Abtak Media Google News

ટિકીટોનું બુકિંગ રવિવારથી શરૂ થશે

પશ્ર્ચિમ રેલવે દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે ઓખા-હાવડા તથા પોરબંદર-હાવડા વચ્ચે ચાલી રહેલી ફેસ્ટીવલ ટ્રેનોના ફેરાને ત્રણ મહિના માટે લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે રાજકોટ ડિવીઝનના સીનીયર ડીસીએમ અભિનવ જેફએ આ વિશેષ ટ્રેનો અંગે માહીતી આપી હતી.

Advertisement

ઓખા-હાવડા સુપરફાસ્ટ સાપ્તાહિક ફેસ્ટીવલ સ્પેશિયલના ફેરાને રજી મેથી ર7મી જુન સુધી લંબાવવામાં આવી છે. હાવડા-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટીવલ વિશેષના ફેરાને 4થી મે થી ર9મી જુન સુધી લંબાવાઇ છે.

પોરબંદર-હાવડા દ્વી સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટીવલ વિશેષના ફેરાને પમી મે થી 30મી જુન સુધી લંબાવવામાં આવી છે, જયારે હાવડા-પોરબંદર દ્વી સાપ્તાહિક  સુપર ફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશિયલ ફેરાને 7મી મે થી રજી જુલાઇ સુધી લંબાવવામાં આવ્યા છે.લંબાવાયેલા ફેરા અંતર્ગત ટિકીટોનું બુકીંગ રવિવાર ર8મી માર્ચથી પીઆરએસ કાઉન્ટરો તથા આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરુ થશે. આ દરેકે ટ્રેનો વિશેષ ભાડા સાથે સંપૂર્ણ રીઝર્વેશન કરવામાં આવશે.

સંબંધીત વિશેષ ટ્રેનોનું સ્ટોપેજ તથા આવાહ ગમનની માહીતી મુસાફરોને www.enquiry. indianrail. gov. in  પરથી મેળવી શકશે તેવું રેલવેની એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.