Abtak Media Google News

મુંબઈની બેસ્ટ સ્ટાર્ટઅપ કંપની Strom Motorsએ હાલમાં જ તેની મિની ઇલેક્ટ્રિક કારStrom R3નું પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું. આ નાની થ્રી-વ્હીલ કાર વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીએ આ કાર માટે અત્યાર સુધીમાં લગભગ 7.5 કરોડ રૂપિયાના 165 યુનિટ્સનું બુકિંગ નોધ્યું છે.

શરૂઆતમાં કંપનીએ દિલ્હી અને મુંબઈમાં જ Strom R3નું બુકિંગ શરૂ કર્યુ છે. આ કાર ટૂંક સમયમાં બજારમાં લોન્ચ કરવામાં આવશે, એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત 4.5 લાખ રૂપિયા હોઈ શકે છે.Storm Motorsની શરૂઆત 2016માં થઈ હતી. કંપનીની યોજનાએ છે કે, આ કારની ડિલેવરી સૌ પ્રથમ દિલ્હી અને મુંબઈમાં શરૂ કરવામાં આવશે.

Screenshot 4 8

કંપનીની યોજના છે કે, સેકેન્ડ ફેઝમાં બેંગલુરૂ અને પૂણે જેવા શહેરોમાં વર્ષ 2022 પહેલાં ડિલિવરી શરૂ કરવામાં આવશે. જો કે, આ પ્રાયોરિટી બેસિસ પર હશે. એટલે કે આ બુકિંગના આંકડા પર નિર્ભર હશે કે, ક્યા શહેરમાં ડિલીવરી પ્રથમ થશે. કંપનીના ફ્રઉન્ડર પ્રતીક ગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ કાર એપ્રિલના અંત સુધીમાં બજારમાં વેચવા માટે લોન્ચ કરી શકાશે.

કેવી છે આ કાર

Strom R3 ટૂ ડોર અને ત્રણ વ્હીલ વાળી કાર છે. તેના પાછળના ભાગમાં એક વ્હીલ અને આગળના ભાગમાં બે વ્હીલ છે. કંપનીએ 13 KW ક્ષમતાની હાઈ ઇફિસીએન્સી મોટરનો ઉપયોગ કર્યો છે. જે 48 NM ટોર્ક જનરેટ કરે છે. આ કારની સાથે એક ફાસ્ટ ચાર્જર પણ આપવામાં આવશે, જેની મદદથી આ કારની બેટરી ફક્ત 2 કલાકમાં 80 ટકા જેટલી ચાર્જ થઈ જશે. આ કારનો સંપૂર્ણ ચાર્જ કરવામાં લગભગ 3 કલાકનો સમય લાગશે. કંપનીનો દાવો છે કે Strom R3 એક જ ચાર્જ પર 200 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ પ્રદાન કરે છે. આ કારને ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટરમાં માત્ર 40 પૈસા ખર્ચ થાય છે.

મળશે આ ફીચર્સ

કંપની તેમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉમેરી રહી છે. આ કારમાં 12-વે એડજસ્ટેબલ ડ્રાઇવિંગ સીટ, 4.3-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, ક્લાઇમેટ કંટ્રોલ, રિમોટ કીલેસ એન્ટ્રી, 7 ઇંચની વર્ટિકલ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, IOT ઈનેબલ્ડ કંટીન્યૂયસ મોનિટરિંગ સિસ્ટમ, 4Gકનેક્ટિવિટી, વોઈસ કંટ્રોલ વગેરે સુવિધાઓ આપવામાં આવી છે.

કેવી રીતે આ કાર બુક કરશો

તમે આ કારને કંપનીની ઑફિશિયલ ડીલરશીપ તેમજ કંપનીની વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. હાલમાં દિલ્હી અને મુંબઇમાં જ બુકિંગ શરૂ કરવામાં આવી છે. આ માટે ગ્રાહકોએ બુકિંગની રકમ રૂ.10,000 ની રકમ જમા કરવાની રહેશે. અગાઉ બુક કરાવનારા ગ્રાહકોને રૂ. 50,000 સુધીના અપગ્રેડ બેનિફિટ્સ પણ આપવામાં આવી રહ્યા છે, જેમાં ગ્રાહકો તેમની પસંદગીના રંગ સાથે પ્રીમિયમ ઑડિઓ સિસ્ટમ અને 3 વર્ષ ફ્રી મેનટેનેન્સ લાભ ઉઠાવી શકશો.

શું આ કાર તમારા માટે છે?

આ એક ઇન-ઇન્ડિયા કાર છે. આ કાર વિશેષરૂપે એવા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેઓ શહેરની અંદર દરરોજ 10થી 20 કિલોમીટરની અંતરમાં મુસાફરી કરવા માગે છે. Strom R3 ઇલેક્ટ્રિક કાર સામાન્ય કાર કરતા 400% વધુ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેની નિયમિત કારની તુલનામાં તેની મેન્ટેનન્સમાં 80% ઘટાડો થશે. 3 વર્ષ ડ્રાઇવિંગ બાદ તમે આ કારમાંથી 3 લાખ રૂપિયા સુધીની બચત કરી શકો છો.

Screenshot 5 7

કંપનીનો પ્લાન્ટ ઉત્તરાખંડના કાશીપુરમાં સ્થિત છે, જે દર મહિને 500 યુનિટની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. કંપનીની યોજના છે કે, લોઅર રેન્જની કાર પણ બીજા તબક્કામાં શરૂ કરવામાં આવશે, જે ડ્રાઇવિંગ રેન્જને 120 કિ.મી.થી 160 કિ.મી. આ કારમાં વપરાયેલી બેટરી LG Chem અને ઇલેક્ટ્રિક મોટર Kirloskar પાસેથી લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.