરાઇ હતી. આ લાઇન ફરી શરૂ કરવા વેસ્ટર્ન રેલ્વેએ લીલી ઝંડી આપી છે. આગામી 18 માર્ચથી વેરાવળ અમરેલી ટ્રેન શરૂ થશે. જયારે દેલવાળા-જૂનાગઢ ટ્રેન પણ તાકિદે શરૂ કરીને લોકોને રાહત આપવા લોકમાગ ઉઠી છે. તાલાલા જંકશન છેલ્લા એક વર્ષથી સુમસામ હાલતમાં છે. ટ્રેન નંબર 09291 વેરાવળ-અમરેલી દૈનિક વિશેષ ટ્રેન વેરાવળથી સવારે ઉપડશે.

સલાહકાર સમિતિના સભ્યોની રજૂઆત ફળી

ભાવનગર રેલવે સલાહકાર સમિતિના સભ્ય અને તાલાલાના અગ્રણી નિલેશ ચારીયાએ પોતાના સભ્યપદના માધ્યમથી મીટર ગેજ ટ્રેનો શરૂ કરવા રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સહિત કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને સાંસદ રાજેશ ચૂડાસમા મારફતે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરતાં સફળ મીટર ગેજ ટ્રેન શરૂ કરવા રેલ્વે વિભાગે મંજૂરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.